તમારો સાથી છે મેલેનીન, તેનાથી ગભરાવો નહી પરંતુ આ રીતે કરો પોતાની સારસંભાળ…
મિત્રો, જ્યારે પણ વરસાદ હોય કે ઘણો આકરો તડકો હોય ત્યારે આપણે શું કરીએ છીએ? છત્રી ખોલીએ છીએ? એ જ રીતે તમારી ત્વચા પણ તમને લાંબા ગાળા માટે ચામડીના રોગ અને કેન્સર જેવા જીવલેણ રોગથી બચાવવા માટે કંઈક એવું જ કરે છે. મેલાનિન આપણી ત્વચામાં રહેલું એક પ્રકારનું પ્રોટીન છે. કેરોટીનની જેમ જ આપણી ત્વચાને સુંદર અને સ્વસ્થ રાખવી પણ જરૂરી છે. કેરોટીન નામના પ્રોટીનથી આપણી ત્વચાની ઉપરની સપાટી બનેલી હોય છે. તે આપણા બધા નખ, વાળ વગેરેમા હાજર હોય છે.

જો તમને લાગે કે સૂર્યપ્રકાશ અથવા તેજસ્વી સૂર્યપ્રકાશ તમને કાળા બનાવે છે, તો તે ખોટી વાત છે. તેનુ કારણ સૂર્ય નથી પરંતુ, તમારી ત્વચામા છુપાયેલું છે. આપણે જાણીએ છીએ કે, આ વાત તમને આશ્ચર્યચકિત કરી શકે છે, પરંતુ વિજ્ઞાન એવું જ કહે છે. હકીકતમાં સૂર્યપ્રકાશ દ્વારા સૂર્યની વાયોલેટ રેઝ પણ આપણા સુધી પહોંચે છે.

જો તે લાંબા સમય સુધી સીધા આપણા શરીર પર રહીએ તો આ કિરણો થોડા સમય પછી ત્વચાનું કેન્સર પેદા કરી શકે છે. આ કિરણોની ખરાબ અસરોથી પોતાની જાતને બચાવવા માટે ત્વચા મેલેનિન નામના પ્રોટીનનું ઉત્પાદન વધારી શકે છે. મેલાનિન ત્વચાની ઉપરની સપાટીમાં પોતાનું એક સ્તર બનાવે છે.
આ સ્તર એક છત્રી તરીકે કામ કરે છે. તે સૂર્યના હાનિકારક કિરણોને ત્વચામાં પ્રવેશતા અટકાવે છે. જેથી આ કિરણો અંદર ન જઈ શકે અને આંતરિક કોષોને નુકસાન ન પહોંચાડી શકે પરંતુ, તમારી ત્વચામાં મેલેનિનની માત્રા વધારવાથી ત્વચાનો રંગ પણ કાળો બની જાય છે. જો કે, આ રંગથી ગભરાવાની જરૂર નથી. તે થોડા દિવસોમાં ઠીક થઈ જાય છે.

જો તમે ઇચ્છો છો કે, તમારી ત્વચા તમારી જાતને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવવા માટે તમારી કુદરતી છત્રી ના ખોલે એટલે કે જો તમારે મેલેનિનનો ઉપયોગ ન કરવો હોય તો સનસ્ક્રીનનો ઉપયોગ કરવો વધુ સારું છે. ઓછામા ઓછી ૨૦ મિનિટ પહેલા તમારી ત્વચા પર સનસ્ક્રીન લગાવો અને પછી ગોગલ્સ પહેરીને નિર્ભયપણે સૂર્ય કિરણોનો સામનો કરો. ફક્ત ધ્યાનમાં રાખો કે સનસ્ક્રીનની અસર ફક્ત ૨ કલાક સુધી રહે છે. તેથી દર બે કલાકમાં તમારે ફરીથી સનસ્ક્રીન લગાવવું પડશે.
અમે ઘણીવાર તમને યોગ્ય એસ.પી.એફ. એટલે કે સૂર્ય સંરક્ષણ ફોર્મ્યુલા પસંદ કરવાનું કહીએ છીએ. બજારમાં તમને એસપીએફ-૧૫, એસપીએફ-૩૦ અને એસપીએફ-૫૦ સનસ્ક્રીન મળે છે. આમાથી કોઈપણ સનસ્ક્રીનનો તમે ઉપયોગ કરી શકો. દર બે કલાકમા તમારે ફરીથી સનસ્ક્રીન લગાવવુ પડશે.

કારણકે, એસપીએફ-૧૫ તમારી ત્વચાને ૯૩ ટકા સુધી સૂર્યકિરણોથી બચાવે છે. જ્યારે એસપીએફ-૩૦ આ સુરક્ષા ૯૭ ટકા સુધી આપે છે અને એસપીએફ-૫૦ તમને ૯૮ ટકા સુધીનું આ રક્ષણ આપે છે. એસ.પી.એફ.મા વધારો એ સુરક્ષાની ટકાવારી વધે છે. તેની અસર લાંબી રહેતી નથી પરંતુ, તે થોડા સમય માટે સૂર્ય કિરણોથી તમારુ રક્ષણ કરી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "તમારો સાથી છે મેલેનીન, તેનાથી ગભરાવો નહી પરંતુ આ રીતે કરો પોતાની સારસંભાળ…"
ટિપ્પણી પોસ્ટ કરો