બદલો લેવા માટે આ મહિલાએ એક્સ બોયફ્રેન્ડને મોકલાવી 1000 કિલો ડુંગળી, કહ્યું- મે રડી લીધું, હવે વારો તારો
પ્રેમમા ડખો થાય અને બ્રેકઅપ થાય પછી એક્સ બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડ પાસેથી બદલો લેવાની વાતો તમે ઘણી વાર સાંભળી હશે અને અલગ અલગ કિસ્સાઓ પણ સામે આવતા રહે છે. દરેક જણ જુદી જુદી પધ્ધતિઓ અપનાવે છે, પરંતુ ચીનમાં એક મહિલાએ સંબંધ તૂટ્યા પછી જે કર્યું એ ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે. અહીં પ્રેમમાં દગો ખાધેલી એક મહિલાએ તેના પ્રેમીના ઘરે એક હજાર કિલો ડુંગળી મોકલી, જેથી તે પણ સ્ત્રીની જેમ રડવા લાગે.

આ મામલો ચીનના પૂર્વ શહેર જીબોનો છે. અહીં અચાનક એક માણસના ઘરના દરવાજા પાસે ડુંગળીથી ભરેલા પેકેટનો ઢગલો જોવા મળ્યો હતો. આ મકાનમાં રહેતી વ્યક્તિને ખબર પણ નહોતી કે તેના દરવાજા પર એક હજાર કિલો ડુંગળી ક્યારે આવી ગઈ

અંગ્રેજી અખબાર ડેઇલી મેઇલના અહેવાલ મુજબ ડુંગળીનો આ ઢગલો ઝાઓ નામની મહિલા દ્વારા મોકલવામાં આવ્યો હતો કે જે તે મકાનમાં રહેતી વ્યક્તિની પૂર્વ પ્રેમિકા હતી. રિપોર્ટ અનુસાર બંને વચ્ચે લગભગ એક વર્ષનો સંબંધ હતો, પરંતુ તાજેતરમાં જ્યારે ઝાઓને ખબર પડી કે તેનો પ્રેમી તેની સાથે દગો કરી રહ્યો છે, ત્યારે તેણે આ સંબંધ સમાપ્ત કર્યો. અહેવાલો અનુસાર સંબંધ સમાપ્ત થયા પછી મહિલા ખૂબ જ દુખી હતી અને રડી રહી હતી. તેનો બદલો લેવા મહિલાએ તેના પૂર્વ પ્રેમીના ઘરના દરવાજા બહાર ડુંગળીનો ઢગલો કરી દીધો. તેણે એક ચિઠ્ઠી પણ મોકલી, જેમાં લખ્યું છે કે – “હું સતત 3 દિવસ રડતી રહી, હવે રડવાનો વારો તારો છે.

તે જ સમયે પૂર્વ પ્રેમીના ઘરની નજીક ડુંગળી એકઠા થવાના ફોટો પણ ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોરદાર વાયરલ થયા. ચાઇનીઝ ન્યૂઝ વેબસાઇટ સાથે વાત કરતાં તે માણસે કહ્યું- “મારી પૂર્વ ગર્લફ્રેન્ડ ખૂબ નૌટંકી હતી. તે કહે છે કે બ્રેકઅપ પછી હું રડ્યો નથી.

શું એમાં હું ખરાબ વ્યક્તિ બની જવાનો? આ વ્યક્તિએ કહ્યું કે તેની ગર્લફ્રેન્ડની વિચિત્ર વર્તનને કારણે તેનું બ્રેકઅપ થયું હતું અને બંનેએ સાથે મળીને આ નિર્ણય લીધો હતો. જો કે, સ્ત્રીના આ કૃત્યથી પુરુષના પડોશીઓ નારાજ છે, કારણ કે આખા વિસ્તારમાં ફક્ત ડુંગળીની જ ગંધ ફેલાઈ ગઈ હતી. ત્યારે હવે આ ઘટના વાયરલ થઈ રહી છે અને લોકો પણ વિચારી રહ્યાં છે કે આ મહિલા પણ ખરેખર ગજબની નીકળી.
0 Response to "બદલો લેવા માટે આ મહિલાએ એક્સ બોયફ્રેન્ડને મોકલાવી 1000 કિલો ડુંગળી, કહ્યું- મે રડી લીધું, હવે વારો તારો"
ટિપ્પણી પોસ્ટ કરો