અજય દેવગનની પત્ની પહેરે છે આ ખાસ વીંટી ,જાણી લો એ પાછળનું કારણ
બૉલીવુડ એક્ટ્રેસ કાજોલને ફેન્સ એમની અદભુત એક્ટિંગની સાથે સાથે એમની જીંદાદિલી માટે પણ જાણે છે. કાજોલ હંમેશા હસતી જ દેખાય છે. એક્ટ્રેસ પોતાની એક્ટિંગથી કોણ જાણે કેટલી વાર બધાને દીવાના બનાવી ચુકી છે. કાજોલે એમને કરિયરમાં દરેક પ્રકારની ફિલ્મો ફેન્સ સામે રજૂ કરી છે.
શાનદાર એક્ટિંગના કારણે જ કાજોલને વર્ષ 2011માં ભારત સરકાર તરફથી પદ્મશ્રીથી પણ સમ્માનિત કરવામાં આવી છે. કાજોલ એક એવી એક્ટ્રેસ છે જેમને અત્યાર સુધી 6 ફિલ્મફેર એવોર્ડ લિડિંગ રોલમાં જીત્યા છે.તો ચાલો આજે જાણી લઈએ કાજોલ વિશે અન્ય રસપ્રદ વાતો.

બૉલીવુડ એક્ટ્રેસ કાજોલનો જન્મ 5 ઓગસ્ટ 1974માં મુંબઈમાં થયો હતો. કાજોલની માતા તનુજા એક ફેમસ એક્ટ્રેસ હતી તો એમની નસોમાં પહેલેથી જ એક્ટિંગ વસેલી હતી. કાજોલનું સ્ફુલિંગ પંચગીનીની સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલમાં થયુ હતું. કાજોલને શરૂથી જ ડાન્સનો ખૂબ જ શોખ હતો. એવામાં કહેવામાં આવે છે કે અભ્યાસથી બચવા માટે એક્ટ્રેસે હિન્દી સિનેમામાં કરિયર બનાવવા તરફ પગલું.માંડ્યું હતું.

સિમ્પલ જેવી દેખાતી કાજોલે હિન્દી ફિલ્મોમાં સફર બેખુદી ફિલ્મથી શરૂ કર્યો હતો. જ્યારે કાજોલે સિનેમામાં પોતાની શરૂઆત કરી હતી એ સમયે એ ફક્ત 16 વર્ષની હતી. જો કે આ ફિલ્મથી કાજોલને કઈ ખાસ સફળતા નહોતી મળી. એ ફિલ્મ પછી કાજોલે બાજીગર ફિલ્મમાં એક્ટિંગ કરવાનો મોકો મળ્યો જેમાં એ શાહરુખ ખાનની ઓપોઝીટ જોવા મળી હતી. આ ફિલ્મે કાજોલને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી.

લાખો દિલો પર રાજ કરનારી કાજોલનું દિલ સુપરસ્ટાર અજય દેવગન પર આવ્યું હતું. અજય સાથે કાજોલની પહેલી મુલાકાત ફિલ્મ ગુંડારાજના સેટ પર થઈ હતી. ફિલ્મમાં બંને લીડ રોલમાં હતા. આ ફિલ્મથી બન્ને સારા મિત્રો બન્યા હતા. પછી બન્નેની આ દોસ્તી પ્રેમમાં પરિણમી હતી. 24 ફેબ્રુઆરી 1999ના રોજ કાજોલે અજય દેવગન સાથે લગ્ન કરી કીધા હતા અને એમને એક દીકરી ન્યાસા અને દીકરો યુગ છે.
કાજોલની શાહરુખ ખાન સાથે એક એવી જોડી છે જેને હર કોઈ પસંદ કરે છે. આ બંને સ્ટાર્સને ફેન્સ એકસાથે જોવાનું પસંદ કરે છે. આ જોડીએ બોલીવુડની ઘણી સુપરહિટ ફિલ્મોમાં શાનદાર એક્ટિંગ કરી છે. આ જોડીએ બાજીગરથી લઈને કરણ અર્જુન, દિલવાલે દુલહનિયા કે જાયેંગે, કુછ કુછ હોતા હે, કભી ખુશી કભી ગમ, માઇ નેમ ઇસ ખાન જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કાજોલને કવિતા લખવાનો અને સાયન્સ આધારિત બિહામણી નોવેલ્સ વાંચવાનો ખૂબ જ શોખ છે. કામ દરમિયાન સમય મળે તો એ હંમેશા કંઈ ને કઈ વાંચતી રહે છે. એટલું જ નહીં કહેવામાં આવે છે કે કાજોલ પાસે ઓમ લખેલી હીરાની એક વીંટી છે જેને એ હંમેશા પહેરી રાખે છે. કાજોલને આ વીંટી અજય દેવગને ફિલ્મ ઇશ્કના સેટ પર એંગેજમેન્ટ રિંગ તરીકે પહેરાવી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "અજય દેવગનની પત્ની પહેરે છે આ ખાસ વીંટી ,જાણી લો એ પાછળનું કારણ"
ટિપ્પણી પોસ્ટ કરો