જ્યારે લગ્નને યાદગાર બનાવવા વરરાજા દુલ્હનને લેવા પહોંચ્યા હેલિકોપ્ટર લઈને, જૂઓ તસવીરો
કોરોનાકાળ વચ્ચે હાલમાં ગુજરાતમાં લગ્નની સિઝન ચાલી રહી છે. નોંધનિય છે રાજ્ય સરકારે હાલમાં 200 લોકોને લગ્નમાં હાજર રહેવાની મંજૂરી આપી છે. પોતાના લગ્ને યાદગાર બનાવવા લોકો નિતનવા નુસખા અજમાવતા હોય છે. કોઈ ફોરેનનું ડેસ્ટિનેસન લગ્ન કરવા માટે પંસદ કરી છે તો કોઈ ભવ્ય હોટેલમાં લગ્ન કરે છે. પરંતુ આજે અમે તમને જે લગ્ન વિશે વાત કરવા જઈ રહ્યા છે એક વર્ષ પહેલાં થયેલા લગ્ના ફોટોઝ હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થયા હતા. આ વાત છે ભરૂચના ઝઘડિયા તાલુકાના પાણેથા ગામની કે જ્યાં વરરાજ પરણવા માટે સફેદ કલરના એક હેલિકોપ્ટરમાં આવ્યા હતા. જેને જોઈએ ગામ લોકો અચંબિત થયા હતા.

હેલિકોપ્ટર જોવા માટે લોકો ઉમટી પડ્યાં
તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે ગામડામાં વરરાજા કોઈ મોંઘી કારમાં આવતા હોય છે પરંતુ આ વરરાજ હેલિકોપ્ટરમાં આવતા લોકો જોવા માટે ઉમટી પડ્યાં હતાં. તમને જણાવી દઈએ કે આ લગ્ન ફેબ્રુઆરી 2020માં યોજાયા હતા. જેની તસવીરો હાલમાં વાઈરલ થઈ રહી છે, તમને જણાવી દઈએ કે વરરાજનો પરિવાર વડોદરામાં રહે છે અને સાવલીમાં પ્લાસ્ટિક ફેક્ટરી ધરાવે છે. ઝઘડિયાના પાણેથા ગામે રહેતા ધારીખેડી સુગરના ડિરેક્ટર અતુલ પટેલની પુત્રી અનલ આ યુવકના લગ્ન થયા હતા.

હેલિકોપ્ટર આગળ કરાવ્યું ફોટોશૂટ
આ યુવકનું નામ બાદલ પટેલ છે. બાદલ જ્યારે હેલિકોપ્ટર લઈને પાણેથા ગામે પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામં લોકો એકત્રિત થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે વરરાજા બાદલ પટેલે હેલિકોપ્ટરમાંથી નીચે ઉતરીને પરિવારજનો તેમજ મિત્રો અને સંબંધીઓ સાથે તસવીર પણ ખેંચાવી હતી. તો બીજી તરફ હેલિકોપ્ટરને જોવા મોટી સંખ્યામાં ગામવાસીએ આવી ચઢતા તેમને કાબૂમાં રાખવા માટે બાઉન્સર્સની મદદ પણ લેવામાં આવી હતી. તો બીજી તરફ વરરાજા બાદલ પટેલ અને નવવધૂ અનલ પટેલે હેલિકોપ્ટર આગળ ઉભા રહીને ફોટોશૂટ પણ કરાવ્યું હતું.

હેલિકોપ્ટર લઈને આવ્યા વરરાજા
તમને જણાવી દઈએ કે આ પહેલા ભાણવડ તાલુકાના સણખલા ગામમાં પણ હેલિકોપ્ટર લઈને વરરાજા જાન લઈને આવ્યા હતા. જેને જોવા માટે આખુ ગામ ઉમટી પડ્યું હતું. તો બીજી તરફ જાનનું આગમન થતા જ વરરાજા પર પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હતો. એટલુ જ નહીં વરરાજાને મંડપ સુધી લઈ જવા માટે લક્ઝુરિયર્સ કારનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

મોવાણ ગામના ગોજિયા પરિવાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે લગ્નને યાદગાર બનાવવા હેલિકોપ્ટર મારફતે ભાણવડના સણખલા ગામે જાન લઈને વરરાજા પહોચ્યા હતા. વરરાજા હેલિકોપ્ટરમાં બેસી સણખલા ગામે પહોંચ્યા હતા. આ લગ્નને જોઈ તેમને કોઈ શાહી લગ્નની યાદ આવી જાય. ગામમાં પહેલીવાર હેલિકોપ્ટર આવતા લોકોમાં કુતુહલ જોવા મળ્યું હતું. કોરોનાકાળ વચ્ચે થયેલા આ લગ્નએ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "જ્યારે લગ્નને યાદગાર બનાવવા વરરાજા દુલ્હનને લેવા પહોંચ્યા હેલિકોપ્ટર લઈને, જૂઓ તસવીરો"
ટિપ્પણી પોસ્ટ કરો