ખતરનાક વીડિયો વાયરલ, મગરે હાથીના બચ્ચા પર હુમલો કરવાની કરી ભૂલ, પછી જે થયું એ જોઈને ડરી જશો!
પાણીમાં મગરો અને જમીન પર હાથીઓ સૌથી શક્તિશાળી પ્રાણીઓ માનવામાં આવે છે. મગર અને હાથી જેવા પ્રાણીઓમાં એક ક્ષણમાં જ પોતાનો શિકાર બનાવવાની શક્તિ હોય છે. જ્યારે હાથી ગુસ્સામાં હોય ત્યારે કોઈ પણ પ્રાણી કે લોકોનો જીવ પણ લઈ લે છે. પરંતુ કેટલીકવાર આ બંને પ્રાણીઓ સામ સામે આવે છે અને પછી શું થાય એ ખરેખર જોવા જેવું હોય છે.

તમે આ પહેલા ભાગ્યે જ જોયું હશે કે આ બન્ને સામ સામે આવે તો કેવો નજારો થાય. ખરેખર, અમને સોશિયલ મીડિયામાં એક આવો વીડિયો સામે આવ્યો છે અને હવે તે ભારે વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મગરે હાથીના બાળક ઉપર હુમલો કરવાની ભૂલ કરી હતી અને પછી તેનું પરિણામ ખુબ જ ખરાબ આવ્યું હતું.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે તેના પછી શું બન્યું. આ વીડિયોને પાઉ લેન્ડ નામની યુટ્યુબ ચેનલ દ્વારા શેર કરવામાં આવી છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે હાથીઓનું ટોળું પાણી પીવા જંગલમાં તળાવની કાંઠે પહોંચ્યું છે. આ તળાવમાં કેટલાક મગરો પણ હોય છે. જે અહીં આવતા પ્રાણીઓને મારી નાખે છે અને પોતાનો શિકાર બનાવે છે. હાથીઓનો ટોળું ત્યાં પહોંચતાંની સાથે જ બે મગરો તેમના પર હુમલો કરવા પહોંચ્યા. કેટલાક બાળકો પણ હાથીઓના ટોળામાં શામેલ છે.

જેવું જ હાથીએ પાણી પીવાનું શરૂ કર્યું, તો તેમનું એક બચ્ચુ પાછળ છુટી ગયું અને મગરોએ તેના પર હુમલો કર્યો. એક મગર હાથીના બચ્ચાને સુંઢ પર લટકાવે છે. તેને છોડાવવા માટે હાથીનું બચ્ચું જોરદાર ફફડે છે, પણ મગર તેને છોડતો નથી. ત્યારે જ હાથીની નજર એ બાળક પર પડે છે. અને તેઓ તેને બચાવવા ત્યાં પહોંચે છે.

હાથીઓએ મગર પર હુમલો કર્યો. આ સમય દરમિયાન હાથીનું બચ્ચું પણ મગરને તળાવ બહાર ખેંચે છે. બાકીના હાથીઓ પણ મગરને મારવા દોડે છે. હાથીઓને તેની સુંઢ વડે મગરને મારવાનો પ્રયાસ કરતો જોઈને મગર હાથીના બાળકને છોડી દે છે અને ઝડપથી પાણી તરફ દોડે છે.
હાથી ખૂબ જ મનમોજી અને શાંત જાનવર માનવામાં આવે છે. જો કે, જ્યારે પણ તેને ગુસ્સો આવે છે ત્યારે વ્યક્તિ તો શું? સિંહ પણ તેનાથી દૂર રહેવાનું જ વ્યાજબી માને છે. સોશિયલ મીડિયા પર પણ જંગલ સફારીનો એક વિડીયો આ પહેલાં વાઈરલ થઈ રહ્યો હતો. જેમાં એક હાથી ભયંકર ત્રાડ નાખતો ટૂરિસ્ટ્સ બસ તરફ દોડતો જોવા મળતો હતો. હકીકતમાં પહેલા તો લોકો બસની બારીમાંથી બહાર નીકળીને તે હાથીની તસવીરો ખેંચતા જોવા મળે છે પરંતુ એકાએક જ હાથીનો ગુસ્સો જોઈને ગભરાઈને બસમાં છૂપાઈ જતા જોવા મળે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "ખતરનાક વીડિયો વાયરલ, મગરે હાથીના બચ્ચા પર હુમલો કરવાની કરી ભૂલ, પછી જે થયું એ જોઈને ડરી જશો!"
ટિપ્પણી પોસ્ટ કરો