કોરોનાની બીજી લહેરે તો બધાની હવા ટાઈટ કરી નાખી, દેશમાં વાગ્યા ફરી લોકડાઉનના ભણકારા, પરિસ્થિતિ થથરાવી મૂકશે
વિશ્વભરમાં કોરોનાએ ફરી એકવાર મહામારી ફેલાવી છે. બદલાયેલા લક્ષણો સાથે કોરોનાએ કમબેક કર્યું છે. કોરોના કેસ સતત વધી રહ્યા છે. કોરોના ફરી એકવાર લોકોને ડરાવી મૂક્યાં છે. આ સાથે તેની અસર દેશના અર્થતંત્ર પર ઘાતક બની રહી છે. બીજી લહેર એટલી બધી ઘાતક છે કે ફરી એકવાર લોકડાઉન કરવાની હાલત થઈ છે. ટુંક સમયમાં જ લોકડાઉન જેવી બાબતો ફરીથી જોવા મળી તેવી પૂરી સંભાવના છે. ગયા વર્ષેની તુલનામાં આ વર્ષે કોરોના ચેપ ડબલ તેજીથી ફેલાઈ રહ્યો છે.

મળતી માહિતી મુજબ નાઇટ કર્ફ્યુ અને લોકડાઉનના ડરથી લોકો ફરીથી પોતાનાં વતન તરફ પાછા ભાગવા લાગ્યા છે. આ સાથે વાત કરવામાં આવે બજારની તો કરિયાણાની દુકાનો, હોટલો, રેસ્ટોરાં, ભોજન સમારંભો તેમજ પર્યટન પર તેની સીધી અસર થવા લાગી છે. લોકો અગાઉથી જ ચીજ વસ્તુઓનો સ્ટોક કરવાં લાગ્યાં છે કે જેથી તેમને અગાઉ લોકડાઉન સમયે જે ભાવ વધારાનો સામનો કરવો પડ્યો હતો તેવું ન બને. કોરોનાના નવા સ્ટ્રેન લઇને લોક ડાઉન અને નાઇટ કર્ફ્યુને કારણે સર્વિસ સેક્ટર પર સૌથી વધુ અસર જોવા મળી રહી છે.

જીડીપીમાં સર્વિસ સેક્ટરનું યોગદાન લગભગ 56 ટકા જેટલું છે. આમાં વિમાન, પર્યટન, આઈટી સેક્ટર, હોટલ ઉદ્યોગ જેવા વિવિધ ક્ષેત્ર અસરગ્રસ્ત પામેલાં જોવા મળે છે. મળતી માહિતી મુજબ છેલ્લા કોરોના સમયગાળામાં દેશની અર્થવ્યવસ્થા પ્રથમ ક્વાર્ટરમાં -23.9 ટકાએ પહોંચી હતી. આ પછીની પરિસ્થિતિ વિશે વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં -7.3 ટકા પાર નોંધાઈ હતી. હવે ત્રીજા ક્વાર્ટરમાં +.4 ટકા સુધી સુધારો થયો છે. આ આંકડાકીય માહિતી મુજબ બની શકે છે કે 31 મેના રોજ જીડીપીમાં જે આંકડા આવશે તે -7.3 ટકા હોય શકે છે.

હાલના કોરોના કેસોમાં જે રીતે વધારો થઈ રહ્યો છે, તેનાથી જુદા જુદા ક્ષેત્રો પર અસર થવાની શરૂઆત થઈ ગઈ છે અને આ બધાં મુદ્દા પણ જીડીપી ને અસર કરી શકે છે. જાણવા મળી રહ્યું છે કે દેશના વેપારી સંગઠને જાહેર કરેલા આંકડામાં મહારાષ્ટ્ર, પંજાબ, દિલ્હી, તામિલનાડુ, કેરળ, મધ્યપ્રદેશ, છત્તીસગ,, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાંથી લેવામાં આવ્યાં છે. જાણકારોનું આ અંગે કહેવું છે કે નાઇટ કર્ફ્યુ અથવા લોકકડાઉનને કારણે 30% ધંધો અટકી ગયો છે અને આવનારા સમયમાં પણ તે 50% થી વધુ હોઈ શકે છે.

આ સાથે જાણવા મળી રહ્યું છે કે આંદોલનમાં 18-20 ટકાનો ઘટાડો થયો છે. પર્યટન ક્ષેત્ર તો આમ પણ હજુ આ મહામારીમાં ચાલુ કરવામાં આવ્યા ન હતાં. બધી માહિતી મુજબ આખા દેશમાં હજી પણ 80-90% નું નુકસાન છે. આ અંગે પર્યટન નિષ્ણાત અનિલ કલસી સાથે થયેલી વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ભારતની અર્થવ્યવસ્થામાં ટૂર ટ્રાવેલ ઉદ્યોગનું યોગદાન 6.8% રહ્યું છે પરંતુ કોરોના સમયગાળામાં આ ક્ષેત્રમાં 90% ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં ટૂર ઓપરેટરની હાલત પણ ખરાબ થઈ ગઈ છે.
આ પરિસ્થિતિમાં ટૂર ઓપરેટર હરવિન્દર સલુજાએ જણાવ્યું હતું કે કોરોના કેસ હવે દરરોજ 1 લાખ 1.5 લાખનો આંકડો પાર કરી રહ્યો છે. રસી લોકો માટે મહત્વપૂર્ણ છે પરંતુ એવું લાગે છે કે અર્થવ્યવસ્થાને પણ રસીની જરૂર પડશે કારણ કે દેશનાં લગભગ બધા ક્ષેત્રની હાલત અત્યારે ખુબ જ ખરાબ દેખાઈ રહી છે. હવે આવનારા સમયમાં જોવાનું રહ્યું કે દેશની જીડીપી ક્યાં સુધી પહોંચીને અટકી જાય છે અને અર્થતંત્ર પર આવનારા સમયમાં શું શું અસર થાય છે.
0 Response to "કોરોનાની બીજી લહેરે તો બધાની હવા ટાઈટ કરી નાખી, દેશમાં વાગ્યા ફરી લોકડાઉનના ભણકારા, પરિસ્થિતિ થથરાવી મૂકશે"
ટિપ્પણી પોસ્ટ કરો