હવે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે નહી આપવી પડે કોઈ ટેસ્ટ, RTO પણ જવું નહીં પડે, આ રીતે જ મળી જશે લાયસન્સ
ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને નવા નિયમો હવે જાહેર કરવામાં આવ્યા છે. હવે તમારે આરટીઓમાં જવાની જરૂર રહેશે નહીં અને ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે કોઈ ટેસ્ટ પણ આપવી પડશે નહીં. ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટેના નિયમો સરકારે બદલ્યા છે. હવે જે કરોડો લોકો ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ આરટીઓના કારણે તેમને વધારે રાહ જોવી પડતી હતી તેમાંથી હવે છુટકારો મળશે.

મળતી માહિતી પ્રમાણે માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નિયમો આપ્યા છે. આ નિયમો મુજબ કોઈ પણ સરકાર માન્ય ડ્રાઈવીંગ તાલીમ કેન્દ્રમાંથી પરીક્ષા પાસ કરનાર કોઈ પણ વ્યક્તિને લાઇસન્સ માટે અરજી કરતી વખતે આરટીઓ ખાતે લેવાયેલી ડ્રાઇવિંગ ટેસ્ટમાંથી મુક્તિ આપવામાં આવશે એટલે કે તેની ડ્રાઇવિંગ કસોટી આરટીઓમાં લેવાની રહેશે નહીં. તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ ફક્ત ખાનગી ડ્રાઇવિંગ તાલીમ કેન્દ્રના પ્રમાણપત્ર પરથી જ બની જશે.

આ નિયમો 1 જુલાઈથી ડ્રાઇવિંગ લાઇસન્સ માટે લાગુ કરી દેવામાં આવશે. આ સાથે મહત્ત્વની વાત એ છે કે આ નિયમો ત્યાં જ લાગુ પડશે જે ખાનગી ડ્રાઇવિંગ તાલીમ કેન્દ્રોને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવશે. આ અંગે ટુંક સમયમાં જ રાજ્ય પરિવહન અધિકારી દ્વારા અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા આપવામાં આવશે. આ તાલીમ કેન્દ્રોની માન્યતા 5 વર્ષ માટે હશે. ત્યારબાદ સરકાર દ્વારા તેમાં અપ ડેટ કરવામાં આવશે. જો કે સરકારના આ પગલાથી ખાનગી ખાનગી તાલીમ સ્કૂલો પોતાનો એક અલગ ઘંઘો ઉભો કરી લેશે.

તાલીમ કેન્દ્રો અંગે માર્ગ અને પરિવહન મંત્રાલયની કેટલીક માર્ગદર્શિકા અને શરતો પણ જાહેર કરી છે જેમાં તાલીમ કેન્દ્રોના ક્ષેત્રથી લઈને ટ્રેનરના શિક્ષણનો સમાવેશ થાય છે. આ વિશે નીચેનાં મુદ્દાઓ ધ્યાનમાં લેવાનાં રહેશે:
1. અધિકૃત એજન્સી સુનિશ્ચિત કરશે કે ટુ-વ્હીલર, થ્રી વ્હીલર અને મોટર જેવા વાહનોના તાલીમ કેન્દ્રોમાં ઓછામાં ઓછી એક એકર જમીન હોય. આ સિવાય મધ્યમ અને ભારે મુસાફરોના માલ વાહનો અથવા ટ્રેઇલર્સ માટેના કેન્દ્રોને બે એકર જમીનની જરૂર પડશે.
2. ટ્રેનર ઓછામાં ઓછો 12 ધોરણ પાસ હોવો જોઈએ અને તેને ઓછામાં ઓછો પાંચ વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ હોવો જોઈએ. આ સિવાય તે ટ્રાફિકના નિયમોમ સારી રીતે વાકેફ હોવો જોઈએ.
3. આ માટે મંત્રાલયે એક અભ્યાસક્રમ પણ સૂચવ્યો છે. લાઇટ મોટર વાહનો ચલાવવા માટે અભ્યાસક્રમનો સમયગાળો મહત્તમ 4 અઠવાડિયા હશે જે 29 કલાકનો હશે. આ સિવાય આ ડ્રાઇવિંગ સેન્ટરોના અભ્યાસક્રમને 2 ભાગમાં વહેંચવામાં આવશે. થિયરી અને પ્રેક્ટિકલ.

4. લોકોને મૂળ રસ્તાઓ, ગ્રામીણ રસ્તાઓ, રાજમાર્ગો, શહેરના રસ્તાઓ, રીવર્સિંગ અને પાર્કિંગ, ચઢાવ અને ઉતાર પર વગેરે પર ડ્રાઇવિંગ શીખવા માટે 21 કલાક આપવા પડશે. આ સિવાય થીયેરી કોર્સના 8 કલાક ગણવાના રહેશે તેમાં માર્ગ શિષ્ટાચાર, ટ્રાફિક શિક્ષણ, અકસ્માતોના કારણોને સમજવા, પ્રાથમિક ચિકિત્સા અને ડ્રાઇવિંગ ઇંધણ કાર્યક્ષમતા વગેરેનો સમાવેશ કરવામાં આવશે.
0 Response to "હવે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે નહી આપવી પડે કોઈ ટેસ્ટ, RTO પણ જવું નહીં પડે, આ રીતે જ મળી જશે લાયસન્સ"
ટિપ્પણી પોસ્ટ કરો