સુરતમાં આભ ફાટ્યું, મેઘાએ ધોધમાર વરસીને જનજીવનને ખોરવી નાખ્યું, 8 ઈંચ વરસાદથી કેટલાય પરિવારનું સ્થળાંતર કર્યું
ગઈ કાલે રવિવારે વાપી અને વલસાડમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી અને ગણતરીની કલાકોમાં જ 10 ઈંચથી પણ વધારે વરસાદ ખાબક્યો હતો. ત્યારે આજે એ જ બાજુના વિસ્તારમાં એટલે કે સુરતમાં મેઘાએ મંડાણ કર્યા છે અને ત્યાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું, જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને જેના કારણે જનજીવનને માઠી અસર પહોંચી હતી. રવિવાર સાંજની વાત કરવામાં આવે તો 6:00થી સોમવાર સવારે 6:00 વાગ્યાના 12 કલાકમાં આઠ ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો, જેથી પરવત ગામના પાદર ફળિયામાં પાણી ભરાઈ ગયાં હતાં.
જો સુરતના અલગ અલગ વિસ્તારની વાત કરીએ તો જિલ્લામાં બારડોલી, કામરેજ, પલસાણા, મહુવા, તાલુકામાં પણ નદીનાળાં છલકાયાં હતાં. શહેરમાં મેયર હેમાલી બોઘાવાલાએ રાતે 1 વાગ્યા સુધી વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ અધિકારીઓને સૂચનાઓ આપી હતી. લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડીના આજુબાજુના વિસ્તારોમાં વરસાદી પાણીને કારણે થયેલા પાણી ભરાવાનાં સ્થળોનું આર .જે માકડિયા, ઝોનના કાર્યપાલક ઈજનેર અને ઉચ્ચ અધિકારીઓ સાથે રૂબરૂ નિરીક્ષણ કર્યું જરૂરી સૂચનો કર્યાં હતાં.
આ સાથે જ વાત કરીએ તો આટલા કલાક વરસાદ આવ્યો અને આટલા બધા ઈંચ આવતા લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી જતાં 15 પરિવારનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું હતું. રાતભર મેયર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ કામગીરી કરી લોકોના સાથ સહકાર આપ્યો હતો અને સરસ કામગીરી પણ કરી હતી. જો હજુ પણ વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ, સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગઇકાલ સવારથી જ મોડી રાત સુધી ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. સુરત શહેરમાં પણ રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં હતાં. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. સુરત શહેરમાં 6:00થી 06:00 સુધીમાં છ ઈંચ જેટલો વરસાદ થતાં અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયાં હોવાના સમાચાર વહેતા થયા હતા.
સુરતમા જ્યાં જુઓ તો ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પણ પાણી ફરી વળેલા જોવા મળ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં દર વર્ષે જે પાણી ભરાયાં હતાં એના કરતાં કેટલાક અંશે પાણી ઓછું દેખાતાં વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો છતાં અધિકારીઓ સાથે મળીને જે જે વિસ્તારમાં પાણી ભરાયાં હતાં એને નિકાલ માટેની રસ્તા વ્યવસ્થા ઝડપથી કરવા માટે કામે લાગ્યા હતા.
એ જ રીતે વાત કરીએ પાસોદરા ગામ ખાતે ક્રિષ્ના રોહાઉસના આજુબાજુ વિસ્તારમાં ખાડીના પાણીના તેમજ વરસાદી પાણીના નિકાલ અર્થે એન.વી ઉપાધ્યાય ( વરાછા બી ઝોન ચીફ) તેમજ કાર્યપાલક ઇજનેર, સ્થાનિક આગેવાનો સાથે રૂબરૂ સ્થળ મુલાકાત લઇ તાકીદે પગલાં લેવા સૂચન કર્યાં હતાં.
નુકસાની અને ભરપાઈની વાત કરીએ તો બારડોલી કામરેજ, મહુવા, પલસાણામાં પણ આઠ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જિલ્લામાં અનેક સ્થળે વીજપોલ પડવાના અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી હતી. સુરત જિલ્લાની નદીઓમાં પણ નવા નીર આવ્યા હતા. કોર્પોરેટર દિનેશ પુરોહિતે જણાવ્યું હતું કે પર્વત ગામમાં દર વખતે જે રીતે પાણી ભરાતા હતા એ આ વર્ષે ભરાશે નહીં. ચોમાસા પહેલાં આ વિસ્તારમાં લગાવેલા પંપને કારણે તમામ પાણી ઝડપથી નિકાલ કરી દેવાની વ્યવસ્થા કરી દેવાઈ છે. જો કે આ સાથે જ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવાની પણ ફરજ પડી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ :દિવ્યભાસ્કર)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "સુરતમાં આભ ફાટ્યું, મેઘાએ ધોધમાર વરસીને જનજીવનને ખોરવી નાખ્યું, 8 ઈંચ વરસાદથી કેટલાય પરિવારનું સ્થળાંતર કર્યું"
ટિપ્પણી પોસ્ટ કરો