કોરોના કાળમાં અમુલે લોન્ચ કર્યો હળદરની ફલેવરનો આઈસક્રીમ, ઇમ્યુનિટી બૂસ્ટર કેટેગરીમાં વધુ પ્રોડક્ટ લાવશે

-અમુલ કંપની દ્વારા કેટલાક સમય પહેલા જ હળદર, તુલસી અને આદુના ફ્લેવર વાળું દૂધ લોન્ચ કરવામાં આવ્યું છે.

-લોકડાઉનના સમય દરમિયાન અમુલ ડેરીએ પોતાના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં સતત વધારો કરવામાં આવ્યો છે.

દેશમાં ઘણા સમયથી ચાલી રહેલ કોરોના વાયરસ સંક્રમણની મહામારી દરમિયાન લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ગ્રાહકોની માંગમાં હવે શક્તિવર્ધક પ્રોડક્ટસની માંગ ખુબ જ વધી ગઈ છે. ગ્રાહકોની આ માંગને ધ્યાનમાં રાખતા ગુજરાત કો- ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) એ એપ્રિલ મહિનાથી લઈને આજ સુધી ઈમ્યુનીટી વધારતા પ્રોડક્ટ કેટેગરીને વિસ્તૃત કરતા આ કેટેગરી હેઠળ સતત નવી નવી પ્રોડક્ટ લોન્ચ કરી રહ્યા છે.

image source

ત્યારે દેશની પ્રસિદ્ધ અમુલ કંપનીએ પોતાની ઈમ્યુનીટી બુસ્ટ શ્રેણીને હવે આઈસ્ક્રીમ કેટેગરી સુધી પણ વિસ્તૃત કરી છે. અમુલ કંપનીએ સૌપ્રથમ હળદર, મરી, મધ અને ખજુરના ગુણોથી યુક્ત ‘હલ્દી આઈસ્ક્રીમ’ લોન્ચ કરવામાં આવ્યો છે.

સદીઓથી હળદરને શરીર માટે તંદુરસ્તી વર્ધક માનવામાં આવે છે.:

image source

અમુલ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર આર. એસ. સોઢી આ વિષે જણાવતા કહે છે કે, ભારતીય આયુર્વેદ ચિકિત્સાની પરંપરાગત પદ્ધતિઓની મદદથી હળદરને શરીરની તંદુરસ્તી વધારી શકે તેના માટે ફ્રેશ અને ડ્રાય મસાલા પાવડર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. દૂધ પોતાનામાં જ એક સંપૂર્ણ આહાર છે ઉપરાંત દૂધ એક શક્તિવર્ધક પેય છે. દૂધ અને હળદર બંનેના મિશ્રણથી બનેલ વિશ્વનો સૌપ્રથમ હળદરના ટેસ્ટ વાળા આઈસ્ક્રીમને પ્રસ્તુત કરવામાં આવ્યો છે. હલ્દી આઈસ્ક્રીમના પ્રોડક્શન માટે ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં રોજના ૫ લાખ પેકની ઉત્પાદન ક્ષમતા ધરાવતા આધુનિક ઉત્પાદન યુનિટમાં પેક તૈયાર કરવામાં આવે છે.

આદુ અને તુલસી ફ્લેવર વાળો પણ આઈસ્ક્રીમને જલ્દી જ લોન્ચ કરી શકે છે.

World's First: After "Haldi Doodh" Amul launches "Haldi Ice Cream ...
image source

અમુલ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલ હલ્દી આઈસ્ક્રીમ ૧૨૫ ml ના કપ પેકીંગમાં રૂ. ૪૦માં ગ્રાહકોને ઉપલબ્ધ થઈ શકે છે. અમુલ કંપની દ્વારા ઈમ્યુન બુસ્ટ રેન્જને આગળ વધારવા માટે અમુલ કંપની દ્વારા હળદર, આદુ અને તુલસીના મિશ્રણ ધરાવતો એક સ્વાદિષ્ટ ટ્રાય- કલર આઈસ્ક્રીમ ઈમ્યુનો ચક્ર આઈસ્ક્રીમની ૬૦ mlની કુલ્ફી સ્ટીકને જલ્દી જ લોન્ચ કરવામાં આવી શકે છે. તદુપરાંત અમુલ કંપનીએ ૨૦૦ mlના કેનમાં સ્ટાર અનીસ મિલ્કને પણ જલ્દી જ લોન્ચ કરવામાં આવી શકે છે.

આખા દેશના ફેલાયેલ અમૂલના ગ્રાહકોને રેડી ટુ ડ્રીંકના ઓપ્શન પુરા પાડી શકે તેના માટે અમુલ કંપનીએ રોગ પ્રતિકારક ક્ષમતાને વધારો કરી શકતા ડ્રીંકની રેંજના રૂપમાં અમુલ હલ્દી મિલ્ક, અમુલ તુલસી મિલ્ક, અમુલ જીંજર મિલ્ક અને અમુલ અશ્વગંધા મિલ્કને પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "કોરોના કાળમાં અમુલે લોન્ચ કર્યો હળદરની ફલેવરનો આઈસક્રીમ, ઇમ્યુનિટી બૂસ્ટર કેટેગરીમાં વધુ પ્રોડક્ટ લાવશે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel