ટાલ પર ફરીથી વાળ ઉગાડવા હોય તો આ રીતે કરો ધાણાંનો ઉપયોગ, મળી જશે બેસ્ટ રિઝલ્ટ
વાળ ખરવા એ સામાન્ય સમસ્યા છે. નબળી જીવનશૈલી અને ખોટી ખાવા-પીવાની આદતો તમારી ત્વચા તેમજ વાળ પર પણ પડે છે. આ સિવાય પ્રદૂષણ અને કેમિકલના ઉપયોગને કારણે વાળ ઝડપથી પડવા લાગે છે. લોકો વાળ ખરવાની સમસ્યાને અવગણે છે, જેના કારણે તેઓ ટાલ પડવાનો શિકાર બને છે. પરંતુ જો તમે સમયસર ઘરેલું ઉપાય અપનાવશો તો આ સમસ્યા દૂર થઈ શકે છે.
વાળ ખરવા સામાન્ય રીતે 30 વર્ષ પછી શરૂ થાય છે. માથામાં કોઈ ચેપ, એલર્જી, વિટામિન એ ઓવરડોઝ, થાઇરોઇડ, આનુવંશિક અથવા આંતરસ્ત્રાવીય બદલાવને કારણે વાળ ખરવાની સમસ્યા થાય છે. ટાલ પડવાની સમસ્યા દૂર કરવા માટે તમે ધાણાનો ઉપયોગ કરી શકો છો. તો ચાલો અમે તમને જણાવીએ ટાલ પાડવાની સમસ્યાને દૂર કરવા માટે શું કરવું જોઈએ.
આ રીતે ધાણાનો ઉપયોગ કરવો

– ટાલ પડવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે, ધાણાના 100 ગ્રામ પાઉડરમાં 100 ગ્રામ એપલ સાઇડર વિનેગર ઉમેરીને એક બારીક પેસ્ટ બનાવો. આ પછી તેને વાળમાં સારી રીતે લગાવો. જ્યારે આ પેસ્ટ સારી રીતે સુકાઈ જાય, ત્યારે તમારા વાળ ધોઈ લો. આ પેસ્ટનો ઉપયોગ અઠવાડિયામાં 1-2 વખત કરો. તેનાથી થોડા દિવસોમાં વાળ ખરવાની સમસ્યામાંથી મુક્તિ મળશે.
ટાલ પડવાની સમસ્યા દૂર કરવા માટેના અન્ય ઘરેલું ઉપાય
– હરસીંગારનાં દાણા પીસીને પેસ્ટ બનાવો. તેને તમારા માથા પર સારી રીતે લગાવો. સૂકાયા પછી ધોઈ લો.

– વાળ ખરવાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે પરવળ ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. આ માટે, પરવળના પાનને પીસીને તેનો રસ કાઢો. આ પછી, તેને માથા પર લગાવો. 2-3 મહિનામાં થોડા-થોડા સમયે પરવળનો ઉપયોગ કરવાથી તમારા વાળ ખરવાની સમસ્યાથી છૂટકારો મળશે.

– વાળ માટે નાળિયેર તેલ સારું છે. થોડું લીંબુના રસમાં નારિયેળનું તેલ મિક્સ કરો. આ પછી તેને માથા પરની ચામડીમાં સારી રીતે લગાવો. અડધો કલાક લીધા પછી વાળને શેમ્પૂથી ધોઈ લો.
– દાડમના પાનનો ઉપયોગ કરીને ટાલ પડવાની સમસ્યા દૂર થઈ શકે છે. આ માટે, એક લીટર દાડમના પાંદડાંના રસમાં 100 ગ્રામ સરસવનું તેલ મિક્સ કરીને તેને ગેસ પર ઉકાળો અને એક પેસ્ટ બનાવો. તે પછી તેને ગાળી લો અને બોટલમાં ભરો. આ પછી તેને માથા પરની ચામડીમાં સારી રીતે લગાવો અને તમારા વાળ ધોઈ લો.

– એલોવેરા જેલ એ સ્વાસ્થ્ય માટે, ત્વચા માટે અને વાળ માટે પણ ખુબ જ ફાયદાકારક છે, એલોવેરા આપણા શરીર, વાળ અને ત્વચાની સમસ્યા દૂર કરવા માટે ઉપયોગી છે. તે આપણા વાળના મૂળને મજબૂત કરે છે અને તમારા માથા પરની ચામડી પરના બેક્ટેરિયા સામે લડે છે. આટલું જ નહીં એલોવેરા માથા પર આવતી ખંજવાળ અને ડેન્ડ્રફની સમસ્યા દૂર કરે છે. આ માટે ધીમે ધીમે તમારા માથા પરની ચામડી પર તાજા એલોવેરા જેલની માલિશ કરો અને તેને 30 મિનિટ સુધી રહેવા દો, ત્યારબાદ તમારું માથું ધોઈ લો અને સારી રીતે સુકવી લો. આ ઉપાય થોડા સમય અપનાવવાથી તમારા વાળ ખરવાની સમસ્યા દૂર થશે.
– લીમડો તેના ઔષધીય ગુણધર્મો માટે જાણીતો છે, જો તમે વાળ ખરવાની સમસ્યા દૂર કરવા માંગો છો અને તમે ઝડપી પરિણામો ઈચ્છો છો તો આજથી જ લીમડાનો ઉપયોગ કરવાનું શરુ કરો. લીમડો તંદુરસ્ત માથા પરની ચામડી, વાળના વિકાસ અને વાળ ખરવાને નિયંત્રિત કરે છે. આ માટે લીમડાના પાનને સારી માત્રામાં પાણીમાં ઉકાળો અને તે જ પાણીથી તમારા વાળ થોડીવાર માટે ઘસો, ત્યારબાદ સાફ પાણીથી તમારા વાળ ધોઈ લો. તંદુરસ્ત વાળ માટે અઠવાડિયામાં આ ઉપાય 2-3 વખત કરો.
– હંમેશા તમારા વાળ ધોતા પહેલા તમારા માથા પરની ચામડીની માલિશ કરવાનું હંમેશાં યાદ રાખો. આટલું જ નહીં વાળ ધોવા માટે ઠંડા અથવા ગરમ પાણીને બદલે હળવા પાણીનો ઉપયોગ કરો. તેનાથી માથામાં રક્ત પરિભ્રમણ થાય સારું રહે છે અને વાળ સ્વસ્થ બને છે.
– વાળ ખરવાની સમસ્યા દૂર કરવા માટે વધુ કેમિકલ ધરાવતા રંગોનો ઉપયોગ ન કરવો જોઈએ. આ ઉત્પાદનોને લાંબા સમય સુધી માથા પર રાખવાથી વાળને ખૂબ જ ઝડપથી નુકસાન થાય છે. પરંતુ જો તમે ઇચ્છો તો તમે તમારા વાળમાં મેંદીનો ઉપયોગ કરી શકો છો કારણ કે તે સંપૂર્ણ રીતે કુદરતી છે અને તે તમારા વાળને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે.
– ડુંગળીમાં વધુ પ્રમાણમાં ઔષધીય ગુણધર્મો હોય છે. આપણા ઘણા રોગોને મટાડવાની સાથે સાથે, માથામાં નવા વાળ વધારવામાં તે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વાળ ઉગાડવા માટે, ડુંગળીની છાલ કાઢીને તેને છીણી નાંખો અથવા મિક્સરમાં પીસીને તેનો રસ કાઢી લો. હવે વાટકીમાં ડુંગળીનો રસ એકઠો કરો. હવે આ રસને બ્રશની મદદથી માથાના ભાગ એ ભાગ પર લગાવો જ્યાં વાળ ગાયબ થઈ ગયા છે અને ત્યારબાદ સુકાઈ જાય ત્યારે તેને સાફ પાણીથી ધોઈ લો. તેનાથી માથામાં વારંવાર થતી ખંજવાળથી પણ રાહત મળશે.
– ડુંગળીના રસની જેમ, એપલ સાઇડર વિનેગર પણ નવા વાળ વધારવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે. આ માટે એક બાઉલમાં એપલ સાઇડર વિનેગર અને પાણી બરાબર માત્રામાં મિક્સ કરો અને ત્યારબાદ માથાના જે ભાગ પર વાળ નથી ત્યાં બ્રશથી લગાવો અને હળવા હાથે માલિશ કરો, પછી સુકાઈ જાય ત્યારે વાળમાં શેમ્પૂ કરો. આ માથા પરની ચામડીમાં પીએચ સ્તરને વધારવામાં અને રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે. જે નવા વાળ લાવવામાં મદદ કરે છે. સારા પરિણામો માટે, આ ઉપાય અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 વાર અપનાવો.

– આજ સુધી તમે શરદી અને ઉધરસના ઘરેલુ ઉપાય તરીકે આદુનો ઉપયોગ કરતા ઘણાને જોયા જ હશે, પરંતુ આદુ તમારા માથા પર નવા વાળ લાવવામાં પણ ખૂબ મદદગાર છે. કારણ કે આદુમાં બાયોએક્ટિવ સંયોજનો હોય છે, જે વાળના મૂળમાં રક્ત પરિભ્રમણ વધારે છે જેનાથી વાળનો વિકાસ વધે છે અને ટાલ પડવાની સમસ્યા દૂર થાય છે. આદુને વાળમાં લગાવવા માટે પહેલા આદુને પીસી લો અને પછી તેને ગરમ ઓલિવ તેલમાં 5-10 મિનિટ માટે રહેવા દો. હવે આદુ અને ઓલિવ તેલના મિક્ષણથી માથામાં હળવા હાથે મસાજ કરો અને લગભગ અડધા કલાક પછી વાળને શેમ્પૂ કરો.
આ ઉપાય અઠવાડિયામાં 2 વાર કરો.

– દહીં કુદરતી કંડિશનર તરીકે કામ કરે છે. દહીંનું પ્રોટીન વાળ ખરવા માટે જ નહીં, પરંતુ ટાલની સમસ્યા દૂર કરવા માટે પણ મદદ કરે છે. આ માટે વાળ ધોવાના અડધી કલાક પેહલા દહીં તમારા માથા પરની ચામડી પર લગાવો અને થોડા સમય માટે રહેવા દો. ત્યારબાદ તમારા વાળ સાદા પાણીથી ધોઈ લો અને પછી શેમ્પુનો ઉપયોગ કરો. સારા પરિણામ માટે તમે આ ઉપાય 1 મહિનામાં 2 વાર અપનાવી શકો છો.

– મેથીના દાણા ટાલની સમસ્યા દૂર કરવા માટે દવા તરીકે કામ કરે છે. આ માટે મેથીના દાણા પીસીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને માથા એ ભાગ પર લગાવો જ્યાં ટાલ પડી છે, તેનાથી વાળ ખરતા તો અટકશે જ સાથે નવા વાળ લાવવામાં પણ મદદ મળશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
– તમારો જેંતીલાલ
0 Response to "ટાલ પર ફરીથી વાળ ઉગાડવા હોય તો આ રીતે કરો ધાણાંનો ઉપયોગ, મળી જશે બેસ્ટ રિઝલ્ટ"
ટિપ્પણી પોસ્ટ કરો