ફાર્મા કંપની Mylan એ લોન્ચ કરી કોવિડ ૧૯ ની દવા, જાણો કેટલી હશે કિંમત

માયલન ફાર્મા (Mylan) કંપનીએ કોરોના ચેપ (કોવિડ -૧૯) ની સારવાર માટે ભારતીય બજારમાં ડેસરેમ (DESREM) નામ થી રેમડેસિવિર દવાનું જેનરિક વર્ઝન રજૂ કર્યું છે. આ દવા કોરોના અને કોરોના દર્દીઓના શંકાસ્પદ દર્દીઓને આપવાની મંજૂરી આપવામાં આવી છે, જેની લેબ દ્વારા પુષ્ટિ મળી છે.

image source

આ વખતે Mylan કંપની ને રેમડેસિવિર નું જેનરિક વર્ઝન લોન્ચ કરવાની મંજૂરી મળી ગઇ છે. કોવિડ-19 ની સારવાર માટે સૌ પ્રથમ ગિલિડ સાયન્સ (Gilead Sciences) ને રેમડેસિવર દવા લોન્ચ કરી છે. આ પહેલા અન્ય બે કંપનીઓએ પણ ભારત માં આ દવા લોન્ચ કરી છે. Mylan કંપની ના દવા અગાઉ આ બે કંપનીઓ કરતા સસ્તી છે.

image source

ઉલ્લેખનિય છે કે કોરોના વાયરસના કેસોની દ્રષ્ટિએ સમગ્ર દુનિયા માં ભારત ત્રીજા ક્રમે પહોંચી ગયુ છે. કોરોના વાયરસ ના દર્દીઓ ની ઇમરજન્સીની સ્થિતિમાં ઝડપી રિકવરી માટે રેમડેસિવિર દવા બહુ મદદરૂપ હોવાનું ક્લિનિક ટ્રાયલ માં સાબિત થતા હાલ સમગ્ર વિશ્વમાં આ દવાની માંગ વધી  છે.

image source

Mylan કંપની એ દવાની કિંમત રૂ.4800 રાખી

Mylan કંપની એ જણાવ્યુ કે, ભારત સરકાર તરફ થી રેમડેસિવિર ની દવા લોન્ચ કરવા મજૂરી મળી ગઇ છે. ભારતમાં આ દવા ની 100 મીલીગ્રામ ની શીશી ની કિંમત 4800 રૂપિયા રાખવામાં આવી છે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઇ) એ Mylanની રેમડેસિવિર દવાને મંજૂરી આપી દીધી છે. ફાર્મા કંપની એ આ દવા નું Desrem રાખ્યુ છે. આ ઈંજેક્શન ભારતીય બજારમાં 4800 રૂપિયા ના ભાવે મળશે. આ સાથે કંપનીએ કોવિડ -19 હેલ્પ લાઇન નંબર પણ બહાર પાડ્યો છે.

image source

કોરોના વાયરસ ના દર્દીઓ માટે ઇમરજન્સી ની સ્થિતિ માં આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે. કંપનીએ એક નિવેદનમાં આ અંગે માહિતી આપી હતી. અગાઉ ફાર્મા કંપની સિપ્લા અને હેટેરો એ રેમડેસિવિર ની દવા ભારત માં લોન્ચ કરી છે. સિપ્લા એ Cipremi નામની આ દવા નું નામ 5,000 રૂપિયા અને હેટેરો એ Coviforનો ભાવ 5,400 રૂપિયા રાખ્યો છે.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

Related Posts

0 Response to "ફાર્મા કંપની Mylan એ લોન્ચ કરી કોવિડ ૧૯ ની દવા, જાણો કેટલી હશે કિંમત"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel