વેપારીઓ માટે રાહતના સમાચાર, કર્ફ્યૂમાં વેપાર-ધંધાને મળી છૂટછાટ, જાણી લો નવી ગાઈડલાઈન
ગુજરાત રાજ્યમાં આવતીકાલથી મિનિ લોકડાઉનમાં કેટલીક છૂટછાટ આપવામાં આવશે, વેપારીઓ સવારના ૯ વાગ્યાથી લઈને ૩ વાગ્યા સુધી પોતાની દુકાનો ખુલ્લી રાખી શકશે, ૩૬ શહેરોમાં નાઈટ કર્ફ્યું જળવાઈ રહેશે.
-લારી ગલ્લાના દુકાનદારો અને નાના વેપારીઓને રાહત.

કોરોના વાયરસ સંક્રમણના લીધે ગુજરાત રાજ્યમાં અત્યારે લાગુ કરવામાં આવેલ મિનિ લોકડાઉનમાં કેટલીક છૂટછાટો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં આવતીકાલના રોજથી આંશિક લોકડાઉન તા. ૨૭ મે, ૨૦૨૧ સુધી અમલ કરવામાં આવશે. જેના પરિણામે નાના વેપારીઓ અને દુકાનદારો સવારના ૯ વાગ્યાથી લઈને ૩ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકશે. આ વિષે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પીપાવાવમાં જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ રાજ્યના ૩૬ શહેરોમાં નાઈટ કર્ફ્યું જળવાઈ રહેશે.

નોંધનીય બાબત છે કે, આની પહેલા વાવાઝોડાની સ્થિતિના લીધે તંત્ર કામમાં પ્રવૃત્ત હોવાના લીધે નાઈટ કર્ફ્યું અને વધારાના લાગુ કરવામાં આવેલ નિયંત્રણોને તા. ૧૮, ૧૯ અને ૨૦ મે, ૨૦૨૧ સુધી એમ ત્રણ દિવસ સુધી મિનિ લોકડાઉન જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
બધા જ પ્રકારના ઔદ્યોગિક/ ઉત્પાદન એકમો શરુ રાખી શકશે.

ગુજરાત રાજ્યમાં ઉત્પાદન અને ઉદ્યોગો શરુ રાખવા અને શ્રમિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે તે ઉદ્દેશથી બધા જ પ્રકારના ઉત્પાદન/ ઔધોગિક એકમોને અને તેમણે રો- મટીરીયલ પૂરું પાડી રહેલ એકમોને શરુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, ઉપરાંત ત્યાં કામ કરી રહેલ સ્ટાફ માટે વાહન વ્યવસ્થા શરુ રાખવામાં આવશે.
આ દરમિયાન કોવિડ- 19ની ગાઈડલાઈન્સને સંબંધિત તમામ સૂચનાઓનું કડકાઈથી પાલન કરવાનું રહેશે. બાંધકામને સંબંધિત કામકાજ શરુ રાખવામાં આવશે આ દરમિયાન કોવિડ- 19 સંબંધિત તમામ માર્ગદર્શક સૂચનાઓનું કડકાઈથી પાલન કરવાનું જરૂરી રહેશે.

શૈક્ષણિક સંસ્થાઓથી લઈને મોલ અને કર્મશિયલ કોમ્પ્લેક્સ બંધ રાખવામાં આવશે.
આ સમય દરમિયાન ATM માં નાણાનો જથ્થો સતત જળવાઈ રહે તેના વિષે બેંક મેનેજમેન્ટ દ્વારા કાળજી રાખવામાં આવે તેવી સૂચનાઓ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. આ સાથે જ આખા ગુજરાત રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ સેન્ટર્સ (ઓનલાઈન એજ્યુકેશન સિવાય), સિનેમા, થિયેટર્સ, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ- બગીચા, મનોરંજનના સ્થળો, સલુન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમિંગ પુલ સહિત બધા જ પ્રકારના મોલ્લ્સ અને કર્મશિયલ કોમ્પ્લેક્સ બંધ રાખવામાં આવશે.
ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં ૭.૭૧ લાખ કેસ નોંધાયા છે, જયારે ૯૩૪૦ દર્દીઓના મૃત્યુ થયા.
ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં ૭,૭૧,૪૪૭ નાગરિકોના કોરોના વાયરસ રીપોર્ટ પોઝેટીવ આવ્યા છે, ત્યાં જ ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક ૯,૩૪૦નો આંકડો પાર કરી લીધો છે. જયારે રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમણથી મુક્ત થયેલ ૬,૬૯,૪૯૦ દર્દીઓ સ્વસ્થ થયા છે. ત્યાં જ સક્રિય કેસની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં અત્યારે ૯૨,૬૧૭ જેટલા સક્રિય કેસ છે, તેમાંથી ૭૪૨ દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. જયારે હાલમાં ૯૧,૮૭૫ દર્દીઓની સ્વાસ્થ્ય સ્થિતિ સ્થિર છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "વેપારીઓ માટે રાહતના સમાચાર, કર્ફ્યૂમાં વેપાર-ધંધાને મળી છૂટછાટ, જાણી લો નવી ગાઈડલાઈન"
ટિપ્પણી પોસ્ટ કરો