કોરોનાના દર્દીઓ પર હુમલો કરી રહી છે કાળી ફૂગ, જાણો આ બીમારી અને તેનાથી બચવા વિશેની તમામ માહિતી…
કોરોના વયારસની વચ્ચે બીજી બીમારીઓ પણ ભયભીત કરી રહી છે. રાજધાની દિલ્લીમાં કાળી ફૂગ (કાલી ફફૂંદ)નો કહેર સામે આવ્યો છે. અહીં કોરોના સંક્રમણથી ઠીક થયેલા દર્દીઓમાં ઘાતક ફૂગ મુકોર્માઇકોસિસ એટલે કે કાળી ફૂગનું સંક્રમણ જોવામા આવ્યું છે. અહીંની ગારામ હોસ્પિટલમાં છેલ્લા 2 અઠવાડિયાઓથી કાળી ફૂગના 15થી 18 દર્દીઓ આવ્યા છે. 5ના મૃત્યુ પણ થઈ ગયા છે. આ બીમારીમાં આંખની દ્રષ્ટી જતી રહે છે. સાથે સાથે નાક અને ઝડબા ખરાબ થઈ જાય છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે આ બીમારીમાં મૃત્યુદર લગભઘ 50થી વધારે છે.
કયા દર્દીઓને વધારે જોખમ છે ?
હોસ્પિટલના વરિષ્ટ ઇએનટી સર્જન ડો. મનીષ મુંજાલના કહેવા પ્રમાણે આ બીમારી તે દર્દીઓ પર વધારે જલદી પ્રહાર કરે છે જે ડાયાબિટીસનો શિકાર હોય છે અથવા તો પછી લાંબા સમયથી કોઈ દવાનું સેવન કરતા હોય. તેનાથી દર્દીઓની બીમારી સામે લડવાની ક્ષમતા ઘટી જાય છે અને કાળી ફૂગ હૂમલો કરે છે.
કોરોનાના દર્દીઓની સાથે પણ આવું જ થઈ રહ્યું છે. સામાન્ય રીતે કાળી ભૂગના દર્દીઓ ઘણા ઓછા આવે છે પણ કોરોના કાળમાં તેમની સંખ્યા વધી ગઈ છે. છેલ્લા વર્ષે આ બીમારીના 8 દર્દીઓ સામે આવ્યા હતા, પણ આ વખતે બે અઠવાડિયામાં જ તેમની સંખ્યા 15થી 18 સુધી પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં જે પણ સામે આવ્યું છે, તે કોરોના સંક્રમિત થઈ ગયા છે. મોટાભાગના દર્દીઓની ઉંમર 50 વર્ષથી વધારે છે.
કાળી ફૂગના લક્ષણો
પશ્ચિમ દિલ્લીના રહેનારા 32 વર્ષના એક વેપારીમાં કાળી ફૂગ જોવા મળી છે. તેમણે છેલ્લા અઠવાડિયે જ કેરોના રિપોર્ટ કઢાવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો અને ત્યાર બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી પણ બિ દિવસ બાદ જ તેમનો નાકનો એક ભાગ જામ થઈ ગયો. આંખમાં સોજા આવવા લાગ્યા. દવાઓની પણ કોઈ જ અસર ન જોવા મળી અને કેટલાક દિવસોમા આંખની દ્રષ્ટિ પણ ઓછી થઈ ગઈ. ચેહરા નો એક ભાગ સુન્ન પડી ગયો. સેંપલની તપાસ કરવામા આવી તો કાળી ફૂગ સામે આવેલી. રિપોર્ટ પ્રમાણે દર્દીના નાક અને જડબાનો કેટલોક ભાગ નષ્ટ થઈ ગયો હતો. નષ્ટ થઈ ગયેલી કોશિકાઓને હટાવવામાં આવી અને 2 અઠવાડિયા સુધી આઈસીયુમાં રાખ્યા બાદ તેમને રજા આપવામા આવી હતી.
શું છે કાળી ફૂગનો ઉપચાર
ડો. મુંજાલના જણાવ્યા પ્રમાણે, કાળી ફૂગ શેરડીના ખેતરોમાં જોવા મળે છે. તે હવામાં હાજર હોય છે જે નાક દ્વારા મસ્તિષ્ક સુધી પહોંચી જાય છે. માટે દર્દીઓને સલાહ આપવામા આવે છે કે નાકમાં કોઈ પ્રકારનો અવરોધ કે પછી ગળામા સોજો આવે કે પછી આંખ લાલ થઈ જાય તેવા કોઈ લક્ષણો જોવા મળે તો તમારે તરત જ ડોક્ટરને બતાવવું જોઈએ. સ્થિતિ બગડે તો નાકમાં જડબાનું હાડકું કાઢવું પડે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "કોરોનાના દર્દીઓ પર હુમલો કરી રહી છે કાળી ફૂગ, જાણો આ બીમારી અને તેનાથી બચવા વિશેની તમામ માહિતી…"
ટિપ્પણી પોસ્ટ કરો