OMG: વરરાજાની માતા લગ્ન મંડપમાં દુલ્હનનો હાથ જોઈને રડવા લાગી જોર જોરથી, અને પછી જે થયું તે…
દરેક દેશમાં લગ્નને લઈને અનેક માન્યતા અને રિત રિવાજો છે. અમુક સમાજમાં મામા-ફોઈના સંતાનો માં પણ લગ્ન થાય છે તો ક્યાંક માસીના સંતાનો સાથે પણ લગ્નનો રિવાજ છે. પરંતુ આજે અમે તમને જે ઘટના વિશે જણાવીશું તેને જાણીને તમારૂ મજગ ચકરે ચઢી જશે. જો કોઈ વરરાજા તેની જાન લઈને દુલ્હનના ઘરે પહોંચે અને તેને ખબર પડે કે દુલ્હન તેની સગી બહેન છે, તો આ લગ્ન કદાચ રોકી દેવામાં આવે. જો કે ચીનમાં આવું ન બન્યું અને બંને ભાઈ-બહેનનાં લગ્ન થયાં હતાં. હકીકતમાં, લગ્નના થોડા સમય પહેલાં જ વરરાજાને ખબર પડી કે બંને ભાઈ-બહેન છે.
આ સમય દરમિયાન લોકો પરેશાન થયા કે શું થયું?

ચીનના જિઆનગ્સુ પ્રાંતના સોઝહુ વિસ્તારમાં 31 માર્ચે લગ્ન હતાં. લગ્નની તમામ તૈયારીઓ ચાલુ હતી અને વરરાજા જાન લઈને દુલ્હનના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન વરરાજાની માતાએ દુલ્હનનો હાથ જોયો અને તે રડવા લાગી. આ સમય દરમિયાન લોકો પરેશાન થયા કે શું થયું? કારણ પૂછતાં જાણવા મળ્યું કે દુલ્હન એ વરરાજાની સગી બહેન છે.
આ વાત સાંભળીને બધા ચોંકી ગયા

આ વાત સાંભળીને બધા ચોંકી ગયા. વરરાજાની માતાએ જણાવ્યું કે કન્યાના હાથ પર ખાસ નિશાન બનાવવામાં આવ્યું છે. આ બર્થમાર્ક જોઈને જ્યારે તેના માતા-પિતાને વરરાજાની માતા દ્વારા આ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે કહેવામાં આવ્યું કે કન્યા તેની સગી પુત્રી નથી. તેમણે આને દતક લીધી છે જે તેને સડક કીનારે મળી હતી.
આ લગ્ન અટક્યા નહીં

આ પછી વરરાજાની માતાએ જણાવ્યું કે તે નાની છોકરી તેમની જ હતી. જ્યારે કન્યાને આ વાતની જાણ થઈ ત્યારે તે પણ તેની અસલી માતાને મળ્યા બાદ રડવા લાગી. આ સમય દરમિયાન વાતાવરણ એકદમ ભાવુક બની ગયું હતું. જો કે, બધું જાણ્યા પછી પણ, આ લગ્ન અટક્યા નહીં. આ લગ્ન દરેકની સંમતિથી થયા. ખરેખર, વરરાજાની માતાએ આ પછી કહ્યું કે વરરાજો તેનો સગો પુત્ર નથી. તેમણે વરરાજાની માતાએ દત્તક લીધો હતો.
માતાને તેની ખોવાયેલી પુત્રી પણ મળી ગઈ

વરરાજાની માતાએ જણાવ્યું હતું કે 20 વર્ષ પહેલા જ્યારે તેની પુત્રી ગુમ થઈ ગઈ હતી, ત્યારે ઘણી જગ્યાએ શોધ્યા બાદ તે ખૂબ નિરાશ થઈ ગઈ હતી. આ પછી, તેણે એક બાળકને દત્તક લીધો. જ્યારે આ વિશે બધાને ખબર પડી, ત્યાં હાજર કોઈને પણ આ લગ્ન અંગે કોઈ વાંધો ન હતો. લોકોની સંમતિથી બંનેના લગ્ન થયા અને એક માતાને તેની ખોવાયેલી પુત્રી પણ મળી ગઈ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "OMG: વરરાજાની માતા લગ્ન મંડપમાં દુલ્હનનો હાથ જોઈને રડવા લાગી જોર જોરથી, અને પછી જે થયું તે…"
ટિપ્પણી પોસ્ટ કરો