તમે ક્યારેય વિચાર્યું છે કે સલાડથી લાખો રૂપિયા કમાવા? આ લેડીએ દુનિયાને કરીને બતાવ્યું, ભલભલા લોકો આજે આપે છે સલામી
આપણે ત્યાં એક લાઈન વારંવાર બોલવામાં આવે છે કે મફતનું લઈશ નહીં પણ મળશે તો મુકીશ નહીં, એ જ રીતે જ્યારે આપણે હોટલમાં બ્રેડ ખાતી વખતે વિચારતાં હોઈએ કે ભાઈ સલાડ તો મફતમાં જ મળે છે ને. પરંતુ આજકાલ સલાડની કિંમત વધી રહી છે. જે લોકો વિવિધ પ્રકારના સલાડ ખાવાના શોખીન છે તે લોકો જાણે છે કે આરોગ્ય માટે સલાડ કેટલું ફાયદાકારક નીવડે છે. અને આમ પણ આપણે દર જગ્યાએ સલાડ ખાવાથી ટેવાયેલા છીએ. કોઈપણ વસ્તુ સાથે દરેક માણસની સલાડની માગ તો હોય જ છે. ત્યારે પુણેની એક મહિલાએ સલાડનો ખૂબ જ સારો બિઝનેસ ઉભો કર્યો છે અને હાલમાં તો આ બિઝનેસ ખુબ સારી રીતે ચાલી પણ રહ્યો છે. આ લેડીનું નામ મેઘા બાફના છે. તેણે સલાડનો સ્વાદ લોકો સુધી પહોંચડવાનું મન બનાવ્યું. અને વિશ્વને એ બતાવી દીધું કે સલાડના વ્યવસાયથી પણ માણસ ધારે તો કેટલું કમાઈ શકે છે.

મેઘાએ વર્ષ 2017માં પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. તે ઘરેથી સલાડ બનાવતી અને તેને અન્ય લોકો સાથે વ્હોટ્સએપ પર શેર કરતી. બધાને ગમ્યું અને ટૂંક સમયમાં તેને ઓર્ડર મળવાનું શરૂ થયું. તેને પહેલા જ દિવસે 5 ઓર્ડર મળ્યા. આ ફક્ત તેના મિત્રો દ્વારા જ આપવામાં આવ્યા હતા. ધીરે ધીરે લોકોને મેઘાના સલાડ ગમ્યાં અને દિવસે ને દિવસે ઓર્ડર વધતા ગયા. એ રીતે ધંધામાં પણ વધારો થતો રહ્યો.

હવે મેઘા એક બિઝનેસ વુમન બનીને ઉભરી આવી છે. આ વ્યવસાય તેણે 3000 હજાર રૂપિયામાં શરૂ કર્યો હતો. આ ધંધાથી તેણે અત્યાર સુધીમાં 22 લાખ રૂપિયાની કમાણી કરી છે. પરંતુ તે એટલું સરળ નહોતું. તે દરરોજ સવારે સાડા ચાર વાગ્યે જાગી જતી. પછી ટૂંક સમયમાં જ તે સલાડના પેકેટ તૈયાર કરવાનું શરૂ કરતી. શાકભાજી પણ લાવવા પડતાં. મસાલા તૈયાર કરવા પડે. તેણે બધું જ પોતાના માટે કર્યું. ઘણી વખત તો નુકસાન પણ થયું છે. પરંતુ તેણીએ આ કામ ચાલુ રાખ્યું. ટૂંક સમયમાં તેનો ધંધો સેટ થઈ ગયો અને ધમધોકાર ચાલવા લાગ્યો.

લકડાઉન પહેલાં તેમના લગભગ 200 ગ્રાહકો રેગ્યુલર હતા. તેમની મહિનાની બચત 75 હજારથી લઈને 1 લાખ રૂપિયા સુધીની છે. તેણે છેલ્લા ચાર વર્ષમાં લગભગ 22 લાખ રૂપિયાની કમાણી કરી છે. તો તમે મેઘા બહેનને જોઈને એટલું તો જરૂર શીખી ગયા હશો કે હિંમત કરનારા લોકો ક્યારેય હારતા નથી. કોઈપણ વ્યવસાય કરો, ફક્ત હાર ન માનો. તેને વચ્ચે ન છોડો. હા એ બની શકે કે નુકસાન થશે. પરંતુ એ જ વાતને તમે જુદી જુદી રીતે વિચારશો, કામને મનથી કરતાં રહેશો તો તમે પણ એક દિવસ મનના ધાર્યા રૂપિયા કમાતાં થઈ જશો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "તમે ક્યારેય વિચાર્યું છે કે સલાડથી લાખો રૂપિયા કમાવા? આ લેડીએ દુનિયાને કરીને બતાવ્યું, ભલભલા લોકો આજે આપે છે સલામી"
ટિપ્પણી પોસ્ટ કરો