વધી રહ્યો છે કોરોના એરબોન વાયરસ, બાળકોને એના સકંજામાંથી બચાવવા આટલી વાતોનું રાખો ખાસ ધ્યાન.
ચિંતાજનક વાત એ છે કે કોરોનાની આ બીજી લહેરમાં હવે બાળકો પણ મોટા પ્રમાણમાં કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. તો બીજી બાજુ બાળકોને કોરોના સંક્રમણથી બચવા હજી સુધી રસી આપવા અંગે નિર્ણય લેવાયો નથી. ત્યારે બાળકોને કોરોનાના સંક્રમણથી બચાવવા માટે ઘરમાં લોક કરવા જરૂરી બની ગયું છે એવું બાળરોગનાં નિષ્ણાત માની રહ્યાં છે.
નિષ્ણાતનું માનવુ છે કે ઘરમાં બાળકોને સાચવવું જોઈએ જોઈએ અને ઘરની બહાર જતા ઘરના સભ્યોથી બાળકોને દૂર રાખવાં જોઈએ, જેને કારણે તેમને સંક્રમણથી બચાવી શકાય.

બાળરોગનાં નિષ્ણાતે જણાવ્યું હતું કે હાલ કોરોનાની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે, સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે એવામાં બાળકોને કોરોના ન થાય એ માટે તેમને ઘરમાં જ રાખવાં એ એક માત્ર ઉપાય છે.
તેમને આગળ કહ્યું છે કે બાળકોને સાચવવાની જવાબદારી તેમનાં માતા-પિતાની છે, એટલે તેમણે બાળકને ક્યાંય બહાર લઈને નીકળવા દેવું જોઈએ નહીં. કેટલાંક બાળકોને માતા-પિતા સોસાયટીમાં કે ફ્લેટમાં નીચે રમવા માટે મોકલી આપે છે, જે બાળકો માટે ખૂબ જ જોખમી છે, કારણ કે અત્યારે એરબોન વાયરસ છે, એટલે કે હવામાં વાયરસ ફેલાઇ ગયો છે, એટલે ક્યાંક કોઈ વ્યક્તિ છીંક ખાય તો એ વાયરસ ત્યાં હોય એનો ખ્યાલ ન આવે.

આ ઉપરાંત ઘરના લોકોએ પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે અત્યારે લોકડાઉન નથી, જેને કારણે લોકો ઘરની બહાર આવતા-જતા હોય છે, જેનાથી પણ સંક્રમિત થઈ શકે છે. ઘરનું કોઈપણ સભ્ય બહારથી આવે એટલે તરત હાથ ધોવા, નાહી લેવું તેમજ કપડાં અલગ તારવી દેવાં જરૂરી છે.
આ ઉપરાંત નિષ્ણાતનું કહેવું છે કે હાલ જે પરિસ્થિતિ છે એમ બાળકોને ઘરમાં જ રાખવાંમાં આવે એ જ હિતાવહ છે. જે બાળક માસ્ક પહેરે છે તેને પહેરાવી રાખવું જોઈએ, જેથી સંક્રમણથી બચી શકે અને ખાસ કરીને ફ્લેટ કે સોસાયટીમાં રમવા ન મોકલવાં જોઈએ. .

નિષ્ણાતોએ સલાહ આપી છે કે બાળકોને બહાર ન મોકલતા ઘરમાં ઇન્ડોર એક્ટિવિટી કરાવવી જોઈએ, જેને કારણે બાળકો ઘરમાં બેસી રહે. માતા-પિતાએ પણ બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું જોઈએ.
આ ઉપરાંત શોપિંગ કરવા માટે કે કોઈના ઘરે બાળકને લઈને જવા અત્યારે હિતાવહ નથી, જેથી બાળકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
0 Response to "વધી રહ્યો છે કોરોના એરબોન વાયરસ, બાળકોને એના સકંજામાંથી બચાવવા આટલી વાતોનું રાખો ખાસ ધ્યાન."
ટિપ્પણી પોસ્ટ કરો