મા બન્યા પછી પણ આ અભિનેત્રીઓ લોકોના દિલમાં કરે છે રાજ, જેમાં 3 નંબરની હિરોઇન પર તો લાખો લોકો છે ફિદા
લોકો કહેતા હતા કે, ખતમ થઈ જશે કરિયર, માતા બની ગયા પછી પણ યથાવત રહ્યું છે આ ૬ અભિનેત્રીઓના જલવા.
બોલીવુડમાં મોટાભાગના કલાકારોના લગ્ન, બ્રેકઅપ, તલાક અને માતા બનવાની માહિતીથી છવાઈ રહે છે. એવું માનવામાં આવે છે કે, કોઈ અભિનેત્રીના માતા બન્યા પછી તેમનું પૂરું કરિયર દાવ પર લાગી જાય છે. કેટલીક અભિનેત્રીઓ એવી છે જેમના માતા બન્યા પછી ફિલ્મોમાં કમબેક કરી શકે છે. એટલા માટે આજે અમે પાને જણાવવા જઈ રહ્યા છીએ એ અભિનેત્રીઓ વિષે જેમના માતા બન્યા પછી પણ બોલીવુડમાં શાનદાર કમબેક કર્યું છે.
Kareena Kapoor Khan:
કરીના કપૂર ખાનએ વર્ષ ૨૦૧૬માં દીકરા તૈમુર અલી ખાનને જન્મ આપ્યો છે. ત્યાર બાદ કરીના કપૂર ખાનએ બે વર્ષ પછી વર્ષ ૨૦૧૮માં ફિલ્મ ‘વીરે દી વેડિંગ’થી બોલીવુડમાં જોરદાર કમબેક કર્યું છે. તેના પછી ફિલ્મ ‘અંગ્રેજી મીડીયમ’ અને ‘ગુડ ન્યુઝ’માં પણ કરીના કપૂર ખાનના અભિનયને ખુબ જ પસંદ કરવામાં આવ્યું છે. કરીના કપૂર ખાનની આ ત્રણેવ ફિલ્મો જોરદાર હીટ રહી. આપને જણાવીએ કે, કરીના કપૂર ખાન એકવાર ફરીથી માં બનવાની છે તેમ છતાં હાલમાં પણ કરીના કપૂર ખાન ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શુટિંગ કરી રહી છે.
Kajol:
કાજોલના આલોચક એવું કહેતા હતા કે, અજય દેવગણ સાથે લગ્ન કર્યા પછી તેમનું ફિલ્મી કરિયર પૂરી રીતે ખતમ થઈ જશે. પણ એવું થયું નહી. અભિનેત્રી કાજોલએ ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું. લગ્ન પછી કાજોલની ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ બ્લોકબસ્ટર હીટ થઈ. અભિનેત્રી કાજોલની અન્ય ફિલ્મો જેવી કે, ‘ફના’, ‘દિલવાલે’, ‘હેલીકોપ્ટર ઈલા’ જેવી ફિલ્મો દ્વારા પોતાના અભિનય કરિયર ચાલુ રાખ્યું.
Rani Mukherji:
રાની મુખર્જીએ વર્ષ ૨૦૧૪માં ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપડા સાથે લગ્ન કરી લીધા. બંનેની એક દીકરી છે આદીરા. અભિનેત્રી રાની મુખર્જીના માતા બન્યા પછી પણ રાની મુખર્જીએ ફિલ્મ ‘હિચકી’ અને ફિલ્મ ‘મર્દાની- 2’ જેવી હીટ ફિલ્મોમાં કામ કર્યું છે.
Hema Malini:
વર્ષ ૧૯૮૦માં બોલીવુડમાં ડ્રીમ ગર્લ તરીકે જાણીતી હેમા માલિનીના લગ્ન બોલીવુડના ‘માચો મેન’ અભિનેતા ધર્મેન્દ્ર સાથે થયા છે. તેમની બે દીકરીઓ ઈશા દેઓલ અને અહાના દેઓલ છે લગ્ન અને બાળકો ક્યારેય અભિનેત્રી હેમા માલિનીના કરિયર વચ્ચે આવ્યા નથી. હેમા માલિનીએ દરેક સમયે કામ કરતી રહી છે. અભિનેત્રી હેમા માલિનીના માતા બન્યા પછી પણ પોતાની અદાઓથી દર્શકોના દિલ જીતતી રહે છે અને બોલીવુડ પર છવાયેલ રહી છે.
Shweta Tiwari:
શ્વેતા તિવારીએ પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત નાના પરદાથી કરી છે. વર્ષ ૨૦૦૦માં તેમણે એક દીકરીને જન્મ આપ્યા પછી પણ ટીવી શો ‘કસૌટી જિંદગી કી’ જેવા હીટ ટીવી શોમાં શ્વેતા તિવારીએ કામ કર્યું છે અને રીયાલીટી શો ‘બિગ બોસ 7’ની વિનર પણ બની છે. તેમજ વર્ષ ૨૦૧૬માં શ્વેતા તિવારીએ દીકરા રેયાંશને જન્મ આપ્યો. ત્યાર પછી પણ અભિનેત્રી શ્વેતા તિવારીએ અભિનય કરવાનું શરુ જ રાખ્યું છે.
Ila Arun:
ઈલા અરુણ એક ભારતીય ફિલ્મ અભિનેત્રી, ટીવી આર્ટીસ્ટ અને સિંગર છે. ઈલા અરુણના માતા બન્યા પછી પણ તેમણે કામ કરવાનું છોડ્યું નહી. ફિલ્મ ‘જોધા અકબર’, ‘બેગમ જાન’, ‘લમ્હે’, ‘મંટો’ અને ઠગ્સ ઓફ હિંદોસ્તાન’ દ્વારા પોતાના ફિલ્મી કરિયરને આગળ વધારતી રહી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "મા બન્યા પછી પણ આ અભિનેત્રીઓ લોકોના દિલમાં કરે છે રાજ, જેમાં 3 નંબરની હિરોઇન પર તો લાખો લોકો છે ફિદા"
ટિપ્પણી પોસ્ટ કરો