વાસ્તુ નિયમો અનુસાર આ રીતે કરો દિવાળીનું પૂજન, થશે સુખ અને સૌભાગ્યનો વરસાદ
દિવાળીનો તહેવારે સુખ સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. સુખ અને સૌભાગ્યની કામના સાથે આ દિવસે ધન, વૈભવ, ઐશ્વર્યની દેવી માતા લક્ષ્મી અને રિદ્ધિ સિદ્ધિના પ્રદાતા શ્રી ગણેશજીનું પૂજન કરવામાં આવે છે. ઘર કે વ્યવસાયના સ્થળે માતા લક્ષ્મીની કૃપા બની રહે, પૂજા પાઠનો પૂર્ણ લાભ મળી શકે એ માટે જરૂરી છે કે શ્રદ્ધા અને ભક્તિ સાથે આપણે બધા દિવાળીનું પૂજન ન ફક્ત સાચા મનથી કરો પણ વાસ્તુના નિયમોનું ધ્યાન રાખીને સાચી રીતે પૂજન અર્ચન કરો.

જો વાસ્તુ નિયમો અનુસાર દિશાઓ અને રંગોનું ધ્યાન રાખીને કાર્યસ્થળ કે ઘરે પૂજા કરવામાં આવે તો નિશ્ચિત રૂપે આપણને શુભ પરિણામ મળશે તેમજ ખુશીઓ, સફળતા અને સમૃદ્ધિ આપણા જીવનમાં આવશે. વાસ્તુ વિજ્ઞાન અનુસાર ઉત્તર દિશાને ધનની દિશા માનવામાં આવે છે. દિવાળીનું પૂજન ઉત્તર કે ઉત્તર – પૂર્વ દિશામાં કરવું શુભ માનવામાં આવે છે.

પૂજા કરતી વખયે મુખ ઉત્તર કે પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. ઉત્તર દિશા ધનનું ક્ષેત્ર છે એટલે આ ક્ષેત્ર યક્ષ સાધના, લક્ષ્મી પૂજન અને ગણેશ પૂજન માટે આદર્શ સ્થાન છે. ધ્યાન રાખો કે દિવાળી પૂજનમાં માટીના લક્ષ્મી અને ગણેશજીની મૂર્તિઓ કે ચિત્ર વગેરે ફોટા નવા હોય. ચાંદીની મૂર્તિઓને સાફ કરીને ફરી પૂજામાં ઉપયોગમાં લઈ શકાય છે.

પૂજા કળશ તેમજ અન્ય સામગ્રી જેવી કે સિંદૂર, ગંગાજળ, ચોખા, કંકુ, મૌલિ, ફળ, મીઠાઈ, પાન સોપારી, ઈલાયચી વગેરે ઉત્તર અને ઉત્તર પૂર્વમાં જ રાખો તો શુભ ફળમાં વૃદ્ધિ થશે. દેવી લક્ષ્મીને લાલ રંગ ખૂબ જ પ્રિય છે. લાલ રંગને વાસ્તુમાં પણ શક્તિ અન શૌર્યનું પ્રતીક માનવામાં આવે છે. એટલે માતાજીને અર્પિત કરવામાં આવતા વસ્ત્રો, શૃંગારની વસ્તુઓ તેમજ ફૂલ બને તો લાલ જ હોવું જોઈએ. પૂજન કક્ષના દ્વાર પર સિંદૂર કે કંકુથી બંને બાજુ સાથિયો બનાવી દેવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશ નથી કરી શકતી.વાસ્તુ શાસ્ત્ર અનુસાર શંખ ધ્વનિ કે ઘંટનાદ કરવાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને આસપાસનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર થઈને મન મસ્તિષ્કમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. દિવાળી પૂજનમાં શ્રીયંત્ર, કોડી અને ગોમતીચક્રની પૂજા સુખ સમૃદ્ધિને આમંત્રિત કરે છે.
કઈ દિશામાં રાખશો તોરણ.

માતા લક્ષ્મીજીના સ્વાગત તેમજ એમને પ્રસન્ન કરવા માટે પૂજન કક્ષના દરવાજા પર તોરણ બાંધવું શુભ માનવામાં આવે છે. તોરણની પસંદગી ઘરની દિશા અનુસાર, રંગ અને આકારને ધ્યાનમાં રાખીને કરવાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. જો તમારા ઘરનું મુખ્ય દ્વાર પૂર્વમાં હોય તો લીલા રંગના ફૂલ અને પાનનજ તોરણ લગાવવુ શુભ માનવામાં આવે છે. આ દિશામાં તમે આંબા અનવ આસોપાલવના પાનનું તોરણ લગાવી શકો છો. ધનની દિશા ઉત્તરના મુખ્ય દ્વાર માટે ભૂરા કે આસમાની રંગના ફૂલોનું તોરણ લગાવવું સુખ અને સમૃદ્ધિમાં વધારો કરશે. જો ઘરનું પ્રવેશ દ્વાર દક્ષિણ દિશામાં હોય તો લાલ, નારંગી રંગના ફૂલ અને પાન દ્વાર ઘરના મુખ્ય દ્વારને સજાવવું જોઈએ. પશ્ચિમ દિશામાં મુખ્ય દ્વાર માટે પીળાં, ગોલ્ડન, લાઈટ બ્લુ કલરના ફુલોનું તોરણ લાભ અને ઉન્નતિમાં મદદરૂપ થશે.ધ્યાન રાખો કે પૂર્વ અને દક્ષિણના દ્વાર પર કોઈપણ ધાતુમાંથી બનેલું તોરણ ન લગાવવું જોઈએ. પશ્ચિમ અને ઉત્તર દિશામાં ધાતુનું તોરણ લગાવી શકાય છે. એ જ રીતે ઉત્તર, પૂર્વ અને દક્ષિણ દિશામાં બનેલા પ્રવેશ દ્વાર પર લાકડાનું તોરણ લગાવી શકાય છે પણ પશ્ચીમ દિશામાં લાકડાનું તોરણ ન લગાવવું જોઈએ.
સકારાત્મક ઊર્જા આપે છે દીવો.

દિવાળીની પૂજામાં ઘી કે તેલનો દીવો કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થશે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ઘરના સભ્યોને
યશ તેમજ પ્રસિદ્ધિ મળે છે. દિવાળીના દિવસે લક્ષ્મીજીના પૂજાનો દીવો ઉત્તર દિશામાં રાખવાથી ઘર ધન ધાન્યથી સંપન્ન રહે છે. ધ્યાન રાખો કે જો માટીનો દીવો સળગાવી રહ્યા હોય તો દીવો એકદમ સાફ હોય. કોઈપણ પૂજામાં તૂટેલો દીવો અશુભ માનવામાં આવવા છે.
0 Response to "વાસ્તુ નિયમો અનુસાર આ રીતે કરો દિવાળીનું પૂજન, થશે સુખ અને સૌભાગ્યનો વરસાદ"
ટિપ્પણી પોસ્ટ કરો