આ કારણે પણ છે પીએમ મોદીની સફળતામાં જવાબદાર, જાણો જન્મતારીખના મૂળાંક સાથેની ખાસ વાતો

17 સપ્ટેમ્બર 2021 રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો 71મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ગુજરાતના મુખ્ય મંત્રી રહી ચૂકેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ-વિદેશમાં લોકપ્રિય નેતા અનેકવાર સાબિત થઇ ચુક્યા છે. તેમના જન્મદિવસની ઉજવણી ભાજપના કાર્યકરો ભારે ઉત્સાહથી વિવિધ વિકાસલક્ષી કાર્યો કરીને કરી રહ્યા છે. તેમને તેમના જન્મદિવસ નિમિત્તે દેશ-વિદેશના નેતાઓ પણ શુભકામના પાઠવી રહ્યા છે. ત્યારે આજે વડાપ્રધાન મોદી ના જન્મદિવસ નિમિત્તે જાણીએ તેમના વિશેની કેટલીક ખાસ વાતો.

image soucre

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ વર્ષ 1950માં થયો હતો. અંક જ્યોતિષ અનુસાર 17 8 અને 26 તારીખના રોજ જન્મેલા લોકોનો મૂળાંક આઠ હોય છે. આ મૂળાંક જેમનો હોય છે તે જાતકો પર શનિ ગ્રહનો વિશેષ પ્રભાવ હોય છે. આ લોકો ગંભીર સ્વભાવના માનવામાં આવે છે તેમને પોતાના જીવનમાં અનુશાસન ખૂબ જ પ્રિય હોય છે. આ સિવાય જેમનો મૂલાંક 8 હોય છે તે લોકો માં કઈ કઈ વિશેષતાઓ હોય છે જાણીને વિગતવાર.

image soucre

– આ જાતકો જે પણ કાર્ય કરે છે તે ચૂપચાપ કરે છે તે ક્યારે શું કરશે તે વાતનું અંદાજ કોઈ લગાવી ન શકે. આવા લોકોને દેખાડો પસંદ નથી હોતો. શનિ ગ્રહથી પ્રભાવિત હોવાને કારણે આ અંકના લોકો ખૂબ જ મહેનતી અને ઇમાનદાર હોય છે. તેઓ જે કામને હાથમાં લે છે તેને અવશ્ય પૂરું કરે છે. તેમના માટે કોઈપણ કાર્ય અસંભવ નથી હોતું. તેઓ દરેક પરિસ્થિતિ અનુસાર પોતાની જાતને ઢાળી લે છે.

image soucre

– આ અંકના લોકો જો એકવાર કોઈ લક્ષ્ય નિર્ધારિત કરી લે તો તેને પ્રાપ્ત કરીને જ જંપે છે. તેના માટે તે દરેક શક્ય પ્રયત્ન કરે છે. લક્ષ્ય ને પ્રાપ્ત કરવામાં તેમને ગમે તેટલી સમસ્યાનો સામનો કરવો પડે છે હાર માનતા નથી. તેઓ કોઇ વાતથી ઝડપથી નિરાશ પણ થતા નથી.

image socure

– અશક્ય કામને પણ શક્ય બનાવવું તે કલા આ મૂળાંકના લોકો માં હોય છે. આવું કરવા પાછળ તેમને તેમનો જિદ્દી સ્વભાવ પ્રેરિત કરે છે. જો તેમણે એકવાર કંઈ કરવાનું નક્કી કરી લીધું તો તેમને તેના નિર્ણયથી કોઈ ડગમગાવી શકતું નથી.

image soucre

– આ મૂળાંકના લોકો ની આર્થિક સ્થિતિ સારી હોય છે. કારણ કે આ લોકો બિનજરૂરી ખર્ચા કરતાં નથી. તેમને આવું કરવું જરા પણ પસંદ નથી. આ મૂળાંકના લોકો પૈસા બચાવવાની આદત ધરાવતા હોય છે.

Related Posts

0 Response to "આ કારણે પણ છે પીએમ મોદીની સફળતામાં જવાબદાર, જાણો જન્મતારીખના મૂળાંક સાથેની ખાસ વાતો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel