હિના ખાન સાથે લગ્નના મૂડમાં નથી રોકી જયસવાલ, જાતે જણાવી આખી હકીકત

ટીવીની દુનિયાની જાણીતી એક્ટ્રેસ હિના ખાને હાલમાં જ પોતાના પિતાને ગુમાવ્યા છે. જેના કારણે એક્ટ્રેસ ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી પણ આ કપરા દિવસોમાં એમનો સાથે એમના બોયફ્રેન્ડ રોકી જયસવાલે આપ્યો. જ્યાં એક્ટ્રેસે પણ રોકી સાથે પોતાના સુંદર ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી બન્નેના ફેન્સ વચ્ચે એ ચર્ચા ચાલી રહી ક્ષહે કે આ જોડી ખૂબ જ જલ્દી લગ્ન કરી શકે છે. એવામાં હિના ખન્ના બોયફ્રેન્ડ રોકી જયસવાલે આ વિશે એક ખાસ વાતચીત કરી છે.

image soucre

રોકી જયસવાલને આ દરમિયાન પૂછવામાં આવ્યું કે શું એ હિના ખાન સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે?આ સવાલના જ્વાબાપતા રોકી જયસવાલે કહ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી એ હિના ખાન સાથે છે. એમને લગ્ન પહેલા જ પોતાના જીવનમાં લગ્ન પછી થતી ઘણી ઘટનાઓ જોઈ લીધું છે. જેના કારણે એ બન્ને એકબીજા સાથે છે.

image soucre

રોકી જયસવાલે આગળ જણાવ્યું કે કોઈ ખાસ સોશિયલ ટેગ મેળવવા માટે એ એવું કંઈ પણ નથી કરવા માંગતા. કારણ કે એ એવી કોઈ વસ્તુમાં વિશ્વાસ નથી કરતા. એમને કહ્યું કે એમને ઘણા એવા લોકો પણ જોયા છે જે લગ્ન પછી પણ ખુશ નથી રહેતા જેના કારણે લગ્ન કરવાનો કોઈ અર્થ જ નથી. એમને કહ્યું કે અમે એકબીજા પર વિશ્વાસ કરીએ છીએ એ જ બહુ છે.

રોકી જયસવાલ આગળ કહે છે કે લગ્ન કરવામાં કઈ ખરાબ નથી પણ આ સમય પોતાના કરિયર તરફ જોવાનો છે. જે કારણે લગ્નનો હમણાં અમારો કોઈ પ્લાન નથી. લગ્નમાં હજી ઘણો સમય છે. રોકી જયસવાલે પોતાના સંબંધ વિશે વાત કરતા કહ્યું કે હું અને હિના એકબીજાની ખૂબ જ નજીક છે. જ્યાં અમે બંને એકબીજાને કોઈપણ વસ્તુ સાથે જોડાયેલી વાત શેર કરીએ છીએ. અમારા જીવનમાં એકબીજાથી કઈ છુપાયેલું નથી. જેટલો પ્રેમ અમારી વચ્ચે છે એટલો મેં લોકોના જીવનમાં લગ્ન પછી પણ નથી જોયો.

તમને જણાવી દઈએ કે આ જોડીની મુલાકાત એકબીજા સાથે વર્ષ 2009માં ટીવીમાં જાણીતા શો યે રિશ્તા કયા કહેલાતા હેના સેટ પર થઈ હતી. જ્યાં આ જોડીની દોસ્તી થઈ અને આ દોસ્તી પ્રેમમાં પરિણમી. ધીમે ધીમે આ જોડીનો સંબંધ ખૂબ જ સુંદર થઈ ગયો. બન્નેને એકબીજાની સાથે સમય પસાર કરવો સારો લાગવા લાગ્યો અને બન્ને આજે છેલ્લા 12 વર્ષથી સાથે છે.

Related Posts

0 Response to "હિના ખાન સાથે લગ્નના મૂડમાં નથી રોકી જયસવાલ, જાતે જણાવી આખી હકીકત"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel