અલીગઢનાં વૃદ્ધ દંપતીએ બનાવ્યું 300 કિલોનું તાળું, 1 વર્ષનો લાગ્યો સમય, ચાવીનું વજન સાંભળીને તમે પણ બોલી ઉઠશો OMG!

આજના આ આર્ટિકલમાં અમે આપને અલીગઢ શહેરમાં રહેતા એક દંપતીએ બનાવેલા ભારે અને ભીમકાય તાળા વિશે વાત કરવાના છીએ જે આજકાલ ચર્ચાનો વિષય બની ચૂક્યું છે.

image source

તાળાનાં ઉત્પાદન માટે આખા દેશમાં પ્રખ્યાત એવા અલીગઢ ખાતે રહેતા એક દંપતીએ એક આશ્ચર્યજનક કાર્ય કરીને સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. અસલમાં અલીગઢ નિવાસી સત્ય પ્રકાશ શર્મા અને તેમના પત્ની રૂકમણીએ 300 કિલો વજન ધરાવતું ભીમકાય તાળું બનાવ્યું છે. દંપતીના કહેવા મુજબ આ તાળું બનાવવા માટે 60 કિલો જેટલું લોખંડ અને પિત્તળ ધાતુ વપરાઈ છે. જો કે આ તાળાનું કામકાજ સંપૂર્ણ રીતે પૂરું નથી થયું પરંતુ તેનું છેલ્લું ચરણ ચાલી રહ્યું છે જેમાં હજુ થોડો સમય લાગશે.

તાળું બનાવવા માટે લાગ્યો એક વર્ષનો સમય

image source

અલીગઢના નૌરંગાબાદ ખાતેના જ્વાલાપુરી મહોલ્લામાં રહેતા સત્ય પ્રકાશ શર્મા અને તેમના પત્ની રૂકમણીને આ તાળું બનાવવા માટે એક વર્ષનો સમય લાગ્યો છે. એટલું જ નહીં પણ તાળું બનાવવા માટે અંદાજે એક લાખ રૂપિયાનો ખર્ચ પણ થયો છે. દંપતીના કહેવા મુજબ તેઓ કઇંક એવું કામ કરવા ઇચ્છતા હતા જેથી અલીગઢની સાથે સાથે તેમનું નામ પણ લોકો યાદ રાખે. અને તેઓ એવી ઈચ્છા ધરાવે છે કે ઉત્તર પ્રદેશની યોગી સરકાર તેમજ મોદી સરકાર આ તાળાને વિષય સંબંધે પ્રદર્શનોમાં આ તાળાને મોડલ રૂપે પ્રદર્શિત કરે.

300 કિલોના તાળા માટે છે 12 કિલોની ચાવી

image source

સત્ય પ્રકાશ શર્મા અને તેમના પત્ની રૂકમણી શર્માએ તાળા વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓનો પરિવાર વર્ષોથી તાળાના ઉત્પાદન ક્ષેત્રે જોડાયેલો છે જેથી તેમણે પણ આ કામ કરવાનું નક્કી કર્યું. દંપતીએ જે વિશાળકાય તાળું બનાવ્યુ છે તેના આકારની વાત કરીએ તો આ તાળાની લંબાઈ છ ફૂટ 2 ઇંચ, પહોળાઈ 2 ફૂટ 9 ઇંચ છે. એટલું જ નહીં આ તાળાની ચાવી પણ તાળાની જેમ જ ધ્યાનાકર્ષક છે. આ તાળાની ચાવીની લંબાઈ 40 ઇંચ છે જ્યારે ચાવીનો કુલ વજન 12 કિલો છે. જો કે દંપતીએ એમ પણ જણાવ્યું હતું કે હજુ તાળું સંપૂર્ણ રીતે તૈયાર નથી થયું પણ નજીકના સમયમાં જ તેનું બધું કામકાજ પૂર્ણ થઈ જશે.

image source

અલીગઢના સત્ય પ્રકાશ શર્મા અને તેમના પત્ની રૂકમણી શર્માએ આ તાળું બનાવ્યા બાદ બધાનું ધ્યાન ખેંચ્યું છે. સત્ય પ્રકાશ શર્માના પત્ની એવા રૂકમણી શર્માએ આ તાળું બનાવવા માટે પોતાના સહયોગ અંગે જણાવ્યું હતું કે મારા સાસરિયામાં તાળાનું ઉત્પાદન કાર્ય થતું હતું જેને કારણે અમુક સમય બાદ હું પણ આ કામકાજ શીખી ગઈ. પતિ સત્ય પ્રકાશ શર્માને હદય સંબંધી બીમારીને કારણે તેમના કાર્યમાં મેં સહયોગ આપ્યો અને આ રીતે અમે આ વિશાળકાય તાળું તૈયાર કર્યું.

Related Posts

0 Response to "અલીગઢનાં વૃદ્ધ દંપતીએ બનાવ્યું 300 કિલોનું તાળું, 1 વર્ષનો લાગ્યો સમય, ચાવીનું વજન સાંભળીને તમે પણ બોલી ઉઠશો OMG!"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel