એકદમ અનોખો દાખલો, બાથરૂમમાં ટોયલેટ કરવા ગયેલી મહિલા 27 સેકન્ડમાં બાળક લઈને જ બહાર નીકળી!
કોઈ પણ મહિલા માટે માતા બનવાની લાગણી સૌથી વિશેષ છે પરંતુ બાળકને જન્મ આપતા સમયે થતી પીડા ખુબ અસહનીય હોય છે. એક્સપર્ટ દ્વારા મળતી માહિતી મુજબ આ પીડા દરમિયાન એક સાથે અનેક હાડકાં તુટી રહ્યાં હોય તેટલી પીડા થાય છે. પરંતુ બ્રિટનમાંથી આ સમયે એક અનોખો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને તમે ચોંકી જશો.

અહીં એક મહિલાએ માત્ર 27 સેકન્ડમાં જ બાળકને જન્મ આપ્યો છે અને જે એક રેકોર્ડ છે. મળતી માહિતી મુજબ 29 વર્ષની સોફી બગ દુનિયાની સૌથી નસીબદાર મહિલાઓમાંની એક છે જેને બાળકની ડિલિવરી સમયે દર્દ થયો ન હતો.

આ વિશે વિગતે વાત કરીએ તો સોફી બગ ગર્ભવતી હતી તેના 38 અઠવાડિયા થઈ ચૂક્યાં હતાં. આ દરમિયાન એક મોડી રાત્રે અચાનક તે બાથરૂમમાં ગઈ. પરંતુ ત્યાં જે થયું તે જોઈને તે મહિલા પણ ચોંકી ગઈ હતી. બાથરૂમમાં જ સોફી તેના બાળકને જન્મ આપ્યો હતો અને તેથી પણ વધારે ચોંકાવનારી વાત તો એ હતી કે સોફી એ માત્ર 27 સેકન્ડમાં જ બાળકને જન્મ આપી દીધો હતો. આ માટે તેને ફ્કત એક વખત જ દબાણની અહેસાસ થયો અને બાળક બહાર આવી ગયું હતું

સોફી સાથે થયેલી વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે એક સાંજે મેસેજ પર તેના મિત્ર સાથે વાત કરી રહી હતી અને પછી તે બાથરૂમ ગાઈ હતી. તેણે પોતાનાં મિત્રને મેસેજમાં કહ્યું પણ હતું કે મારી તબિયત સારી નથી અને તે પછી તે ફોન રાખી બાથરૂમમાં ગઈ. ત્યાં બાથરૂમની અંદર માત્ર 27 સેકંડમાં જ તેણે કોઈ પીડા વિના બાળકને જન્મ આપ્યો જે ખરેખર નવાઈની વાત છે. જ્યારે આ વાતની જાણ સોફીનો પતિ ક્રિસને થઈ તે તો આ ઘટનાથી ચોંકી જ ગયો હતો અને નારાજ પણ હતો. જ્યારે સોફીએ બાથરૂમમાં તેના પગ વચ્ચે બાળકનું માથું જોયું ત્યારે તેણે ક્રિસને ફોન કર્યો.

આ પછી ક્રિસ તરત જ બાથરૂમમાં આવ્યો અને બાળકને બહાર કાઢી લીધો. ઘરે બાળકનો જન્મ થયા પછી ક્રિસ બાળક અને તેની પત્ની બન્નેને લઈને હોસ્પિટલમાં ગયો હતો જ્યાં ડોક્ટરે સોફી અને તેના બાળકને સ્વસ્થ ગણાવી હતી જે રાહતની વાત છે. એક રિપોર્ટ મુજબ સોફીએ માત્ર એક વખતનાં દબાણથી જ બાળકને જન્મ આપ્યો છે. જાણવા મળ્યું છે કે આ અગાઉ પણ સોફી બે વાર માતા બની ચુકી છે પરંતુ આ તેની સૌથી ઝડપી ડિલિવરી હતી.

સોફીએ જણાવ્યું હતું કે તેના પ્રથમ બાળકનો જન્મ માત્ર 12 મિનિટમાં જ થયો હતો. આ વાત જે પણ સાંભળે છે તેઓ વિશ્વાસ કરી શકતા નથી કારણ કે સામાન્ય રીતે બાળકને જન્મ આપવો એ ખુબ અઘરું કામ છે. મહિલાઓને તે સમયે ખુબ પીડા સહેવી પડતી હોય છે ત્યારબાદ બાળકનો જન્મ થાય છે. લોકો કહી રહ્યાં છે કે આ મહિલા ખરેખર ખૂબ નસીબદાર છે.
0 Response to "એકદમ અનોખો દાખલો, બાથરૂમમાં ટોયલેટ કરવા ગયેલી મહિલા 27 સેકન્ડમાં બાળક લઈને જ બહાર નીકળી!"
ટિપ્પણી પોસ્ટ કરો