ફાટેલી નોટને આ રીતે તમે બદલી શકો છો બેન્કમાં, જાણો કેટલું મળશે વળતર
શું તમારી પાસે કોઈ એવી ચલણી નોટ છે જે ફાટી ગઈ હોય અને ઘરમાં પડી રહેતી હોય ? તેવામાં જો તમારી પાસે આ નોટના કટકા પડ્યા હોય તો તેમને તેમાંથી વળતર મળી શકે છે. આરબીઆઈની ગાઈડલાઈન અનુસાર આવી નોટ કોઈપણ બેન્કમાં જઈ બદલી શકાય છે. ફાટેલી નોટના બદલામાં તમને તેનું વળતર ચુકવવામાં પણ આવશે.

રિઝર્વ બેન્ક ઓફ ઈંડિયા દ્વારા વર્ષ 2009માં જ ફાટેલી નોટ બદલવાના નિયમમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. આ નિયમ અનુસાર ફાટેલી નોટ કેવી સ્થિતિમાં છે, તેના કેટલા ભાગ વ્યક્તિ પાસે છે તે તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને નોટને બદલે રીફંડ આપવામાં આવશે.

આ નિયમ દેશભરની બેન્કોને લાગુ પડશે. દેશભરમાં કાર્યરત રિઝર્વ બેન્કની ઓફિસ અને અન્ય નિયુક્ત કરેલી બેન્ક શાખાઓએ ખામીયુક્ત નોટને બદલી શકાય છે. એટલે કે જો હવે તમારી પાસે ડેમેજ થયેલી નોટ ઘર જમાઈ થઈ પડી રહી છે તો તેને બદલાવી શકો છો. આ કામ કેવી રીતે કરવું તે પ્રશ્ન હોય તો તેનું પણ નિરાકરણ અહીં દર્શાવવામાં આવ્યું છે.

સૌથી પહેલા તમારી પાસે જે ફાટેલી નોટ હોય તો તેને અથવા જો તેના ટુકડા થઈ ગયા હોય તો તેના દરેક ટુકડાને લઈ નજીકની બેન્ક શાખાએ જવું. જો અહીં જણાવી દઈએ કે આ કામગીરી માટે કેટલીક બેન્કને નિયુક્ત કરવામાં આવી છે ત્યાં જ આ કામ થઈ શકશે. એટલે જે બેન્કમાં આ સુવિધા હશે ત્યાં તેના વિશે માહિતી આપતું બોર્ડ પણ લગાવેલું હશે.
જે બેન્ક આ સુવિધા આપતી હશે ત્યાં તમારે નોટ આપવાની રહેશે. આરબીઆઈનો નિયમ એવો છે કે રૂપિયા 2000ની નોટ હોય તો તેનો 88 વર્ગ સેન્ટિમીટર ભાગ હશે તો તેના પુરા પૈસા પરત મળશે. જો તે નોટનો 44 વર્ગ સેન્ટિમીટર ભાગ ગ્રાહક પાસે હશે તો તેના અડધા જ પૈસા પરત મળશે. જો કે અહીં મહત્વનું તો એ છે કે જે ફાટેલી નોટ નકામી થઈ ગઈ છે તેના અડધા પૈસા પણ તમને મળી શકે છે.

લોકો માટે એ જાણવું પણ જરૂરી છે કે આ પ્રોસેસ માટે કોઈપણ પ્રકારની ફી આપવાની હોતી નથી. બેન્ક ફ્રીમાં જ તમારી નોટને બદલી આપશે. અત્રે જણાવી દઈએ કે બેન્ક એવી નોટ બદલવાની ના કહી શકે છે જે સંપૂર્ણપણે નાશ પામી હોય જેમકે સળગેલી હાલતમાં હોય તેવી નોટ ઉપરાંત જો બેન્કને લાગે કે તે નોટને કોઈએ જાણીજોઈને ફાળી છે તો તેને બદલી આપવામાં આવશે નહીં.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ફાટેલી નોટને આ રીતે તમે બદલી શકો છો બેન્કમાં, જાણો કેટલું મળશે વળતર"
ટિપ્પણી પોસ્ટ કરો