જાણો કોરોનાની રસી લીધા બાદ તમે શું કરી શકશો અને શું નહિં, જાણવું ખાસ જરૂરી, નહિં તો પાછળથી થશે મોટી ઉપાધિ
મિત્રો, કોરોના વાયરસને રોકવા માટે આ રસી સમગ્ર વિશ્વમા આપવામાં આવી રહી છે પરંતુ, હજુ મોટી સંખ્યામાં લોકોને રસી આપવામાં આવી નથી. જો કે, હજુ પણ અમુક લોકોના મનમાં આ પ્રશ્નો રહે છે કે, શું આ રસી આ જીવલેણ વાયરસ સામે સંપૂર્ણ રક્ષણ આપી શકે છે? તો જેમને રસી આપવામાં આવી છે તેમના મનમાં ઘણી મૂંઝવણ છે, શું તેઓ રસી લીધા પછી પહેલાની જેમ જીવી શકે છે?

શું તે પહેલાની જેમ તેમના પ્રિયજનોને મળી શકે છે? માસ્ક વિના ઘરની બહાર જઈ શકે છે? દેશ-વિદેશની યાત્રા કરી શકે છે? ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ અનુસાર આ મૂંઝવણોને દૂર કરવા માટે સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા એક નવી માર્ગદર્શિકા જારી કરવામા આવી છે, જે અંગેની માહિતી તમને પણ હોવી અત્યંત આવશ્યક છે, ચાલો જાણીએ.

કોવિડ રસી તમને કોરોના વાયરસથી સંપૂર્ણપણે સુરક્ષિત રાખે છે કે, કેમ તેનુ પરીક્ષણ કરવાનું બાકી છે. ભૂતકાળમા રસી દાખલ થયા પછી તમને અનેકવિધ પ્રકારની આડઅસરો અને પ્રતિક્રિયાઓ જોવા મળી શકે છે, ત્યારે આ રસી કેટલી અસરકારક છે તે અંગે જાણવુ અત્યંત આવશ્યક છે.

જોકે, રસી દાખલ થયા પછી, વિશ્વ સલામત ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે તેવું કહી શકાય છે, કારણ કે જેમને રસી આપવામાં આવી હતી તેમાં આડઅસરો અને પ્રતિક્રિયાના કિસ્સાઓ ભાગ્યે જ નોંધાતા હતા. જે લોકો રસીકરણ કરાવી ચૂક્યા છે, તે લોકો હાલ ખુબ જ સરળતાથી પોતાના સામાન્ય જીવનમા પાછા ફર્યા છે પરંતુ, જો તમે તે લોકોને મળો છો જેમણે હજી સુધી રસીકરણ કર્યુ નથી તો તમારે તેમની સાથે પણ અંતર રાખવુ પડશે.

આ સિવાય તમારે માસ્ક પણ પહેરવા પડશે. જો તમે કોઈ એવી વ્યક્તિને મળો છો જે આ દરમિયાન કોવિડ પોઝિટિવ હોય, તો તમારે કવોરેન્ટાઇન થઇને કોવિડ ટેસ્ટ કરવાની જરૂર નથી. પરંતુ, જો તમારામા પણ કોરોનાના લક્ષણો જોવા મળે તો તમારે પણ કવોરેન્ટાઇન થવાની અને કોવિડ ટેસ્ટ કરવાની જરૂર પડશે.

સી.ડી.સી. ના જણાવ્યા અનુસાર, જે વ્યક્તિને રસી આપવામાં આવી છે તેને રેસ્ટોરન્ટ, બાર, જીમ જેવા જાહેર સ્થળોએ ચેપ લાગે તેવી શક્યતા ઓછી છે પરંતુ, જે લોકોને રસી મળી ચુકી છે તેમણે પણ ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ અને જો તેમને જવું પડે તો માસ્ક પહેરવા જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "જાણો કોરોનાની રસી લીધા બાદ તમે શું કરી શકશો અને શું નહિં, જાણવું ખાસ જરૂરી, નહિં તો પાછળથી થશે મોટી ઉપાધિ"
ટિપ્પણી પોસ્ટ કરો