ના હોય, ફ્લાઈટમાં યુવકના પગ પર પડી ચા, કોર્ટે દંડ રૂપે અપાવી એટલી રકમ કે જાણીને ચોંકી જશો

હાલમાં આયર્લેન્ડમાં એક કિસ્સો બન્યો છે. અહીં એક યુવકની સાથે 4 વર્ષ પહેલા ફ્લાઈટમાં એક ઘટના બની હતી. આ પછી આ યુવકની માતાએ એર લાઈન્સ પર કેસ કરી દીધો હતો અને હવે આ કેસમાં કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે અને એર લાઈન્સને પણ ખાસ આદેશ આપ્યા છે. આ આદેશમાં કોર્ટે કહ્યું છે કે આ યુવકને જે નુકસાન થયું છે તેના માટે એર લાઈન્સ તેને ભારે રકમ આપે.

આવી છે ઘટના

image source

આયર્લેન્ડમાં રહેતા એમરે કરાક્યાની સાથે ડુબલિનથી ઈસ્તાનબુલ જનારી ફ્લાઈટમાં એક દુર્ઘટના બની હતી. વોટરફોર્ડ શહેરમાં રહેતા એમરેએ દાવો કર્યો છે કે તેના જમણા પગ પર કેબિન ક્રૂની એક સભ્યએ ઉકળતી ચા ઢોળી હતી. જેના કારણે તેના પગ પર ડાઘ થઈ ગયા હતા.

ચાર વર્ષ પહેલા બની હતી ઘટના

image source

ચાર વર્ષ પહેલા આ ઘટના બની ત્યારે એમરેની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી અને તેને અનેક દિવસો સુધી દર્દનો સામનો કરવો પડ્યો. આ ઘટના સમયે જ એમરેની ઉંમર 13 વર્ષની હતી. જ્યારે આ યુવકની માતાને આ વિશે ખ્યાલ આવ્યો તો તેને ટર્કિશ એર લાઈન્સ પર કેસ કરી દીધો.

એમરેની માતાએ કહ્યું આવું

image source

એમરેની માતાએ કહ્યું કે તેનો દીકરો આ ઘટનામાં ઘણો ગંભીર માનસિક અને શઆરીરીક રીતે સફર થયો છે. તેઓએ કોર્ટને કહ્યું કે એમરેના પગ પર ચા ઢોળાવવાથી તે ગંભીર રીતે દાઝ્યો હતો અને તેના ઘા ભરવામાં પણ 3-4 અઠવાડિયાનો સમય લાગી ચૂક્યો હતો. જો કે આ સમયે પણ તેના પગ પર તેના ડાઘ રહી ગયા છે.

image source

એમરેની માતાએ કોર્ટને કહ્યું કે તેની સ્થિતિ એટલી ગંભીર હતી કે મારે મારા નાના દીકરાને પ્લાસ્ટિક અને રિકન્સ્ટ્રક્ટિવ સર્જનની પાસે લઈ જવો પડ્યો હતો. ડોક્ટરે તેમને કહ્યું કે એમરેના પગ પર પર્મેનન્ટ ડાઘ બની રહ્યો છે. આ કેસ પર તમામ પાસાને તપાસ્યા બાદ હાઈકોર્ટના જજે એર લાઈન્સને ખાસ આદેશ આપ્યા છે. આ સાથે જજે ટર્કિશ એર લાઈન્સને એમરેની ઈંજરીને માટે દંડ રૂપે તેને 56 હજાર પાઉન્ડની રકમ એટલે કે ભારતીય કરન્સી મુજબ 58 લાખ રૂપિયા આપવાનો આદેશ કર્યો છે. 4 વર્ષ બાદ પણ આ કેસનું રીઝલ્ટ આવ્યું અને શક્ય છે તેનાથી એમરેના શરીર પરના ડાઘ પણ ગાયબ થશે.

Related Posts

0 Response to "ના હોય, ફ્લાઈટમાં યુવકના પગ પર પડી ચા, કોર્ટે દંડ રૂપે અપાવી એટલી રકમ કે જાણીને ચોંકી જશો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel