શંકા અને મનોવિકૃતિના કારણે પતિએ પત્ની સાથે કર્યું ન કરવાનું કામ

શંકાનું કોઈ સમાધાન નથી. શંકા એવી સમસ્યા છે જે ભલભલાનું જીવન બરબાદ કરી નાખે છે. સુખી જીવનને પણ જો શંકાનો સડો લાગી જાય તો જીવન તાર તાર થઈ જાય છે. આ વાતનું ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યું છે વલસાડ જિલ્લાના વાપીમાં. વાપીમાં ડુંગરી ફળીયામાં એક એવી ઘટના બની છે જેને જાણીને ભલભલાને કંપારી છૂટી જાય.

આ ઘટના બન્યાનું મુખ્ય કારણ શંકા અને મનોવિકૃતિ છે. જ્યારે આ બંને વસ્તુ માણસના મનમાં ઘર કરી જાય છે ત્યારે શું થાય છે તે વાત આ ઘટના દર્શાવે છે. આ ઘટનામાં એક ક્રૂર પતિએતેની પત્નીનું ગળું છરા વડે ઠંડા કલેજે કાપી નાખ્યું અને એટલું અધુરું હતું કે પોતાની વિકૃતિને શાંત કરવા માટે તે પત્નીનું માથું હાથમાં લઈ રાત્રે રસ્તા પર જાહેરમાં નીકળી પડ્યો હતો. આ વ્યક્તિને પોલીસે ગણતરીની જ કલાકોમાં ઝડપી પાડ્યો હતો. આ ઘટના હાલ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની છે.

વાપીના ડુંગરી ફળિયામાં રહેતા લક્ષ્મીકાંતને તેની પત્ની પર શંકા થવા લાગી હતી. પત્નીની દરેક હીલચાલને તે શંકાની નજરે જોતો હતો. વાપીની એક કંપનીમાં નોકરી કરતો લક્ષ્મીકાંત અને તેની પત્ની વચ્ચે પત્નીને અન્ય યુવક સાથે સંબંધ છે તે વાત પર ઝઘડા થતા રહેતા હતા. આ ઝઘડા અને શંકા એટલી વધી ગઈ કે એક દિવસ લક્ષ્મીકાંતે છરો લઈ તેની પત્નીનું ગળું જ કાપી નાખ્યું.

એટલું જ નહીં પત્નીની ઠંડા કલેજે હત્યા કરી અને લક્ષ્મીકાંત પત્નીનું મસ્તક હાથમાં લઈ તેના ઘરની આસપાસ ફરતો જોવા મળ્યો હતો. લોકોમાં આ દ્રશ્ય જોઈ હાહાકાર મચી ગયો હતો ત્યારબાદ પોલીસને સ્થાનિકોએ જાણ કરી પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ત્યારે આરોપી પત્નીનું માથું નાળા પાસે ફેંકી ફરાર થયો પરંતુ પોલીસે તેને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો હતો.

image soucre

પતિ અને પત્નીના લગ્નને 10 વર્ષ થયા હતા. પરંતુ પતિને પત્નીના આડા સંબંધ પાડોશી સાથે છે તેવી શંકા થવા લાગી અને આ શંકાએ તેને શેતાન બનાવી દીધો.

Related Posts

0 Response to "શંકા અને મનોવિકૃતિના કારણે પતિએ પત્ની સાથે કર્યું ન કરવાનું કામ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel