પેટાચૂંટણીઃ બપોરના 1 વાગ્યા સુધી સરેરાશ 31.44 ટકા મતદાન નોંધાયું, માત્ર 4 કલાક રહ્યા છે બાકી- ડાંગ બેઠક પર સૌથી વધુ મતદાન
બપોરના 1 વાગ્યા સુધીમાં સરેરાશ 31થી 34 ટકા મતદાન થયું – સૌથી વધારે વોટીંગ ડાંગ બેઠક પર થયું
ત્રીજી નવેમ્બરે એટલે કે આજે સવારે 7 વગ્યાથી ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકો પર મતદાન શરૂ કરવામાં આવ્યું છે. મળેલી માહિતી પ્રમાણે બપોરના 1 વગ્યા સુધીના સમયમાં 31થી 34 ટકા જેટલું સરેરાશ મતદાન કરવામાં આવ્યું છે. પણ સૌથી વધારે મતદાન ડાંગ બેઠક પર થયું છે. ડાંગમાં બપોર સુધીમાં 51.54 ટકા મતદાન થયું છે.
કોંગ્રેસ તેમજ ભાજપના પક્ષોએ લોકો વધારેમાં વધારે મતદાન કરે તે માટે ખૂબ મહેનત કરી છે. તો બીજી બાજુ કચ્છ ખાતે જે મતદારોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે તેમના માટે વોટ આપવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

2જી નવેમ્બરે મતદાનને લઈને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા બધી જ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. ગુજરાતની આ 8 વિધાનસભા બેઠકોમાં 18.75 લાખ મતદારો છે જેઓ પોતાના મત આપવાના અધિકારનો ઉપયોગ કરીને 80 જેટલા ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે. સવારના સાત વાગ્યાથી શરૂ કરવામાં આવેલું મતદાન સાંજના છ વાગ્યા સુધી ચાલુ રહેશે.
હાલ કોરોના વાયરસની જે મહામારી ચાલી રહી છે તેને ધ્યાનમાં રાખીને કોવિડ – 19ની માર્ગદર્શિકાને અનુસરીને શાંત વાતાવરણમાં મતદાન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ દરેક મતદાન મથક પર પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાયેલો છે.

તમને જણાવી દઈએ કે ગુજરાતની 8 બેઠકોમાં અબડાસા, લીંમબડી, ધારી, ગઢડાનો પણ સમાવેશ થાય છે. આ પેટાચૂંટણીમાં ભાજપા, કોંગ્રેસ ઉપરાંત બીટીપી સહિતની પાર્ટીઓ તેમજ અપક્ષ મળીને કુલ 80 જેટલા ઉમેદવારોએ ભાગ લીધો છે.
પાર્ટીઓ આ ચૂંટણી જીતવા માટે અપાર પરિશ્રમ કરી રહી છે

એક માહિતી પ્રમાણે ભાજપ તેમજ કોંગ્રેસ પક્ષના નેતાઓએ ચૂંટણી જીતવા માટે સુરતથી મતદારોને ઉતાર્યા છે. આ સિવાય ચૂંટણી પંચના સૂચન પ્રમાણે ગઢડા બેઠક પર બંને પક્ષના ઉમેદવારો મતદાન નહીં કરી શકે કારણ કે બન્ને ઉમેદવારો આયાતી એટલે કે બહારથી આવ્યા છે. આ સિવાય મોરબી માલિયા ખાતે 20 જગ્યાઓ પર ઇવીએમ મશિનો ખોટકાયા હોય તેવી ફરિયાદ સાંભળવા મળી છે. અને ત્યાર બાદ તાત્કાલિક આ મશીનોને બદલવામાં આવ્યા હતા.

મોહન કુંડરિયાએ ભવિષ્યવાણી કરી છે કે મોરબીમાં ભાજપનો ઉમેદવાર 10 હજારની લીડ સાથે ચૂંટણી જીતશે. તો બીજી બાજુ એવા અહેવાલ પણ મળ્યા છે કે ગઢડા બેઠક પર એમ.એમ. હાઇસ્કૂલમાં મુકવામાં આવેલા ઇવીએમ બંધ થઈ ગયા છે જેના કારમે મતદારોને સમસ્યા ઉભી થઈ છે. તો મિયાગામ કરજણ, દેથાણ અને સાપ્રામાં પણ ત્રણ સ્થળોએ ઇવીએમ મશીન બગડ્યાના અહેવાલ છે. આ ચૂંટણીમાં વૃદ્ધ, દિવ્યાંગ તેમજ સગર્ભા મતદારોને અગ્રતા આપવામાં આવી છે. કોરોનાના શંકાસ્પદ લોકો માટે સાંજે 5થી 6 વાગ્યા સુધી મતદાનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
બપોરે બાર વાગ્યા સુધીમાં થયું આટલું મતદાન
- કજરણમાં 22.95 ટકા
- ડાંગમાં 39.60 ટકા
- કપરાડામાં 17.26 ટકા
- અબડાસામાં 22 ટકા
- ધારીમાં 16.4 ટકા
- મોરબીમાં 24.15 ટકા
- ગઢડામાં 21.74 ટકા લીંબડીમાં 28.59 ટકા મતદાન થયું.

બપોરે 1 વાગ્યા સુધીમાં થયું આટલા ટકા મતદાન
ધારીમાં 16.04 ટકા, ગઢડામાં 27.28 ટકા, ડાંગમાં 51.54 ટકા, અબડાસામાં 22.00 ટકા, મોરબીમાં 30.16 ટકા, લીમડીમાં 32.49 ટકા, કરજણમાં 40.64 ટકા, કપરાડામાં 36.41 ટકા, આમ બપોરના એક વાગ્યા સુધીમાં કુલ સરેરાશ મતદાન 31.44 થયું છે
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "પેટાચૂંટણીઃ બપોરના 1 વાગ્યા સુધી સરેરાશ 31.44 ટકા મતદાન નોંધાયું, માત્ર 4 કલાક રહ્યા છે બાકી- ડાંગ બેઠક પર સૌથી વધુ મતદાન"
ટિપ્પણી પોસ્ટ કરો