જીરા પાણીનુ સેવન ખુબ જ છે લાભદાયી, આપે છે અનેકવિધ બીમારીઓ સામે રાહત…

મિત્રો, જીરુ એ આપણા રસોઈઘરમા સૌથી મહત્વપૂર્ણ મસાલો છે. જીરા વિના કોઈપણ વાનગી સ્વાદિષ્ટ બની શકતી નથી. આ મસાલામા અનેકવિધ પ્રકારના પોષકતત્વો સમાવિષ્ટ હોય છે, જે આપણા શરીરમા પ્રવર્તતી અનેકવિધ બીમારીઓ સામે રાહત આપે છે.
સૌથી પહેલા તો એક પાત્રમા એક ગ્લાસ પાણીને ગ્રામ કરવા માટે મુકો. ત્યારબાદ આ પાણીમા જીરુ ઉમેરી તેને થોડા સમય માટે ઉકળવા માટે રાખી દો. આ પાણી ૧/૩ જેટલુ ના રહે ત્યા સુધી તેને ઉકાળો. તે ઉકળી જાય એટલે ત્યાર પછી તેમા અડધી ચમચી સફરજનનો સરકો અને મધ મિક્સ કરીને તેનુ સેવન વહેલી સવારે ભૂખ્યા પેટે કરો. આ ઉપાય અજમાવવાથી તમને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા અનેકવિધ લાભ મળી શકે છે, તો ચાલો જાણીએ.
આ જીરામા પુષ્કળ માત્રામા ફાઈબર સમાવિષ્ટ હોય છે, જે તમારી પાચકશક્તિને મજબુત બનાવે છે અને ભોજનનુ યોગ્ય રીતે પાચન કરવામા પણ સહાયરૂપ થાય છે. જો તમે ગેસ, કબજિયાત અને એસિડિટીની સમસ્યાથી પીડાતા હોવ તો તેના નિદાન માટે પણ જીરાનુ સેવન ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.
જીરુ એ આપણી આંખોની નબળાઇને દૂર કરવા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. તે આપણી આંખોનો તેજ વધારે છે અને આપણી આંખો પરના ચશ્માને દૂર કરે છે. જો તમને આંખો સાથે સંકળાયેલ કોઈ સમસ્યા હોય તો આ જીરા પાણીનુ સેવન તમારા માટે ખુબ જ લાભદાયી શકે છે
0 Response to "જીરા પાણીનુ સેવન ખુબ જ છે લાભદાયી, આપે છે અનેકવિધ બીમારીઓ સામે રાહત…"
ટિપ્પણી પોસ્ટ કરો