દુબઈના પોશ વિસ્તારમાં બંગલાથી લઈને કરોડોના રેસ્ટોરન્ટ સુધી, આ લકઝરી વસુઓની માલકીન છે શિલ્પા શેટ્ટી
દુબઈના પોઝ વિસ્તારમાં બંગલાથી લઈને કરોડોના રેસ્ટોરેન્ટ સુધી, આ લકઝરી વસુઓની માલકીન છે શિલ્પા શેટ્ટી.
શિલ્પા શેટ્ટી 90ના દાયકાની સુપરહિટ એક્ટ્રેસમાંથી એક તો છે, હવે એ પોતાના ફિગર, સ્વાસ્થ્ય અને યોગા માટે દુનિયાભરમાં પોતાની ઓળખ બનાવી ચુકી છે. 48 વર્ષની શિલ્પા આજે પણ ઘણી હસીનાઓને માત આપી શકે છે. શિલ્પાએ વર્ષ 1993માં ફિલ્મ બાજીગરથી બોલિવુડમાં પગ મૂક્યો હતો. એ વર્ષે જ એમની અન્ય એક બ્લોકબસ્ટર ફિલ્મ મેં ખિલાડી તું અનાડી પણ રિલીઝ થઈ.

શિલ્પા પોતાના પતિ રાજ કુન્દ્રા, દીકરા વિયાન કુન્દ્રા અને દીકરી સમીશા શેટ્ટી કુન્દ્રા સાથે મુંબઈના જે ઘરમાં રહે છે એ અંદરથી ખૂબ જ આલિશાન છે અને તેમાં બધી જ સુખ સુવિધાઓ છે. એ સિવાય એ ઘણી લકઝરી ગાડીઓની પણ માલકીન છે. એ સિવાય શિલ્પાના પતિ રાજ કુન્દ્રાએ એમને વર્ષ 2010માં લગ્નની વર્ષગાંઠ પર બુર્જ ખલીફામાં એક ફ્લેટ ગિફ્ટ કર્યો હતો.જેની કિંમત કરોડોમાં હતી.

જો કે હવે આ ફ્લેટ શિલ્પા પાસે છે કે નહીં એની કોઈ જાણકારી નથી. વર્ષ 2015માં આ ફ્લેટની વેચાવાની ખબર સામે આવી હતી. રાજ કુન્દ્રા પણ પોતાની પત્નીને દરેક મોંઘા શોખને પુરા કરે છે. સમુદ્ર કિનારે વેસલું શિલ્પાનું મુંબઈ સ્થિત ઘર પણ ખૂબ જ ફેમસ છે.

એ સિવાય પણ દેશ વિદેશમાં શિલ્પાના ઘણા આલિશાન ઘર છે, જે એમને રાજ કુન્દ્રાએ ભેટમાં આપ્યા છે. લગ્ન પછી તરત રાજ કુન્દ્રાએ શિલ્પાને આ મુંબઇવાળું ઘર ગિફ્ટ કર્યું હતું. કારણ કે શિલ્પા હંમેશાથી એક સી ફેસિંગ ઘરમાં રહેવા માંગતી હતી.

શિલ્પા શેટ્ટી પોતાના ઘરના ફોટા ફેન્સ સાથે શેર કરતી રહે છે. એમના ઘરમાં પ્રાઇવેટ જિમ, સ્વિમિંગ પુલ, ગાર્ડન એરિયા તેમજ અન્ય લકઝરી સુખ સુવિધાઓ પણ છે. શિલ્પાના આ સુંદર મેંશનના ફોટા ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

એ સિવાયએ ઓર્ગેનિક ખેતી કરવા માટે એક મોટું ગાર્ડન પણ બનાવડાવ્યું છે. ઘણીવાર એ અહીંયાંથી શકભાજી તોડતી દેખાય છે. રાજ કુન્દ્રાએ એમને સગાઈમાં સૌથી મોંઘી વીંટી પહેરાવી હતી. એ સમયે એ વીંટીની કિંમત ત્રણ કરોડ રૂપિયા હતી.
એ સિવાય શિલ્પાને લંડનમાં રહેવું ખૂબ જ ગમે છે. શિલ્પાની આ પસંદનું ધ્યાન રાખીને રાજ કુન્દ્રાએ લંડનમાં પણ એમને એક ઘર ખરીદીને આપ્યું છે. રાજે એમના માટે 7 કરોડ રૂપિયાની કિંમતનો ફ્લેટ ખરીદ્યો હતો.

શિલ્પા પાસે દુબઈના પોઝ વિસ્તાર કહેવાતા જુમેરાહમાં એક બંગલો છે. પોતાના પરિવાર સાથે શિલ્પા ઘણીવાર અહીંયા વેકેશન મનાવવા જાય છે. શિલ્પાના રૂમથી લઈને બાલ્કની સુધી ખૂબ જ ભવ્ય છે.

શિલ્પા શેટ્ટીના મુંબઈમાં બે રેસ્ટોરેન્ટ પણ છે. એ આ બિઝનેસથી વર્ષે કરોડોની કમાણી કરી રહી છે. હાલમાં ઇ એમને મુંબઈના વર્લીમાં Bastian chain નામનું રેસ્ટોરન્ટ ખોલ્યું છે. જેના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "દુબઈના પોશ વિસ્તારમાં બંગલાથી લઈને કરોડોના રેસ્ટોરન્ટ સુધી, આ લકઝરી વસુઓની માલકીન છે શિલ્પા શેટ્ટી"
ટિપ્પણી પોસ્ટ કરો