સુરત થઈ રહ્યું છે ખાલી, ઉધોગકારોએ માંગ કરી કે આવું કરો તો જ લોકો વતન તરફ જતાં અટકશે, જાણો પુરી માહિતી
વિશ્વભરમાં ફરી એક વખત કોરોને દસ્તક દીધી છે. આ સાથે ભારતમાં પણ કોરોનાના નવા કેસોમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે. મુંબઈની જેમ સુરતમાં પણ કોરોનાના કેસોનું પ્રમાણ ખૂબ જ વધારે નોંધાયું છે. સુરતમાં આ રીતે કોરોના કેસોમાં સફાળો વધારો થવાનાં કારણોસર કેન્દ્ર સરકારની 12 સભ્યોની ટીમ સુરત આવી પહોચી હોવાની માહિતી મળી રહી છે. આ ટીમ દ્વારા સુરતનાં હાલનાં સંજોગો પ્રત્યેની સમીક્ષા કરવામાં આવશે અને રિપોર્ટ તૈયાર કરીને જમીની હકીકત વિશે કેન્દ્ર સરકારને માહિતગાર કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ આ ટીમે સુરતનાં પાંડેસરામાં વિસ્તારમાં આવેલી કાપડની મિલોની મુલાકાત કરી હતી. આ સમયે ત્યાનાં લોકોએ કહ્યું હતું કે ત્યાં કામ કરી રહેલા જે લોકોની ઉમર 18 વર્ષથી વધુ છે તેવા બધાં લોકોને કોરોના વાયરસની રસીનું ઇંજેક્શન વહેલી તકે આપી દે.

જો કે આ દિવસોમાં મનપા દ્વારા જારી કરેલી ગાઈડલાઇન અનુસાર શહેરમાં જે લોકોની ઉમર 45 વર્ષથી વધુ છે તેવા લોકોને વેક્સિન આપવામાં આવે. લોકો દ્વારા થયેલી વાતચીત પરથી જાણવા મળ્યું હતું કે હાલમાં લોકોમાં ભય છે કે જેમની ઉમર 45 વર્ષથી ઓછી છે તેમને કોરોનાનો ચેપ લાગવાની શક્યતા છે.

જાણવા મળ્યું હતું કે લોકોમાં હવે કોરોનાનાં ચેપને લઈને એટલો બધો ભય છે કે તેઓ પોતાના વતન તરફ પાછા ફરવા લાગ્યાં છે. આથી જ્યારે કેન્દ્રની ટીમ લોકો વચ્ચે પહોચી હતી ત્યારે લોકોએ તેમને જે 45થી નીચેની ઉમરના છે તે બધાને કોરોના વાઈરસનું ઇન્જેક્શન આપવા માટે આપીલ કરવામાં આવી હતી. કેન્દ્રની આ ટીમ ગુરુવારે જ્યારે પાંડેસરા પહોચી ત્યારે તેણે કાપડની આ મિલોમાં કામ કરતાં લોકોનીં લાઇફસ્ટાઇલ વિશે પણ જાણકારી મેળવી હતી.

ત્યાનાં એક કાપડા ઉધોગકાર સંજય સરાવગીએ સરકાર સમક્ષ આ માટે આપીલ પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે ટેક્સટાઇલના દરેક સેક્ટરમાં જુદા જુદા વયના લોકો કામ કરી રહ્યાં છે. આ ઉપરાંત તેઓ એક જ રૂમમાં એકસાથે મોટી સંખ્યામાં રહેતા હોય છે જેથી આવી સ્થિતિમાં ચેપનો ભય વધુ રહે છે. વિવરસ અગ્રણી મયુર ગોલવાલા અને રસિક કોટિડીયાએ આ અંગે કહ્યું હતું કે અહીના લોકોમાં કેટલાક દિવસોથી કોરોનાનાં ચેપ લાગવાવનો ભય છે અને તેઓએ હવે પોતાના વતન તરફ પાછા ફરવાનું પણ શરૂ કરી દીધું છે. હવે મજૂરો ન હોવાના કારણે તેઓને કાપડનાં કારખાનામાં એક શિફ્ટમાં કામ ચલાવવું પડી રહ્યું છે.
0 Response to "સુરત થઈ રહ્યું છે ખાલી, ઉધોગકારોએ માંગ કરી કે આવું કરો તો જ લોકો વતન તરફ જતાં અટકશે, જાણો પુરી માહિતી"
ટિપ્પણી પોસ્ટ કરો