જાણો કોરોનાની બીજી લહેરમાં આ 6 રાજ્યોમાં પરીક્ષાને લઇને શું લેવાયો ખાસ નિર્ણય, હવે વિદ્યાર્થીઓને…

સંક્રમણની દ્રષ્ટિએ વિશ્વમાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં બ્રાઝિલ બીજા અને રશિયા ત્રીજા સ્થાને છે. ત્યાં જ ભારત સંક્રમણના આધારે ચોથો સૌથી વધુ પ્રભાવિત દેશ છે. રાજ્યમાં કોરોના વાયરસ (Coronavvirus) ના સંક્રમણમાં ફરી વાધારો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર,
તમિલનાડુ, છત્તીસગઢ, રાજસ્થાન સહિત અનેક રાજ્યોએ સ્કૂલના વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા વિના જ પ્રમોટ કરવાનો નિર્ણય લીધો છે.

image source

દેશમાં ફરી એક વાર કોરોનાનો કહેર વધી રહ્યો છે. કોરોનાના વધતા કહેરને જોતા અનેક રાજ્યોમાં સ્કૂલ બંધ કરી દેવાઈ છે. આ સાથે અનેક રાજ્યોએ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને પરીક્ષા વિના પ્રમોટ કરવાનો નિર્ણય કર્યો છે. અનેક રાજ્યની સરકારે કોરોનાના વધતા કેસ અને વિદ્યાર્થીઓની સુરક્ષાને જોતા પરીક્ષા આયોજિત ન કરવાનો નિર્ણય લીધો છે. તો જાણો  રાજ્યો વિશે, જેઓએ પરીક્ષા વિના જ વિદ્યાર્થીઓને પ્રમોશન આપવાનું નક્કી કરી લીધું છે.

મહારાષ્ટ્ર

image source

અહીની સરકારે જાહેરાત કરી છે કે ધોરણ 9 અને 11ના દરેક વિદ્યાર્થીઓને પરીક્ષા વિના પાસ કરી દેવાશે. કોરોનાના વધતા કેસને લઈને અભ્યાસ પર અસર થઈ રહી છે. તેને કારણે સરકારે આ નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રના શિક્ષામંત્રી વર્ષા ગાયકવાડે તેની જાણકારી આપી છે. શિક્ષામંત્રી વર્ષા ગાયકવાડે ટ્વિટ કરીને વીડિયો જાહેર કર્યો છે. આ સાથે તેઓએ કહ્યું છે કે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ધોરણ 9 અને 11ના દરેક વિદ્યાર્થીઓને પરીક્ષા વિના પાસ કરી દેવાશે.

તમિલનાડુ

અહીં ધોરણ 9,10 અને 11 ના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના પ્રમોટ કરાશે. આ વાતની જાહેરાત મુખ્યમંત્રી પલાની સ્વામીએ કરી છે. તેઓએ કહ્યું છે કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને પરીક્ષા વિના જ 3 ધોરણના વિદ્યાર્થીઓને નવા વર્ષમાં પ્રવેશ અપાશે.

છત્તીસગઢ

હાલમાં સરકારે કહ્યું કે ધોરણ 10 અને 12 સિવાય અન્ય ધોરણના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના જ અન્ય વર્ષમાં પ્રમોટ કરી દેવાશે. દરેક શાળાઓ આવનારા આદેસ સુધી બંધ રહેશે.

રાજસ્થાન

રાજસ્થાન સરકારે પ્રાથમિક કક્ષા માટે પરીક્ષા વિના પદોન્નતિની જાહેરાત કરી છે. અહીં ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓને લર્નિંગ એંગેજમેન્ટ પ્રોગ્રામના આધારે પદોન્નત કરાશે.

ઓરિસ્સા

image source

સ્કૂલ એન્ડ માસ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, ઓરિસ્સાને ધોરણ 1થી 8 સુધીના વિદ્યાર્થીઓને વિના પરીક્ષા નવા ધોરણમાં પ્રવેશ અપાશે. સરકારે કહ્યું કે નવા શૈક્ષણિક સત્રમાં પહેલાથી 2-3 મહિનાને માટે ઉપચારાત્મક ધોરણની પણ જાહેરાત કરી છે. નિર્ણય શાળા અને જન શિક્ષા વિભાગના દરેક શાળામાં લાગૂ થશે.

અસમ

image source

અસમ સરકારે ધોરણ 1થી 9ના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના નવા ધોરણમાં પદોન્નત કરવાનો નિર્ણય લીધો છે. અસમની શાળામાં નવા શૈક્ષણિક સત્ર 1 એપ્રિલથી શરૂ થયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Related Posts

0 Response to "જાણો કોરોનાની બીજી લહેરમાં આ 6 રાજ્યોમાં પરીક્ષાને લઇને શું લેવાયો ખાસ નિર્ણય, હવે વિદ્યાર્થીઓને…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel