કેસમાં 300 ટકાનો વધારો, દર્દીઓના જીવ જોખમમાં, 1000 ઈન્જેકશનની જરૂર સામે રોજ મળે છે 100 જ ઈન્જેકશન
રાજ્યમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે તેને જોઈ લોકો અને સરકાર રાહત અનુભવી રહી છે પરંતુ તેની સામે આ શાંત શત્રુ હવે માથું ઉંચકી રહ્યો છે. આ રોગ કોરોના કરતાં પણ વધુ ભયંકર છે અને ખૂબ જ ઝડપથી દર્દીનો જીવ પણ લઈ શકે છે. આ રોગ છે મ્યુકરમાઈકોસિસ. મ્યુકરમાઈકોસિસના દર્દીઓની સંખ્યા હવે ટપોટપ વધી રહી છે. રાજ્યભરના શહેરોમાં કોરોના બાદ લોકો મ્યુકરમાઈકોસિસનો ભોગ બની રહ્યા છે. મ્યુકરમાઈકોસિસના રોગીએ વધી રહ્યા છે તેનો પુરાવો છે આ રોગની દવા અને ઈન્જેકશનની વર્તાતી અછત.

રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં મ્યુકરમાઈકોસિસના દર્દીઓ સતત વધી રહ્યા છે. ચિંતાજનક વાત છે કે છેલ્લા 10 જ દિવસમાં મ્યુકરમાઈકોસિસના કેસમાં રાજ્યમાં 300 ટકાનો વધારો નોંધાયો છે. રોજ રાજ્યમાં મ્યુકરમાઈકોસિસના 30 દર્દીના ઓપરેશન થાય છે તેની સામે 40 દર્દી નવા નોંધાય છે. અમદાવાદની વાત કરીએ તો અહીં સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના 481 દર્દીઓ દાખલ છે. અહીં 7 ઓટી શરુ કરાયા છે જેમાં રોજના 30 જેટલા ઓપરેશન થાય છે.

મ્યુકરમાઈકોસિસના કેસ વધતાં સ્થાનિક તંત્ર અને સરકાર પણ સજાગ થઈ ગઈ છે. મ્યુકરમાઈકોસિસના દર્દીઓને જરૂરી એવા ઈન્જેકશનોની વ્યવસ્થા કરવામાં તો આવી રહી છે પરંતુ દર્દી એટલા વધે છે કે રોજના ઉપલબ્ધ ઈન્જેકશન દર્દી માટે પુરા પડતા નથી. કોરોના સમયે રેમડેસીવીર ઈન્જેકશન માટે જે રીતે કાળાબજારી થઈ હતી તેમ આ વખતે ન થાય તે માટે સરકારે ખાસ આયોજન પણ કર્યું છે. સરકારે નક્કી કર્યું છે કે રાજ્યની 8 મનપાની 8 સિવિલ હોસ્પિટલમાં ઈન્જેકશનનો જથ્થો જશે અને ત્યાંથી ખાનગી હોસ્પિટલોમાં ફાળવવામાં આવશે. આ ઈન્જેકશન લેવા માટે કેટલાક કોક્યુમેન્ટ પણ ફરજિયાત કરવામાં આવ્યા છે.

મ્યુકરમાઈકોસિસના ઈન્જેકશન અમદાવાદમાં એસવીપી, સોલા સિવિલ, ગાંધીનગરથી GMERSમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે જ્યારે ભાવનગરની સર ટી હોસ્પિટલ, રાજકોટની પીડીયુ હોસ્પિટલમાં, જામનગરની જીજી હોસ્પિટલમાં અને સુરતમાં સ્મિમેર તેમજ વડોદરામાં એસએસજીમાંથી ઈન્જેક્શન મળી શકે છે. જો કે વર્તમાન સમયમાં મ્યુકરમાઈકોસિસના દર્દી એટલા વધી ગયા છે કે હોસ્પિટલોમાં રોજના 1000 ઈન્જેકશનની જરૂર પડે છે તેની સામે રોજ 100 જ ઈન્જેકશન મળે છે. આ રીતે ઘણા દર્દીના જીવ જોખમમાં મુકાય છે.

મહત્વનું છે કે જે લોકોને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સહિતની બીમારી હોય અને તેઓ કોરોના સંક્રમિત પણ થયા હોય તો આવા દર્દીને પછીથી મ્યુકરમાઈકોસિસ થવાની સંભાવના વધી જાય છે. મ્યુકરમાઈકોસિસના દર્દીઓએ ભયંકર પીડા ભોગવે છે. મ્યુકરમાઈકોસિસ દર્દીનો જીવ ન લઈ લે તે માટે તેની આંખ, નાક, જડબું કાઢી લેવું પડે છે. આ સ્થિતિ ખૂબ પીડાદાયક બની જાય છે. તેમ છતા જો ફંગસ મગજ સુધી પહોંચે તો દર્દીનું મોત થાય છે.

આવી જ એક હૃદયદ્રાવક ઘટના પણ સામે આવી હતી જેમાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં 24વર્ષની યુવતીને મ્યુકરમાઈકોસિસની સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. રાજસ્થાનની આ યુવતીને બચાવવા તેની એક આંખ કાઢવી પડી હતી. સૌથી દુખની વાત તો એ હતી કે આ યુવતીને મ્યુકરમાઈકોસિસ થયો ત્યારે તેને ચાર મહિનાનો ગર્ભ હતો તેથી તેનો જીવ બચાવવો જરૂરી હતો. ડોક્ટરે જો તેની આંખ ન કાઢી હોત બંનેના જીવ બચી શક્યા ન હોતય જો કે આ રોગનું જોખમ હજુ પણ ગર્ભસ્થ શિશુ પરથી હટયું નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "કેસમાં 300 ટકાનો વધારો, દર્દીઓના જીવ જોખમમાં, 1000 ઈન્જેકશનની જરૂર સામે રોજ મળે છે 100 જ ઈન્જેકશન"
ટિપ્પણી પોસ્ટ કરો