બિગ બોસ ઓટીટીના સન્ડે કા વોરમાં નેહા કક્કર પ્રેગ્નનસી અંગે કરશે ખુલાસો
જાણીતી સિંગર નેહા કક્કર એમના ભાઈ ટોની કક્કર સાથે જલ્દી જ ટીવીના કોન્ટ્રોવરશિયલ શો બિગ બોસ ઓટીટીમાં દેખાવાની છે. વાત જાણે એમ છે કે કરણ જોહર સાથે એ સન્ડે કા વોર એપિસોડમાં સ્ટેજ શેર કરતી દેખાશે. એ સિવાય એ ઘરની અંદર પણ જશે. નેહા કક્કર અને ટોની કક્કર બન્ને પોતાના નવા મ્યુઝિક વિડીયોના પ્રમોશન કરવા માટે અહીંયા આવશે. એ સાથે જ નેહા કક્કર એમની પર્સનલ લાઈફ સાથે જોડાયેલુ એક રહસ્ય પણ ખોલશે
નેહા કરશે ખુલાસો.

સ્પોટબોયને એક સૂત્રએ જણાવ્યું છે કે નેહા કક્કર ઓગર ધ ટોપ એનાઉસમેન્ટ કરવાની છે જે એમની પ્રેગ્નનસી સાથે જોડાયેલી ખબર છે. સૂત્રનું કહેવું છે કે નેહા કક્કર બિગ બોસના સેટ પર દેખાશે. એ પોતાની પ્રેગ્નનસી સાથે નવા મ્યુઝિક વિડીયોને પ્રમોટ કરતી દેખાશે. તમને જણાવી દઈએ કે નેહા કકકરે વર્ષ 2020માં ઓક્ટોબરમાં રોહનપ્રીત સિંહ સાથે સાત ફેરા લીધા હતા. ડિસેમ્બરમાં બન્નેનો એક વિડીયો રિલીઝ થયો હતો જેમા એ બેબી બમ્પ ફ્લોન્ટ કરતી દેખાઈ રહી હતી.
સોશિયલ મીડિયા પર એ દરમિયાન ઘણા ફોટા વાયરલ થયા હતા. પછી ખબર પડી હતી કે એ અવતાર નેહા કકકરના પોતાના નવા મ્યુઝિક વિડીયો માટે હતો. ગીતનું નામ ખ્યાલ રખ્યાકર હતું. ફેન્સ અંદાજો લગાવી રહ્યા છે કે ક્યાંક આ વખતે પણ નેહા કક્કર કંઈક આ પ્રકારની ટેક્નિક તો નથી અપનાવવાની ને. ફેન્સ આવનાર બિગ બોસ ઓટીટીના એપિસોડને લઈને ખૂબ જ એક્સાઇટેડ છે.

હની સિંહ, સિંગર નેહા કક્કર અને એમના ભાઈ ટોની કક્કરનું નવું ગીત રિલીઝ થઈ ચૂક્યું છે જેનું નામ કાંટા લગા છે ગીતનો ફર્સ્ટ લિકને હની સિંહે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ પોસ્ટરમાં ટોની કક્કર, નેહા કક્કર અને હની સિંહ સ્ટાઈલશ અંદાજમાં દેખાઈ રહ્યા હતા. હની સિંહે જણાવ્યું હતું કે એમ્મા નવા ગીતનું ટીઝર 2 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાનું નક્કી થયું છે પણ સિદ્ધાર્થ શુકલાના નિધનના કારણે એ ટીઝર રીલીઝને મોકૂફ કરી દેવામાં આવ્યું હતું.

નેહા અને રોહનપ્રીત સિંહે ‘ધ કપિલ શર્મા શૉ’માં જણાવ્યું હતું કે બંનેની મુલાકાત ઓગસ્ટ મહિનામાં જ થઇ હતી અને તેમની વચ્ચે પ્રેમ થઇ ગયો.

બંનેની મુલાકાત ચંદીગઢમાં સૉન્ગના શુટિંગ દરમિયાન થઇ હતી. રોહનપ્રીતે જલ્દી જ લગ્ન કરવાનો નિર્ણય લઇ લીધો. જો કે નેહા પણ લગ્ન માટે તૈયાર હતી.
0 Response to "બિગ બોસ ઓટીટીના સન્ડે કા વોરમાં નેહા કક્કર પ્રેગ્નનસી અંગે કરશે ખુલાસો"
ટિપ્પણી પોસ્ટ કરો