માસ્ક પહેરવા પ્રત્યે ઉદાસીનતા રાખતા લોકો માટે આ વીડિયો છે આંખ ઉઘાડનારો, એક વખત જરૂર જોજો તમે પણ આ VIDEO
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને પગલે માસ્કની ચર્ચા સતત ચાલી રહી છે. માસ્ક ન પહેરનારને દંડ પણ કરવામાં આવી રહ્યો છે. નિષ્ણાતો સતત માસ્ક પહેરવાની, સામાજિક અંતર જાળવવાની સલાહ આપી રહ્યા છે.

દેશમાં હાલ કોરોના વાયરસના દર્દીની સંખ્યા લગભગ 77 લાખને પાર પહોંચી ગઈ છે. જેનો સીધો અર્થ એ જ થાય છે કે, કોરોના વાયરસ હજૂ પણ આપણી વચ્ચે છે. ત્યારે આ વાયરસથી બચવા માટે સમય સમયે હાથ ધોવા અને ફરજિયાત માસ્ક લગાવી રાખવું ખૂબ જરૂરી છે.
આ વીડિયોની ચર્ચા હાલમાં ચારે તરફ થઈ રહી છે

એવામાં ઘણા લોકો હજુ માસ્ક પહેરવા પ્રત્યે બેદરકારી રાખે છે. ઘણા લોકો હજુ માસ્કની ગંભીરતાને હજુ સમજી શક્યા નથી. એવા એક યૂઝરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યુ છે કે, હવે તમને સમજાયું, માસ્ક પહેરો. અત્યાર સુધીમાં 2 લાખ 35 હજારથી વધુ વ્યૂઝ આ વીડિયોને મળી ચુક્યા છે. તો 6.8 હજારથી વધારે લાઈક્સ મળી ગયા છે.
Does it make sense now? Wear a mask! pic.twitter.com/j481NefwsQ
— Dr. Arvinder Singh Soin (@ArvinderSoin) October 21, 2020
વીડિયોમાં બતાવ્યા પ્રમાણે એક સર્જિકલ માસ્કને ઝૂમ કરતા જણાઈ આવે છે કે, તેમાં કોરોના વાયરસ કઈ રીતે રોકાઈ રહે છે અને માસ્કના કારણે આપણે તેનાથી બચી શકીએ છીએ. આ વીડિયોની ચર્ચા હાલમાં ચારે તરફ થઈ રહી છે અને લોકોને માસ્કની ગંભીરતા સમજાઈ રહી છે.
માસ્ક ના પહેરનારને 500 વખત લખવું પડશે ‘માસ્ક પહેરવાનું છે’

કોરોનાના ફેલાવા બાદ માસ્ક ના પહેરવું એ ગંભીર ગુનો બન્યો છે. માસ્ક ના પહેરનાર વ્યક્તિ તેની સાથે અનેક લોકોના જીવને જોખમમાં નાંખે છે. જેથી માસ્ક પહેરવું ફરજિયાત છે. માસ્ક ના પહેરનાર લોકોને દંડ પમ કરવામાં આવે છે.

ત્યારે ઉત્તર પ્રદેશના ફિરોજાબાદમાં પોલિસ અને પ્રશાસને માસ્ક ના પહેરનાર વય્કતિને સજા આપવા માટે અનોખો નિયમ બનાવ્યો છે. આ નિયમને નામ પણ અનોખું આપ્યું છે, ‘માસ્કની ક્લાસ’. આ નિયમ મુજબ જે વ્યક્તિ માસ્ક પહેર્યા વગર બહાર નિકળશે, તેને એક કોરા કાગળ પર ‘માસ્ક પહેરવાનું છે’ એવું 500 વખત લખવું પડશે.
આ ક્લાસની અંદર માસ્કના ફાયદા જણાવવામાં આવશે

પોલિસ અધિકારી સચિંદ્ર પટેલે આ અંગે રવિવારે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે આ નિયમ વડે માસ્ક પહેર્યા વગર જાહેરમાં ફરતા લોકોને સબક શીખવવામાં આવશે. આવા લોકોને ત્રણથી ચાર કલાક સુધી બેસાડીને ક્લાસ લેવામાં આવશે. આ ક્લાસમાં પોલિસ કર્મચારીઓ તો હશે જ, પરંતુ સાથે એક ડોક્ટર પણ હશે.

આ ક્લાસની અંદર માસ્કના ફાયદા જણાવવામાં આવશે. માસ્ક પહેરવાથી કોરોનાને ફેલાતો કઇ રીતે રોકી શકાય તે પણ સમજાવાશે. ટૂંકમાં જેમ બાળકો શાળામાં હોમવર્ક કરીને ના જાય તો તેમને આવી સજા આપવામાં આવે છે, તેવી સજા માસ્ક ના પહેરનારા લોકોને પણ આપવામાં આવશે. પોલીસના આ નવતર પ્રયોગની લોકો પ્રશંસા કરી રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "માસ્ક પહેરવા પ્રત્યે ઉદાસીનતા રાખતા લોકો માટે આ વીડિયો છે આંખ ઉઘાડનારો, એક વખત જરૂર જોજો તમે પણ આ VIDEO"
ટિપ્પણી પોસ્ટ કરો