શ્વેતા તિવારીએ 40 વર્ષની ઉંમરમાં આ રીતે ઘટાડી દીધું 10 કિલો વજન, જાણો અને તમે પણ થઇ જાવો સ્લિમ
મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા કોઈ સામાન્ય વ્યક્તિ હોય કે સેલેબ્રીટી એક ઉમરના પડાવ પર તે પોતાના સ્વાસ્થ્યની તંદુરસ્તી જાળવી શકતા નથી. તેમના શરીરમા અનેકવિધ પ્રકારના હોર્મોનલ અસંતુલિત થતા હોય છે જેના કારણે તે પોતાના શરીરને ફીટ રાખવા માટે સક્ષમ નથી રહેતા ત્યારે આજે ટીવીજગતની એક ભૂતપૂર્વ અભિનેત્રીએ આજે ૪૦ વર્ષની ઉમરે પણ ૧૦ કિલો વજન ઘટાડીને લોકો માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરુ પાડ્યુ છે.

શ્વેતા તિવારીએ હાલ સાબિત કરી બતાવ્યુ છે કે, સ્વસ્થ અને તંદુરસ્ત રહેવાની કોઈ જ ઉંમર નથી હોતી. આ અભિનેત્રીમા હાલના સમયમા ઘણા મોટા ફેરફારો થયા છે. ૪૦ વર્ષીય આ ટેલીવિઝન અભિનેત્રીએ લગભગ ૧૦ કિલો વજન ઘટાડવામા સફળ રહી. તેમના શરીરનુ આ બદલાયેલુ સ્વરૂપ સોશિયલ મીડિયા પર લોકોને ખુબ જ પ્રેરણા આપી રહ્યુ છે.

લોકોને તે જાણવાની ઇચ્છા છે કે, તેણે તેને કેવી રીતે શક્ય બનાવ્યું છે. જો કે, જીવનમા કોઈ હેતુ પ્રાપ્ત કરવા માટે સમર્પણ, હિંમત અને ઇચ્છાશક્તિ જરૂરી છે. આ અભિનેત્રીનો તંદુરસ્તી માટેનો સફર કોઈ નાનો નહોતો. આ અભિનેત્રીએ વર્કઆઉટ સાથે ડાયેટ ચાર્ટનું સખત રીતે પાલન કર્યું હતુ. તેણીએ ૪૦ વર્ષની ઉંમરે પણ જે ચમત્કારિક રીતે ૧૦ કિલો વજન ઘટાડ્યુ છે તે ખુબ જ વખાણવા લાયક છે.વજન ઘટાડવાની મુસાફરી વિશે અભિનેત્રીએ ખુલાસો કર્યો છે, તે કેવી રીતે શક્ય બન્યુ?

તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કરી છે. આ ફોટોમા તેનો ન્યુટ્રિશનિસ્ટ જોવા મળી રહ્યો છે. તેણીએ જણાવ્યુ કે, વજન ઘટાડવાની તેની યાત્રા જરાપણ સહેલી નથી. તેના સમર્પણ, આત્મસંયમ અને ઇચ્છાશક્તિની સાથે તેણે આ વજન ઘટાડવા માટેનો સંપૂર્ણ શ્રેય તેમના ન્યુટ્રિશનિસ્ટને આપ્યો છે.

તેની પોસ્ટ પર તેમણે લખ્યું છે કે તેમની ન્યુટ્રિશનિસ્ટ કિનીતા કાકડિયા પટેલે તેણીને અમુક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભોજન માટેનો એક ડાયટ પ્લાન બનાવ્યો હતો. આ અભિનેત્રી કહે છે કે, તેમને એવું લાગ્યું કે જાણે કે આ કોઈ મિશન છે. આ અભિનેત્રીના ન્યુટ્રિશનિસ્ટે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, તેના માટે ડાયેટ પ્લાન બનાવતી વખતે તેને વિવિધ ફૂડ્સના મિશ્રણનો ઉપયોગ કરવો પડ્યો હતો.
ન્યુટ્રિશનિસ્ટ્સે જણાવ્યુ કે, આ અભિનેત્રી આહારમાં કઠોળ, બ્રાઉન રાઇસ, ઓટ્સ, મોસમી અને વિટામિન-સી સમૃદ્ધ ફળો, બદામ અને માંસના પાતળા ટુકડાઓનો સમાવેશ કરતી હતી. આ અભિનેત્રીએ વજન ઓછુ કર્યા પછી પણ પોતાનો સ્વસ્થ આહાર તો ચાલુ જ રાખ્યો હતો.
0 Response to "શ્વેતા તિવારીએ 40 વર્ષની ઉંમરમાં આ રીતે ઘટાડી દીધું 10 કિલો વજન, જાણો અને તમે પણ થઇ જાવો સ્લિમ"
ટિપ્પણી પોસ્ટ કરો