રેખાની પ્રથમ પસંદગી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્યારેય નહોતી, છતાં ત્રણ વર્ષની ઉંમરમાં કર્યું આ જોરદાર કામ
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા દાયકાઓથી પોતાની સુંદરતા અને જાજરમાન વ્યક્તિત્વ તેમજ જાજરમાન અભિનયના કારણે જાણીતી બનેલી રેખા આજે પણ તેના ફેન્સ પર તેટલો જ પ્રભાવ પાડે છે. રેખાનો જન્મ 10મી ઓક્ટોબર 1954ના રોજ થયો હતો. તેમનું સાચું નામ ભાનુરેખા ગણેશન છે. પણ તેમને સ્ટેજ પર તો લોકો રેખાના નામથી જ ઓળખે છે.

70ના દાયકામાં રેખાની દિવાનગી લોકોના માથા પર ચડી ગઈ હતી અને આજે પણ તે નથી ઉતરી શકી. રેખા સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ કિસ્સાઓ છે, પણ તમે એ નહીં જાણતા હોવ કે ઇન્ડસ્ટ્રી પર રાજ કરનારી રેખા ક્યારેય ફિલ્મોમાં આવવા નહોતી માગતી.

આ વિષે રેખાએ જ પોતે એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યુ હતું. રેખાએ હિન્દી સિનેમાંને અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. રેખાનું અંગત જીવન અને સાર્વજનિક જીવન ખૂબ જ ઉથલ પાથલોથી ભર્યું છે.

પણ તેમણે પોતાના જીવનમાં ચાલી રહેલી ઉથલ પાથલોની અસર ક્યારેય પોતાની ફિલ્મોમાં નથી થવા દીધી. તેમની ફિલ્મી કેરિયર હંમેશા સફળ અને ઉત્તમ રહી છે. પણ સાથે જ રેખાએ એ પણ દાવો કર્યો છે કે તેમણે ક્યારેય કોઈ નિર્માતા કે નિર્દેશક પાસે કામ માટે હાથ લાંબો નથી કર્યો.

રેખા એકવાર ફિલ્મકાર સુભાષ ઘાઈની સ્કૂલ ‘વિહ્સલિંગ વુડ્સ’ના એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે ત્યાં હાજર વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. તેમણે પોતાની ફિલ્મી કેરિયરને લઈને વાત કરી હતી અને જણાવ્યુ હતું કે ફિલ્મોમાં આવવું તેમની પ્રથમ પસંદ ક્યારેય નહોતી. રેખાએ કહ્યું, ‘ઇન્ડસ્ટ્રીમાં આવવું તે મારી પસંદ નહોતી. બસ આ તો અનાયાસ જ થઈ ગયું. પણ હવે જ્યારે હું પાછી વળીને જોઉં છું તો લાગે છે કે જે થયું તે સારુ થયું. હું મારી કેરિયરથી ખૂબ જ સંતુષ્ટ છું.’

આગળ રેખાએ એ પણ જણાવ્યુ કે તેમણે ક્યારેય કોઈ પણ નિર્માતા કે નિર્દેશ પાસે કામ નથી માંગ્યું. તેમને બસ જાતે જ કામ મળતું રહ્યું. રેખા કહે છે, ‘હું ક્યારેય કામ માંગવા માટે કોઈની પાસે નથી ગઈ. કોઈ નિર્માતા કે નિર્દેશક પાસે મેં મારા નામની ભલામણ નથી કરી. ઇન્ડસ્ટ્રીમાં આવ્યા બાદ મને મારી પસંદના રોલ મળતા ગયા અને હું કામ કરતી ગઈ. તેને હું લોકોનો આશિર્વાદ માનું છું.’

રેખાએ 1966માં બાળ કલાકાર તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. 70ના દાયકામાં મુકદ્દર કાસિકંદરહ, સુહાગ, મિસ્ટર નટવરલાલ, ખૂન પસીના જેવી ફિલ્મોમાં અમિતાભ બચ્ચન સાથે તેમની જોડીને ખૂબ પસંદ કરવામા આવી. અને રેખાનો જાદૂ મોટા પરદા પર આજે પણ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "રેખાની પ્રથમ પસંદગી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્યારેય નહોતી, છતાં ત્રણ વર્ષની ઉંમરમાં કર્યું આ જોરદાર કામ"
ટિપ્પણી પોસ્ટ કરો