હાઈ પ્રોટીન ડાયટ પર હતા સિદ્ધાર્થ શુકલા, થઈ ગયા હતા ગુસ્સેલ અને ચીડિયા, જાણો કોણે કર્યો આ વાતનો ખુલાસો
ટીવી એકટર સિદ્ધાર્થ શુકલાના નિધને એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં હાહાકાર મચાવી દીધો છે. સિદ્ધાર્થ 40 વર્ષના હતા અને એમનું મોત હાર્ટ એટેકના કારણે થયું. એકદમ ફિટ દેખાતા સિદ્ધાર્થ શુકલાના આટલી નાની ઉંમરમાં જતા રહેવાથી દરેક વ્યક્તિ શોકમાં છે. એક્ટરની ખાણીપીણી, હેલ્થ રૂટિન અને વર્કઆઉટને લઈને અત્યાર સુધી ઘણી વાતો સામે આવી ચૂકી છે પણ હવે સિદ્ધાર્થની એક જાણકારે એક મોટો ખુલાસો કર્યો છે.

સૂત્રોએ જણાવ્યું છે કે સિદ્ધાર્થ ભલે ટોપ એકટર હોય પણ એમની અમુક આદતો હેલ્થની દ્રષ્ટિએ ખોટી હતી.એ ઘણીવાર હાઈ પ્રોટીન ડાયટમાં રહેતા હતા. એ સિવાય સિદ્ધાર્થે ફક્ત એમની બોડી પર જ કામ કર્યું, એક્સેસ વર્કઆઉટથી પોતાની ઇન્ટરનલ એનર્જી ખોઈ દીધી હતી. એમને અનિયમિત સુવાની આદત હતી. આ બધા કારણોને લીધે એ અંગત જીવનમાં ગુસ્સેલ અને ચીડિયા પણ થઈ ગયા હતા.
મળેલી જાણકારી અનુસાર સિદ્ધાર્થ શુક્લાએ બુધવારે રાત્રે સૂતા પહેલા અમુક દવાઓ લીધી હતી એ પછી એ સવારે ઉઠ્યા જ નહીં. ડૉક્ટર્સના કહેવા અનુસાર સિદ્ધાર્થને હાર્ટ એટેક આવ્યો છે. આગલી રાત સુધી સિદ્ધાર્થ એકદમ ફિટ હતા. હવે તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે ત્યારે જ ખબર પડશે કે આખરે સિદ્ધાર્થના મોતનું અસલી કારણ શું હતું.

સિદ્ધાર્થના જિમ પાર્ટનર અને મિત્ર રહી ચૂકેલા રાહુલ મહાજને પણ એક્ટરની ફિટનેસ વિશે વાત કરી. એમને કહ્યું કે સિદ્ધાર્થની બોડી ખૂબ જ ફિટ હતી, મિત્રો એમને સુપરમેન કહેતા હતા. એ દરેક પ્રકારનો આહાર પચાવી લેતા હતા. બહારથી એમની બોડી બની ગઈ પણ એમનું દિલ ફેલ થઈ ગયું. એ બોડી બિલ્ડીંગ આઇકોન હતા. એમનું કામ સારું ચાલી રહ્યું હતું. એ ખૂબ જ પેશનેટ હતા. સિદ્ધાર્થ કહેતા હતા કે એ કોઈપણ પ્રકારની માનસિક તાણ સહન કરી શકે છે.
ટીવીના જાણીતા સિદ્ધાર્થ શુકલા આજે ફેન્સ, મિત્રો અને એમના પરિવારજનોને રડાવીને પંચતત્વમાં વિલિન થઈ ગયા છે. મુંબઈના ઓશિવારામાં એમના અંતિમ સંસ્કાર આજે કરી દેવામાં આવ્યા. એમને અંતિમ વિદ્યા આપવા માટે પરિવારના સભ્યો ઉપરાંત અમુક નજીકના લોકો પહોંચ્યા હતા.

સિદ્ધાર્થ શુકલાના અંતિમ સંસ્કાર બ્રહ્મકુમારી સમાજની વિધિથી કરવામાં આવ્યા. બ્રહ્માકુમારી સમાજના બે સભ્યો એમની અંતિમ યાત્રામાં સામેલ હતા.
અંતિમ સંસ્કાર પહેલાં બ્રહ્માકુમારી વિધિ અનુસાર પૂજા પાઠ પણ કરવામાં આવ્યા.
મુંબઇમાં 12 ડિસેમ્બર 1980એ જન્મેલા સિદ્ધાર્થ શુક્લાએ પોતાના કરિયરની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી. વર્ષ 2004માં તેણે ટીવીથી એક્ટિંગ ડેબ્યૂ કર્યુ હતુ. 2008માં તે ‘બાબુલ કા આંગત છૂટે ના’ નામની ટીવી સિરિયલમાં જોવા મળ્યો હતો. પરંતુ તેની અસલી ઓળખ બાલિકા વધૂ સીરીયલથી થઇ હતી જેણે તેને ઘર-ઘરમાં ફેમસ બનાવ્યો હતો.

તાજેતરમાં, સિદ્ધાર્થ ‘બ્રોકન બટ બ્યુટીફુલ 3’ નામની વેબ સીરીઝમાં જોવા મળ્યો હતો. લોકોને આ સીરીઝ ખૂબ પસંદ આવી હતી. સિદ્ધાર્થ શુક્લા છેલ્લે શહનાઝ ગિલની સાથે ‘ડાન્સ દિવાને’માં જોવા મળ્યો હતો. સિદ્ધાર્થના આકસ્મિક નિધનથી લોકોને મોટો આઘાત લાગ્યો છે.
જણાવી દઇએ કે કરણ જોહરની પ્રોડક્શન ફિલ્મ હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયામાં સિદ્ધાર્થ સેકેન્ડ લીડમાં જોવા મળ્યો હતો. સિદ્ધાર્થ તાજેતરમાં જ બિગ બોસ ઓટીટીમાં પણ જોવા મળ્યો હતો.
0 Response to "હાઈ પ્રોટીન ડાયટ પર હતા સિદ્ધાર્થ શુકલા, થઈ ગયા હતા ગુસ્સેલ અને ચીડિયા, જાણો કોણે કર્યો આ વાતનો ખુલાસો"
ટિપ્પણી પોસ્ટ કરો