ઐસા ભી હોતા હૈ ક્યાં? જાન આવે એ પહેલા જ આ દુલ્હન પહોંચી ગઇ સીધી જ…..જાણો શું છે આખી હકિકત

આ ઘટના છે અલીગઢના એક ગામની જ્યાં લગ્નની તૈયારીઓ પુરી થવા આવી હતી અને લગ્નનો સમય નજીક આવી રહ્યો હતો ત્યારે જે યુવતિના લગ્ન થવા જઈ રહ્યા હતા તેને એક મોટી ચિંતા સતાવી રહી હતી. પ્રશ્ન જાનૈયાઓના તેના ગામમાં પહોંચવા કરતાં પણ મોટો હતો. પ્રશ્ન હતો ગામના વિકાસનો, કારણ કે માર્ગોને ગામડાં, શહેર, રાજ્યો તેમજ દેશના વિકાસ સાથે સીધા જ જોડવામાં આવે છે. આ પ્રશ્નનો જવાબ જાણવા માટે છોકરી છેવટે જિલ્લાના સૌથી મોટા અધિકારી પાસે પોહંચી ગઈ. પછી શું હતું ચપટી વગડાતાં જ મામલાનું નિરાકણ આવી ગયું.

image source

જાણો શું છે આખી હકિકત

ડિએમની ઓફિસમાં ફરિયાદ લઈને પહોંચી કરિશ્મા

ALIGARH GIRL DM2
image source

અલીગઢના ઇગલાસ વિસ્તારના હસ્તપુર ગામમાં એક યુવતિના લગ્ન પહેલાં એક ખૂબ જ રસપ્રદ ઘટના સામે આવી છે. અલીગઢ જિલ્લાધિકારીની ઓફિસમાં કરિશ્મા નામની ગામની એક યુવતિ પોતાના લગ્ન પહેલાં ફરિયાદ લઈને પોહંચી હતી. તેણે ડીએમ સાથે પેતાના ગામના રસ્તા બનાવવા માટે માંગ કરી. યુવતિએ ડીએમને જણાવ્યું કે તેણીના જલદી જ લગ્ન થવા જઈ રહ્યા છે અને ગામનો રસ્તો છેલ્લા ઘણા સમયથી સાવજ ખરાબ હાલતમાં જર્જરીત પડ્યો છે. આ ગામની અંદર જાનૈયાઓને આવવામાં મુશ્કેલી થશે.

બીએડ પાસ કરિશ્માના ગામનો રસ્તો સાવજ બિસ્માર હાલતમાં છે

image source

ડીએમ ચંદ્રભૂષણ સિંહે યુવતિની ફરિયાદ પર તરત જ એક્શન લીધી. તેમણે આ મામલા સાથે સંબંધિત અધિકારીને યુવતિના લગ્ન પહેલાં જ માર્ગ બનાવવા માટેનો હૂકમ આપી દીધો. બીએડ પાસ યુવતિનું કહેવુ હતું કે તેના ગામનો જે રસ્તો છે તે ખૂબ જ જર્જરીત હાલમાં છે. તેનાથી ગામની અંદર ઘણી સમસ્યાઓ થઈ રહી છે. જ્યારે બીજી બાજુ જાન પણ ગામમાં આવવાની છે. બિસ્માર થયેલા રસ્તાના કારણે જાનૈયાઓને પણ મુશ્કેલી થશે. માટે તે ડીએમ કાર્યાલયમાં રસ્તો બનાવવાની માંગ લઈને પોહંચી હતી.

27મી ફેબ્રુઆરીએ કરિશ્માના લગ્ન

ALIGARH GIRL DM
image source

યુવતિ કરિશ્માનું કેહવું છે કે રસ્તા પર અસંખ્યા ખાડા છે અને તેમાં હંમેશા કાદવ ભરાયેલો રહે છે. ડીએમ ચંદ્રભૂષણ સિંહે કહ્યું કે કરિશ્મા નામની યુવતિ પોતાના ગામના ખરાબ રસ્તાના સંબંધમાં પોતાની ફરિયાદ લઈને આવી હતી. એપ્લિકેશનમાં લખ્યુ હતું કે તેના લગ્ન 27મી ફેબ્રુઆરીએ છે અને ગામનો રસ્તો ખરાબ હાલતમાં છે. તેના કારણે તેની જાન ગામમાં આવશે તો ઘણી મુશ્કેલીઓ થશે.

લગ્ન પહેલાં રસ્તો બનાવવાનો આદેશ

ડીએમ ચંદ્રહભૂષણ સિંહે જણાવ્યું કે કરિશ્માના પ્રાર્થના પત્રને ધ્યાન પર લેતા તરત જ બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર અને સંબંધિત અધિકારીઓને બોલાવવામાં આવ્યા. તેમને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તાત્કાલીક ધોરણે તે ગામમાં જાય અને રસ્તા બનાવવાનું કામ મનરેગા કે કોઈ પણ યોજના દ્વારા શરૂ કરવવામાં આવે. ડીએમએ નિર્દેશ આપ્યા છે કે યુવતિના લગ્ન પહેલાં જ ગામનો રસ્તો બનાવી દેવામાં આવે.

ડીએમ બોલ્યા – મિશન શક્તિથી જાગૃત થઈ રહી છે મહિલાઓ

ડીએમ ચંદ્રભૂષણ સિંહે કહ્યું, ‘મિશન શક્તિ અભિયાન ચાલી રહ્યું છે. તેમાં આ છોકરી પોતે જ પોતાના ગામ માટે રસ્તાઓની વાત લઈને આવી છે. આ પ્રોગ્રામ મહિલાઓની જાગૃતિ બતાવે છે. આ અભિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પ્રોગ્રામનું સીધુ અને ચોક્કસ ઉદાહરણ છે કે મહિલાઓ આજે પોતે કેટલી જાગૃત થઈને આ દિશામા આગળ વધી રહી છે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "ઐસા ભી હોતા હૈ ક્યાં? જાન આવે એ પહેલા જ આ દુલ્હન પહોંચી ગઇ સીધી જ…..જાણો શું છે આખી હકિકત"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel