બદથી બદ્દતર હાલત, હવે રાયબરેલી અને પ્રયાગરાજમાં ગંગા કિનારેથી મળ્યા સેંકડો મૃતદેહો, નજારો જોઈને ચોંકી ઉઠશો

કોરોના કાળમાં મૃતદેહો મળી આવવા જાણે હવે સામાન્ય વાત થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. કારણ કે આ પહેલાં પણ સમાચાર આવ્યા હતા કે ગંગા નદીના કિનારે 500 મીટરમાં માત્રો લાશો જ લાશો તણાઈને આવી હતી અને લોકો જોતા રહી ગયા હતા. ત્યારે હવે વધારે એક સમાચાર સામે આવી રહ્યા છે કે પ્રયાગરાજમાં પણ કંઈક આવો જ નજારો જોવા મળી આવ્યો છે. કાનપુર, ઉન્નાવ, કન્નૌજ, ગાઝીપુર અને બલિયાની જેમ ગંગા કિનારે સેંકડોની સંખ્યામાં દફનાવાયેલા મૃતદેહો મળી આવતા જ હાહાકાર મચી ગયો છે.

image source

એક જાણીતા પેપરમાં આ વાત છાપવામાં આવી છે. જ્યારે પરિવારને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, અંતિમસંસ્કાર કરવા માટેના રૂપિયા નહોતા, તેથી એને દફનાવવામાં આવ્યા. હવે આ પરિસ્થિતિ પણ કરૂણતા દર્શાવે છે કે ખરેખર હાલમાં લોકોની કેવી હાલત થઈ ગઈ છે અને મજબૂરી સવાર થઈ ગઈ છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે વાત કરીએ તો રાયબરેલીના ગેગાસો ગંગાઘાટ પર રેતીમાં 200થી વધુ મૃતદેહો જોઇને ગ્રામજનો પણ સ્તબ્ધ થઈ ગયા છે.

image source

આ મૃતદેહો વિશે ગામલોકોનું કહેવું છે કે હવે આ મૃતદેહોને કૂતરાઓ દ્વારા બહાર ખેંચવામાં આવી રહ્યા છે. છેલ્લા એક મહિનાની અંદર આ મૃતદેહો અહીં દફન કરાયેલા હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય પ્રયાગરાજમાં ફાફામઉ ગંગાઘાટના કાંઠે પણ મોટી સંખ્યામાં દફન કરાયેલા મૃતદેહો મળી આવ્યા હતા. આ મૃતદેહો વિશે આસપાસના લોકોએ જણાવ્યું હતું કે અહીં રોજ 15થી 20 જેટલા મૃતદેહો દફનાવવામાં આવી રહ્યાં છે. ઘાટના કિનારે મૃતદેહો દફનાવવા આવેલી એક વ્યક્તિએ કહ્યું, તેઓ મોંઘાં લાકડાં અને સ્મશાનનો ખર્ચ ઉઠાવી શકતા નથી, તેથી તેઓ અહીં મૃતદેહને દફનાવી રહ્યા છે.

image source

આ પરિવારનું એવું પણ કહેવું છે કે, માતા ગંગા તેમને મુક્તિ આપશે. ઘાટના કિનારે લગભગ 150થી વધુ મૃતદેહો દફનાવવામાં આવ્યા છે. આ સાથે જ જો વાત કરવામાં આવે તો ઉત્તરપ્રદેશના 27 જિલ્લાના અહેવાલથી ગ્રાઉન્ડ રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો હતો. એમાં જાણવા મળ્યું કે બિજનોરરથી ઉત્તરપ્રદેશમાં પ્રવેશતાં ગંગા માના કિનારે બલિયા સુધી છેલ્લા કેટલાક દિવસોમાં 2 હજારથી વધુ મૃતદેહો મળી આવ્યા છે. ટૂંકમા હાલમાં માહોલ એવો છે કે કોરોનામાં મૃત્યુઆંકની સંખ્યામાં વધારો થવાને કારણે સ્મશાનઘાટ પર લાકડાંનો ભાવ પણ વધી રહ્યો છે. સામાન્ય દિવસોમાં, જ્યાં લાકડાંને 1000 રૂપિયામાં એક ક્વિન્ટલ વેચવામાં આવતાં હતાં, હવે મનમરજીના ભાવ વસૂલવામાં આવી રહ્યા છે. ત્યારે દરેક લોકો એવું જ ઈચ્છી રહ્યાં છે કે હવે આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકીએ તો સારું છે અને જનજીવન સામાન્ય બને ભગવાનને એ જ પ્રાર્થના.

Related Posts

0 Response to "બદથી બદ્દતર હાલત, હવે રાયબરેલી અને પ્રયાગરાજમાં ગંગા કિનારેથી મળ્યા સેંકડો મૃતદેહો, નજારો જોઈને ચોંકી ઉઠશો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel