કોરોનામાં દર્દીઓને લૂંટતા મેડિકલ માફિયાએ ખરેખર શરમ નેવે મૂકી દીધી, આંકડા જાણીને તમારા પગ નીચેથી જમીન જતી રહેશે
હાલમાં માહોલ એવો છે કે લોકોને કોઈ કહે ગમે તેવું કહે કરવા તૈયાર છે. બસ કોરોના જવો જોઈએ. ત્યારે ઘણા લોકો દર્દીઓની મજબૂરીનો ફાયદો પણ ઉઠાવે છે અને લૂંટી લેતા જોવા મળે છે. ત્યારે આજે એવા જ લૂંટેરાઓની વાત કરવી છે કે જે ગુજરાતની જનતાને લૂંટી રહ્યા છે. મેડિકલ માફિયાઓ દવાઓ અને મેડિકલ ડિવાઇસના કાળા બજાર કરીને હોય એના કરતાં 3 ગણા ભાવ લેતા પણ અચકાતા નથી. જેના કારણે જીવનરક્ષક ઉપકરણોના ભાવમાં 1000 ટકાનો ઉછાળો આવ્યો છે.

જો સામાન્ય રીતે જ આ વાતની વાત કરીએ તો એક ઑક્સિજન કન્સેન્ટ્રેટરનો ભાવ સામાન્યપણે 36 હજારથી 40 હજાર હોય છે જે હવે 1.5 લાખ રૂપિયામાં વેચવામાં આવી રહ્યા છે, વિચારો આનાથી વધારે કરૂણ વાત બીજી કઈ હોઈ શકે. આ તરફ રાજકોટમાં કોવિડ હોસ્પિટલના તબીબો પાસેથી કોરોના દર્દી માટેની એન્ટિબાયોટિક અને એન્ટિવાયરલ ઇન્જેક્શન સહિતની દવાઓનું પ્રિસ્ક્રિપ્શન મેળવીને અલગ-અલગ દુકાનેથી ખરીદી કરવામાં આવી ત્યારે સમગ્ર ભાંડાફોડ થયો હતો. મેરોબે બ્રાન્ડનું ઇન્જેક્શન એક મેડિકલ સ્ટોરે એમઆરપીના ભાવે એટલે કે 950માં આપ્યું તો બીજા સ્ટોરે 450 અને ઑનલાઇન આ જ ઇન્જેક્શન 350ના ભાવે વેચાતું હતું. એ જ રીતે જ્યારે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનના આધારે એક જ કંપની, બ્રાન્ડની દવાઓ વિવિધ દુકાનેથી ખરીદી તો ચોંકાવનારી વાત સામે આવી હતી.

જો આ કેસ વિશે વિગતે વાત કરવામાં આવે તો 950ની એમઆરપી ધરાવતા એક જ ઇન્જેક્શનનો જુદો-જુદો ભાવ જોવા મળ્યો હતો. જો કે એક નહીં આવું તો મોટાભાગની દવા કંપનીઓ કરે છે જેથી વચેટિયાઓ નફો રળી રહ્યા છે. કોરોનાની ઘણી દવાઓ અને ઈન્જેક્શન ડ્રગ પ્રાઇઝ કન્ટ્રોલ ઓર્ડરમાં સમાવિષ્ટ નથી જેથી મનફાવે ભાવ વસૂલાય છે. એમાનાં જ કેટલાક ઉદાહરણ ખુલ્લા પડ્યા છે કે FABIFLU 400 MG 17 સ્ટોરમાં લેવા જાઓ તો 1224ની મળે ત્યારે ઓનલાઈન આ જ દવા 1101માં મળી જાય. એ જ રીતે ROSINOX-60 દવા સ્ટોરમાં 638 અને ઓનલાઈન લેવામાં 510 જ આપવા પડે. DOXY -1 L-DR સ્ટોરમાં 95 અને ઓનલાઈન 83 તો વળી CEFAKIND CV 500 સ્ટોરમાં 435 અને ઓનલાઈન 374ની મળે છે અને VERMACT 12 દવા સ્ટોરમાં 371ની મળે તો ઓનલાઈન 297ની મળે છે.

ગુજરાતભરમાં કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે મેડિકલ માફિયાઓ દવાઓ અને મેડિકલ ડિવાઇસના કાળા બજાર કરીને ઊંચી કિંમત વસૂલી રહ્યા છે. તેના કારણે જીવનરક્ષક ઉપકરણોના ભાવમાં 1000 ટકાનો ઉછાળો આવ્યો છે. મેડિકલ ક્ષેત્રનું બેકગ્રાઉન્ડ ન હોય એવા લોકોએ પણ ઝંપલાવીને દવાઓ, ડિવાઇસનો ઊંચો ભાવ વસૂલી રહ્યા છે. એક ઑક્સિજન કન્સેન્ટ્રેટરનો ભાવ સામાન્યપણે 36 હજારથી 40 હજાર હોય છે જે હવે 1.5 લાખ રૂપિયામાં વેચવામાં આવી રહ્યા છે.
આ બધી બાબતોમાં નિષ્ણાંતોનું કહેવું છે કે ગુજરાત અને દેશમાં દવાઓ તથા મેડિકલ ડિવાઇસની કાળાબજારી રોકવા માટે 1955નો આવશ્યક વસ્તુ અધિનિયમ લાગુ કરવો જોઈએ. હાઇકોર્ટના વકીલ ઓમ કોટવાલનું કહેવું છે કે સરકારે કાળાબજાર કરનારાઓ સામે કડક પગલાં ભરવા જોઈએ. જો પહેલી લહેર અને બીજી લહેર વચ્ચેનો તફાવત જોઈએ તો પણ ઝાટકો લાગે એવો માહોલ છે. કારણ કે પલ્સ ઓક્સિમીટરનો ભાવ પહેલી લહેરમાં 600 તો બીજીમાં 2500 છે. બાયપેપનો ભાવ પહેલા 26000 હતો અને હવે 55000 છે. ઓક્સિજન કન્સેન્ટ્રેટરનો ભાવ પહેલી લહેરમાં 36000 તો બીજીમાં 1.5 લાખનું મળે છે. જે વેન્ટિલેટરના ભાવ 7.5-12 લાખ પહેલી લહેરમાં હતા એ હાલમાં વેઇટિંગમાં બોલે છે. તો વળી ઓક્સિજન ફ્લોમીટરનો ભાવ પહેલી લહેરમાં 800 હતો અને આજે 8000 છે.

લોકો શા માટે લૂંટાઈ અને માફિયાઓ કેવો કેવો ફાયદો લે છે એની જો વાત કરવામાં આવે તો એમાં બને છે એવું કે જરૂરિયાતમંદ લોકો સોશિયલ મીડિયા, વૉટસએપના માધ્યમથી પોતાની જરૂરિયાત લોકો સુધી પહોંચાડે છે. આ તત્વો તેના આધારે એમના સુધી પહોંચીને ભાવતાલ કરે છે. વાજબી ભાવે મળે એ માટેની સરકારી વ્યવસ્થા નથી તેનો લાભ કાળા બજાર કરનારા લઈ રહ્યા છે. રિટેલ વેપારીઓનો પણ આ બાબતે આક્ષેપ છે કે ઘણા વેપારીઓ કૃત્રિમ અછત પેદા કરવા માટે મેડિકલ ડિવાઇસોની જમાખોરી કરી છે.

ઉલ્લેખનીય છે કે દવાઓમાં થતી બેફામ લૂંટને અટકાવવા ડ્રગ પ્રાઈઝ કંટ્રોલ ઓર્ડર 1995 લાગુ કરવામાં આવ્યો છે. આ ઓર્ડર અંતર્ગત દવાઓની યાદી બનાવી તેના પર ભાવબાંધણું કરાયું છે. આ યાદીમાં આવી ગયા બાદ સરકારે નક્કી કરેલા ભાવથી વધુ ભાવ કોઇપણ કંપની કે મેડિકલ સ્ટોર લઈ શકે નહીં. આ યાદીમાં નામ ઉમેરવા સંદર્ભે નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈઝિંગ ઓથોરિટીની પણ રચના કરવામાં આવી છે. 2011માં નેશનલ લિસ્ટ ઓફ એસેન્સિયલ મેડિસિન બનાવાયું હતું તેના આધારે ડીપીસીઓ 2013માં 27 ગ્રૂપના 680 ડ્રગનું ભાવબાંધણું કરાયું છે. ત્યારે જોવાનું એ રહ્યું કે ક્યારે દવાનો આ ભાવ ઘટે છે અને લોકોને લૂંટતા બચાવી શકાય છે.
0 Response to "કોરોનામાં દર્દીઓને લૂંટતા મેડિકલ માફિયાએ ખરેખર શરમ નેવે મૂકી દીધી, આંકડા જાણીને તમારા પગ નીચેથી જમીન જતી રહેશે"
ટિપ્પણી પોસ્ટ કરો