ચાર્તુમાસમાં બદલી લો બેકાર આદતો અને કરો દાન પુણ્ય નહીં તો મોક્ષનગરીમાં પ્રવેશથી રહેશો વંચિત
નમસ્તે મિત્રો આજે આપણે પવિત્ર મહિના તરીકે ઓળખતા ચતુર્માસ વિશેની ચર્ચા કરીશું.ચતુર્માસ વિશે વૈજ્ઞાનિક તારણ એવું પણ માનવામાં આવે છે કે, આ સમયગાળા દરમિયાન ચોમાસાની ઋતુ હોય છે. તેથી જઠરાગ્નિ મંદ પડે છે માટે ઓછો ખોરાક લેવો જોઇએ, જેનાથી શરીર તંદુરસ્ત રહે છે. તો આ સમયગાળા દરમિયાન પાણીજન્ય રોગ પણ વધુ થતાં હોવાથી ઓછો ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે.

આ મહિનાની અંદર ભક્તિ ભાવનું વિશેષ મહત્વ રહેલું છે.ભક્તો આ સમય દરમિયાન ચતુર્માસ પણ કરતા હોય છે. જે અંતર્ગત તેઓ એકટાણું કરે છે અને સવાર-સાંજ પ્રભુની આરાધના કરે છે. આ ચાતુર્માસ દરમિયાન હિન્દુ ધર્મના મહત્વના ધાર્મિક તહેવારો જેમ કે, ગૌરી વ્રત, જયાપાર્વતી વ્રત, ભગવાન શંકરને પ્રસન્ન કરનારો શ્રાવણ માસ, ગણેશ ચતુર્થી, જન્માષ્ટમી, નવરાત્રિ, દિવાળી જેવા પ્રમુખ ધાર્મિક તહેવારો આવે છે.

આ માસની અંદર અમુક પ્રકારની પુજા અર્ચના કરવાથી આપના જીવનમાં આવેલી સમસ્યાઓ દૂર થયા છે.આ મહિનાની અંદર ભગવાનને પીળા વસ્ત્ર પેહરાવવાનું વિશેષ મહત્વ રહેલું છે. આ ઉપરાંત આ દિવસોની અંદર મંદિરોમાં સાફ સફાય કરવા થી આપના જીવનમાં રહેલી અનેક સમસ્યાઓ દૂર થાય છે.
આ ઉપરાંત આ મહિનાની અંદર ધૂપ, દીપ, નૈવધ કરવાથી અનેક પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. આ દિવસોની અંદર ભગવાનને ગૂગળનો ધૂપ દીપ અર્પણ કરવાથી જન્મો જનમ સુધી મનુસ્ય ધનવાન બની શકે છે.આ ઉપરાંત પીપળના વૃક્ષ પર પાણી ચઢાવવાથી ભગવાન શ્રી હરિની વિશેષ કૃપા થઈ શકે છે.

આ મહિનાની અંદર દાન પુણ્ય કરવાનું વિશેષ મહત્વ રહેલું હોય છે.જરૂરિયાત મંદ લોકોને અન્ન, વસ્ત્ર, તેમજ ગાય ને ચારો નાખવાથી સદાને માટે તમારા જીવનની અંદર રહેલી ધનની સમસ્યા દૂર થાય છે.વર્ષા ઋતુની અંદર ગોપી ચંદનનું દાન કરવાથી મોક્ષ મળે છે.આ ઉપરાંત આ દિવસોની અંદર ભૂખ્યા લોકોને ભોજન કરાવવાથી અક્ષય કિર્તિ પ્રાપ્ત થાય છે.
આ મહિનાની અંદર અમુક બૂરી વસ્તુઓ થી દૂર રેહવું જોઈએ જેમકે કોઈ પણ વ્યક્તિની નિંદા અથવા દ્વેષ થી દૂર રેહવું જોઈએ. આ ઉપરાંત ભોજન કરતી વખતે મોન રેહવું જોઈએ.આ મહિનાની અંદર કોઈ પણ પુજા કાર્ય કરવું ખુબજ શુભ માનવમાં આવે છે.આ મહિનાની અંદર મુર્તિપ્રાણ પ્રતિષ્ઠા દિવસ મનાવવામાં આવે છે.આ મહિનાની અંદર લગ્ન જેવા પ્રશંગો ના કરવા જોઈએ .
આ મહિનાની અંદર મંદિરોમાં કીર્તન, ભજન તેમજ જાગરણ કરવાનું વિશેષ મહત્વ રહેલું હોય છે.આ માસની અંદર ભગવાન વિષ્ણુનું વ્રત કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.આ માસની અંદર નિયમ અનુસાર ભગવાન વિષ્ણુની પુજા અર્ચના કરવાથી લોકોના જીવનમાં આવેલી તમામ મુસીબતો દૂર થયા છે. આમ, ચતુર્માસની અંદર ભગવાનની પુજા, અર્ચના, દાન જેવા શુભ કાર્ય કરવાનું વિશેષ મહત્વ રહેલું હોય છે.
0 Response to "ચાર્તુમાસમાં બદલી લો બેકાર આદતો અને કરો દાન પુણ્ય નહીં તો મોક્ષનગરીમાં પ્રવેશથી રહેશો વંચિત"
ટિપ્પણી પોસ્ટ કરો