હની સિંહના 10 વર્ષના લગ્ન જીવનમાં આવી ગઈ તિરાડ, 20 વર્ષ સધી કર્યું હતું ડેટિંગ, જાણો પત્નીના આરોપ
બોલીવુડમાં રેપ ગીતોનું એક નવું ચલણ આપનાર સિંગર યો યો હની સિંહ હાલના દિવસોમાં ચર્ચામાં છે. સિંગર તેમજ રેપરની પત્ની શાલીન તલવારે એમના પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. શાલીનીએ હની સિંહ પર ઘરેલુ હિંસા સિવાય યૌન હિંસા, માનસિક અત્યાચાર અને નાણાકીય રીતે પણ છેતરપીંડીનો આરોપ લગાવ્યો છે.
20 વર્ષના ડેટિંગ પછી બન્નેએ કર્યા હતા લગ્ન.

હની સિંહ અને શાલીની તલવાર સ્કૂલફ્રેન્ડ હતા. સ્કૂલના દિવસોમાં જ હની સિંહ શાલીનીને દિલ આપી બેઠા હતા અને પછી બન્નેએ ડેટિંગ શરૂ કરી દીધું. શાલીની હની સિંહ સાથે ત્યારથી છે જ્યારે કોઈએ વિચાર્યું પણ નહોતું કે હૃદેશ સિંહ આગળ જતાં હની સિંહના નામે ઓળખાશે અને દેશના નંબર 1 રેપર બની જશે.
10 વર્ષના લગ્નમાં આવ્યો તણાવ.

હની સિંહ અને શાલીની તલવારે વર્ષ 2011માં લગ્ન કર્યા હતા.બન્નેએ 23 જાન્યુઆરી 2011ના રોજ ગુરુદ્વારમાં શીખ રીતરિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. આ કપલે પોતાના લગ્નને ઘણા વર્ષો સુધી છુપાવીને રાખ્યા હતા પણ વર્ષ 2014માં રિયાલિટી શો ઇન્ડિયાઝ રો સ્ટારમાં સિંગરે પોતાના લગ્નનો ખુલાસો કર્યો હતો.
પહેલીવાર પત્ની સાથે કેમેરામાં આવ્યા હતા નજર.
હની સિંહ હંમેશા પોતાની મેરિડ લાઈફને પ્રાઇવેટ રાખવાનું પસંદ કરે છે. જો કે શો ઇન્ડિયન રોકસ્ટાર દરમિયાન એ પહેલીવાર પોતાની પત્ની શાલીની તલવારને લઈને મીડિયા સામે આવ્યા હતા.
સ્ટ્રગલના સમયમાં શાલીનીએ ન છોડ્યો સાથ.

હની સિંહની અહીંયા સુધીની સફર સરળ નહોતી. જેટલું સિંગર કેમેરાની સામે રહે છે શાલીની લાઈમ લાઈટથી એટલી જ દૂર રહે છે. ખુદ એક ઇન્ટરવ્યૂ દરમિયાન શાલીનીને વખાણ કરતા હની સિંહે કહ્યું હતું કે શાલીનીએ મારો સાથ ખરાબમાં ખરાબ સમયના પણ નથી છોડ્યો.

એ સાથે જ રેપરે એ પણ કહ્યું હતું કે એવા સમયમાં જ્યારે મારી ફેમિલીને પણ નહોતી ખબર કે એ આગળનો રસ્તો કઈ રીતે નક્કી કરશે પણ શાલીનીએ એમનો સાથ ખૂબ જ સારી રીતે નિભાવ્યો. શાલીનીને બહાદુર કહેતા હની સિંહે કહ્યું હતું કે એમની સાથે સિંગરની બધી તકલીફો સરળતાથી વીતી જાય છે તમને જણાવી દઈએ કે શાલિનીએ દિલ્હીના તીસ હજારી કોર્ટમાં આ ફરિયાદ નોંધાવી છે.

આ અરજી તીસ હજારી કોર્ટના મેજિસ્ટ્રેટ તાનિય સિંહ સામે રજૂ કરવામાં આવી હતી. વકીલ સંદીપ કપૂર અને જીજી કશ્યપે શાલિની તલવારની અરજી કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. કોર્ટે હનિ સિંહ વિરુદ્ધ એક નોટિસ જાહેર કરી છે, જેમાં તેમણે હની સિંહને 28 ઓગસ્ટ પહેલા આ અંગે જવાબ રજૂ કરવાની વાત લખી છે. આ સાથે જોઈન્ટ પ્રોપર્ટી વેચવા અને સ્ત્રીધન સાથે છેડછાડ કરવા પર પણ કોર્ટ દ્વારા રોક લગાવવામાં આવી છે.
0 Response to "હની સિંહના 10 વર્ષના લગ્ન જીવનમાં આવી ગઈ તિરાડ, 20 વર્ષ સધી કર્યું હતું ડેટિંગ, જાણો પત્નીના આરોપ"
ટિપ્પણી પોસ્ટ કરો