આ ગુજરાતી બાનો જુસ્સો જોઇને તમે પણ કોરોનાને ભૂલી જશો…મજબૂત મનોબળના આ બા ઓક્સિજન માસ્ક સાથે ઝુમ્યા બેડ પર, જોઇ લો મસ્ત વિડીયો
ભજનિક હેમંત ચૌહાણે શેર કર્યો વિડીયો,ઓક્સિજન માસ્ક સાથે ગુજરાતી બા બેડ પર ઝૂમ્યાં,
કોરોનાની બીજી લહેરે ગુજરાતમાં પોતાની પકડ મજબૂત કરી છે. દિવસેને દિવસે કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો નાસીપાસ થઈ રહ્યા છે એવામાં કોરોના મહામારી વચ્ચે ગુજરાતની કોવિડ હૉસ્પિટલનો એક વીડિયો વાઇરલ થયો છે.

આ વાયરલ વીડિયોમાં એક મહિલા દર્દી દર્શન દેજો રે બાપા ગીત પર ઝૂમી રહ્યાં છે. આ દર્દીએ મોં પર ઓક્સિજન માસ્ક લગાવેલું હોવા છતાં તેઓ આગવા અંદાજમાં બેડ પર ઝૂમી રહ્યાં છે. અને તેમની સાથે ડૉક્ટર અને સ્ટાફ પણ ઝૂમી રહ્યો છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે ડૉક્ટર મહિલા દર્દીનો જુસ્સો વધારી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે જાણીતા ગાયક અને ભજનિક હેમંત ચૌહાણે આ વીડિયો શૅર કર્યો છે. વીડિયો શૅર કરતાં તેમણે લખ્યું છે કે જેમ ડૉક્ટરને તેની દવાથી સાજા થયેલા દર્દીને જોઈને આનંદ થાય એવો જ આનંદ મારા ગવાયેલા ગીત પર પીડા ભૂલેલા આ માડી અને ઈશ્વર રૂપી મેડિકલ સ્ટાફને જોઈને થાય છે.
એક તરફ કોરોનાના દર્દીઓથી તેમના સ્વજનોએ પણ દૂર રહેવું પડે છે. ત્યારે બીજી તરફ આ તબીબો અને હોસ્પિટલનો સ્ટાફ આ દર્દીઓની પોતાના સ્વજનોની જેમ સેવા કરી રહ્યો છે. દર્દીઓ પણ મોબાઈલમાં આ વીડિયો ઉતારીને પોતાના સ્વજનોને મોકલી રહ્યાં છે. આ બધું જોઈને લાગે છે કે હજી માનવતા મરી નથી પરવારી.
બીજી બાજુ કોરોના સંક્રમણ વધતું રહ્યું છે. એપ્રિલ મહિનામાં શરુ થયેલ કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર અમદાવાદ શહેર માટે ઘાતક સાબિત થઈ રહી છે. કોરોના વાયરસની પહેલી લહેર દરમિયાન સૌથી વધારે દૈનિક કેસ તા. ૨૧ નવેમ્બર, ૨૦૨૦ના રોજ ૩૫૪ કેસ નવા કેસ નોંધવામાં આવ્યા હતા ત્યાં જ હવે બીજી લહેરમાં ગઈકાલના રોજ શનિવારના દિવસે ૫૬૧૭ નવા કેસ નોંધવામાં આવ્યા છે જે પહેલી લહેરના દૈનિક સૌથી વધારે કેસની તુલનાએ ૧૬ ગણા વધારે છે.

એપ્રિલ મહિનાના ૨૪ દિવસમાં જ ૫૮ હજાર કરતા વધારે કેસ.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના વાયરસના સંક્રમણથી અન્ય ૨૫ દર્દીઓના મૃત્યુ પણ થઈ ગયા હતા. અમદાવાદ શહેરમાં કોરોના વાયરસ સંક્રમણનો પહેલો કેસ નોંધાયાને ૧૩ મહિના કરતા વધારે સમયમાં જ કુલ ૧,૨૭,૭૦૮ કેસ સામે આવ્યા છે. તેમાંથી એપ્રિલ મહિનાના ૨૪ દિવસમાં જ ૫૮,૯૧૨ કેસ એટલે કે, કુલ કેસના ૪૬% કેસ નોંધવામાં આવ્યા છે.
લાંબા સમયગાળા બાદ અલગ અલગ હોસ્પિટલો માંથી ૧૫૮૫ દર્દીઓને રજા આપી દેવામાં આવી હતી. આજ રોજ પણ અમદાવાદ શહેરમાં અંદાજીત ૪૦ હજાર સક્રિય કેસ છે. પ્રાઈવેટ હોસ્પિટલ્સમાં ૫ આઈસીયુ અને ૫ વેન્ટીલેટર બેડ ખાલી છે. આ દરમિયાન આઈઆઈએમમાં મ્યુનિસિપલ દ્વારા શનિવારના રોજ વધારે ૧૦૪ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી ૧૫ વ્યક્તિઓના રીપોર્ટ પોઝેટીવ આવ્યા હતા. આમ સંસ્થામાં પોઝેટીવ કેસનો કુલ આંકડો ૪૦૨ સુધી પહોચી ગયો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "આ ગુજરાતી બાનો જુસ્સો જોઇને તમે પણ કોરોનાને ભૂલી જશો…મજબૂત મનોબળના આ બા ઓક્સિજન માસ્ક સાથે ઝુમ્યા બેડ પર, જોઇ લો મસ્ત વિડીયો"
ટિપ્પણી પોસ્ટ કરો