Spring Season 2021: આજથી દિવસ થશે મોટો અને રાત થશે નાની, જાણો શા કારણે થશે આવું
વસંતની સીઝનની શરૂઆત થઈ ચૂકી છે. વસંતનો આનંદ સૌ કોઈ માણે છે. આ સીઝનમાં તાપમાનમાં ઘટાડો થાય છે. આ સાથે દરેક જગ્યાએ ખીલેલા વૃક્ષો અને સાથે ફૂલોના કારણે હરિયાળી અને કલરફૂલ દૃશ્યો જોવા મળે છે. વસંત ઋતુના આગમન પર લોકો વસંત પંચમીનો તહેવાર ઉજવે છે અને સાથે ખુશીઓ ફેલાવે છે. વસંત આવતા જ શિયાળાનો અંત આવે છે.
પૌરાણિક મહત્વ

અનેક કથાઓ અનુસાર વસંતને કામદેવનો પુત્ર માનવામાં આવે છે. કવિદેવે વસંતનું વર્ણન કરતા રહ્યું કે રૂપ અને સૌંદર્યના દેવતા કામદેવના ઘરે પુત્રના સમાચારથી પ્રકૃતિ ઝૂમી હતી અને ફૂલના વસ્ત્ર પહેરાવાયા હતા. આ સાથે કોયલ તેને ગીત સંભળાવતી હતી. ભગવાન કૃષ્ણએ હીતામાં કહ્યું છે કે ઋતુઓમાં હું વસંત છું.

21 માર્ચથી એટલે કે આજથી દિવસ મોટો અને રાત નાની રહેશે. સૂર્યદેવ આજથી ઉત્તરી ગોળાર્ધમાં પ્રવેશ કરશે. વસંતની સીઝનનો આરંભ સર્ચ એન્જિન ગૂગલના એક ડૂડલે પણ સમર્પિત કર્યો છે. વસંતની સીઝન 21 જૂન સુધી રહે છે. વસંતની સીઝનને ઉમંગ અને ઉલ્લાસની સીઝન કહેવાય છે. આ સીઝનમાં પ્રકૃતિની અદા સૌને આકર્ષિત કરે છે. આ સાથે આ સીઝનમાં રંગનો તહેવાર હોળી પણ ઉજવવામાં આવે છે.
વસંત ઋતુને હિંદુ ધર્મમાં મહત્વનો માનવામાં આવે છે. વસંતમાં સરસોનો પાક ભરપીર થાય છે. જંગલમાં પલાશના ફૂલોની લાલિમા ચાદરની જેમ પથરાઈ જાય છે. ભારતીય પંચાંગ અનુસાર વસંત ઋતુની શરૂઆત વસંત પંચમીની સાથે થતી હોય છે. પરંતુ દુનિયામાં તેની શરૂઆત અને પ્રકૃતિની છટા જોવા મળી જાય છે.
ગરમીની થાય છે શરૂઆત

વસંત ઋતુના આગમનની સાથે જ ગરમીનો અહેસાસ પણ થવા લાગે છે. પંચાંગ અનુસાર 21 માર્ચે દિવસ અને રાત લગભગ એકસરખા હોય છે. 21 માર્ચે સૂર્ય સવારે 6.24 મિનિટે ઉગશે થશે અને સૂર્યાસ્ત સાંજે 6.32 મિનિટે થશે. વસંત ઋતુમાં ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી મનને શાંતિ અને સકારાત્મક ઉર્જા મળે છે. વસંત ઋતુમાં અનુશાસિત શૈલીને અપનાવવી જરૂરી છે.
સૂર્ય ભૂમધ્ય રેખા પર રહેશે

પંચાંગ અનુસાર 21 માર્ચે સૂર્ય ભૂમધ્ય રેખા પર રહેશે. જેના કારણે દિવસ અને રાત સમાન રહે છે. સૂર્યના ઉત્તરી ગોળાર્ધમાં આવવાથી ભારતમાં દિવસ અને રાતનો સમય સરખો રહે છે. અને ત્યારબાદ રાત નાની અને દિવસ મોટો થવા લાગે છે.
0 Response to "Spring Season 2021: આજથી દિવસ થશે મોટો અને રાત થશે નાની, જાણો શા કારણે થશે આવું"
ટિપ્પણી પોસ્ટ કરો