Aadhaar સાથેની કોઇ પણ સમસ્યાથી કંટાળી ગયા છો? તો આ નંબર પર કરો કોલ, UIDAIએ શરૂ કરી ખાસ સર્વિસ
આજના યુગમાં આધાર કાર્ડ એક ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. મોબાઇલ સિમ ખરીદવાથી લઈને બેન્કમાં ખાતું ખોલવા સુધી કે પછી કોઈ સરકારી યોજનાનો લાભ લેવા માટે પણ આધારકાર્ડ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેવામાં જો તમારા આધારકાર્ડમાં કોઈ ભૂલ રહી ગઈ હોય છે તો તમારું કામ બગડી પણ શકે છે અને છેલ્લી ઘડીએ તમારે દોડાદોડી થઈ શકે છે.

આધાર કાર્ડમાં તમારી માહિતીને અપડેટ કરવી મુશ્કેલ પ્રક્રિયા છે અને તેમાં સમય લાગે છે તેવું માનવામાં આવે છે, પરંતુ હવે આ પ્રક્રિયાને ખૂબ જ સરળ કરવામાં આવી છે. તમારે તમારા આધારકાર્ડમાં નામ, સરનામું, જન્મ તારીખ સુધારવી હોય કે કોઈ સમસ્યા હોય તો યુઆઈડીએઆઈ તમારી સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તૈયાર છે. એટલા માટે જ લોકોની આધારકાર્ડને લગતી સમસ્યાઓને હલ કરવાની પ્રક્રિયા સરળ કરવામાં આવી છે.

સામાન્ય લોકોને થતી સમસ્યાઓનું નિરાકરણ લાવવા યુડીએઆઇએ એક હેલ્પલાઇન નંબર 1947 શરૂ કર્યો છે. આ હેલ્પલાઇન સુવિધા હિન્દી અને અંગ્રેજી સહિત 12 ભાષાઓમાં ઉપલબ્ધ થશે. આ નંબર પર કોલ કર્યા પછી તમે તમારી સમસ્યા જણાવી શકો છો અને તેનું નિરાકરણ કરી આપવામાં આવશે. યુઆઈડીએઆઇએ તેના વિશે ટ્વીટ કરીને માહિતી આપી હતી.
#Dial1947AadhaarHelpline
To get answers to all your Aadhaar related queries, place a call on our toll-free helpline 1947. pic.twitter.com/jRKVhWw5mi— Aadhaar (@UIDAI) January 28, 2021
યુઆઈડીએઆઈએ ટ્વીટ કર્યું હતું કે આધાર હેલ્પલાઈન 1947 હવે 12 ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેમાં હિન્દી, અંગ્રેજી, તેલુગુ, કન્નડ, તામિલ, મલયાલમ, પંજાબી, ગુજરાતી, મરાઠી, ઉડિયા, બંગાળી, આસામી અને ઉર્દુ ભાષાનો સમાવેશ થાય છે. તમારા આધાર સાથે સંબંધિત દરેક સમસ્યાનું નિરાકરણ અહીં કરવામાં આવશે.
The Aadhaar helpline 1947 provides support in 12 languages – Hindi, English, Telugu, Kannada, Tamil, Malayalam, Punjabi, Gujarati, Marathi, Oriya, Bengali, Assamese, and Urdu. #Dial1947AadhaarHelpline for conversation in the language of your choice. pic.twitter.com/IzVQsS3R2d
— Aadhaar (@UIDAI) January 29, 2021
ટ્વિટ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે આધારને લગતી સમસ્યાને ઓનલાઇન પણ દૂર કરી શકાય છે. આ ઓનલાઈન અપડેટ કરવા માટે તમારે સૌથી પહેલા યુઆઈડીએઆઈની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. મહત્વપૂર્ણ છે કે યુઆઇડીએઆઇએ એટીએમ જેવા આધાર કાર્ડ આપવાનું શરૂ કર્યું છે જેને આધાર પીવીસી કાર્ડ કહેવામાં આવે છે.

આ આધાર કાર્ડ ડેબિડ કાર્ડ જેવું જ હોય છે જેથી તેને સાથે રાખવું પણ સુવિધાભર્યું રહે છે. આ કાર્ડ પણ તમે ઘર બેઠા બનાવી શકો છો. તેના માટે આધાર કાર્ડની વેબસાઈટ પર જવું અહીં તમે માય આધાર સેકશન પર જાઓ જ્યાં એક ડ્રોપ મેન્યૂ દેખાશે. તેમાં ગેટ આધાર પર ક્લિક કરો અને સાથે ઓર્ડર આધાર પીવીસી કાર્ડ પર ક્લિક કરો.

અહીં તમારા આધારનો 16 અંકનો વર્ચ્યુઅલ આઈડી કે 28 અંકનું ઈઆઈડી એડ કરી સેન્ડ ઓટીપી પર ક્લિક કરવું . તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે જેને સાઈટમા એડ કરો. હવે તમને પેમેન્ટનો વિકલ્પ જોવા મળશે. આ પ્રોસેસ માટે તમારે 50 રૂપિયા આપવાના રહેશે. તે ચુકવ્યા બાદ કન્ફર્મ કરો. થોડા દિવસોમાં તમારા ઘરે નવું કાર્ડ પહોંચી જશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "Aadhaar સાથેની કોઇ પણ સમસ્યાથી કંટાળી ગયા છો? તો આ નંબર પર કરો કોલ, UIDAIએ શરૂ કરી ખાસ સર્વિસ"
ટિપ્પણી પોસ્ટ કરો