પગાર ન આપતાં આઇફોન પ્લાન્ટમાં જોરદાર હોબાળો, એવી તોડફોડ કરી કે કંપનીને 437 કરોડનું નુકસાન થયું

કર્ણાટકના કોલારમાં આવેલી આઇફોન બનાવવાની ફેક્ટરીના થયેલી તોડફોડમાં લગભગ 437 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે ફેક્ટરી તાઇવાનની વિસ્ટ્રોન કોર્પોરેશન દ્વારા સંચાલિત છે. વિસ્ટ્રોન કોર્પોરેશને ફરિયાદમાં માહિતી આપી છે કે કર્મચારીઓ દ્વારા તોડફોડ કરવામાં કંપનીને આશરે 437 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તો વિગતે વાત કરીએ તો કર્ણાટકના કોલારમાં આઈફોન બનાવતી તાઈવાની કંપની વિસ્ટ્રોનના કારખાનામાં શનિવારે ભારે હોબાળો થયો હતો. પગાર ન મળવાને કારણે મજૂરોએ ફેક્ટરીમાં ભારે તોડફોડ કરી હતી.

image source

મળતી માહિતી પ્રમાણે પોલીસ અને કર્ણાટક શ્રમ વિભાગને આપવામાં આવેલી ફરિયાદમાં કંપની તરફથી દાવો કરવામાં આવ્યો છે કે ઉપદ્રવીઓએ હજારો આઈફોન પણ લૂંટી લીધા છે, જેને કારણે વિસ્ટ્રોનને 437 કરોડનું નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે કર્ણાટકના કોલાર જિલ્લાના નરસાપુર ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં આવેલી તાઈવાની કંપની વિસ્ટ્રોન ભારતમાં આઈફોન એસેમ્બ્લીનું કામ કરે છે. શનિવાર સવારે આ કંપનીમાં કામ કરતા કર્મચારીઓએ કંપની વિરુદ્ધપ્રદર્શન કર્યું હતું.

શું વાંધો છે એના વિશે જો વાત કરવામાં આવે તો કર્મચારીઓએ આરોપ લગાવ્યો કે કંપનીએ ઘણા મહિનાઓથી કર્મચારીઓને પગાર આપ્યો નથી. વિરોધ શરૂ થયું એના થોડીક જ વારમાં વિરોધપ્રદર્શન હિંસક થઈ ગયું અને અમુક લોકોએ વિસ્ટ્રોનની ઓફિસમાં તોડફોડ શરૂ કરી દીધી, વાહનોમાં આગ લગાવી દીધી. દેખાવકારીઓએ ફેક્ટરીમાં પથ્થરમારો કર્યો અને કંપનીના બોર્ડને પણ આગના હવાલે કરી દીધું. સૂચના મળ્યા પછી પોલીસની ટીમ ત્યાં પહોંચી ત્યારે પણ આ લોકોનો ગુસ્સો શાંત નહોતો થયો.

આગળ કેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી એના વિશે જો વાત કરીએ તો ભીડમાં કોઈ એકે પોલીસની જીપ પર પણ પથ્થર ફેંક્યો હતો. ત્યાર પછી પોલીસે બળપ્રયોગ કરીને આ તમામને ત્યાંથી ભગાડ્યા હતા. તો સામે કંપનીએ પણ ફરિયાદ કરી છે અને આ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે હિંસા કરનારા લોકોએ હજારોની સંખ્યામાં આઈફોન લૂંટી લીધા હતા. કંપનીએ લેબર ડિપાર્ટમેન્ટને કરેલી ફરિયાદમાં કહ્યું હતું કે આ પ્લાન્ટ માટે 8900 કર્મચારી કરાર આધારિત હાયર કરાયા હતા, જેમને સબસિડિયરી કંપની તરફથી કામે રાખવામાં આવ્યા હતા.

image source

આગળ કહેવામાં આવ્યું કે, આ કંપનીઓના કોન્ટ્રેક્ટર્સને કંપની તરફથી ચુકવણી કરી દેવાઈ હતી, પણ માલિકોએ કર્મચારીઓને વેતન આપવામાં મોડું કર્યું, લેબર ડિપાર્ટમેન્ટ તરફથી કંપનીને 3 દિવસની અંદર આ વિવાદનો નિવેડો લાવવાનો આદેશ આપતાં નોટિસ આપી છે. તો આ તરફ સરકારે પણ પોતાની રીતે વિસ્ટ્રોનને કહ્યું હતું કે તે ત્રણ દિવસની અંદર તમામ કર્મચારીઓના બાકીના પગારની ચુકવણી કરે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે આ પગાર મળી જશે કે પછી ફરીથી કર્મચારીઓને આ રીતે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "પગાર ન આપતાં આઇફોન પ્લાન્ટમાં જોરદાર હોબાળો, એવી તોડફોડ કરી કે કંપનીને 437 કરોડનું નુકસાન થયું"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel