અમદાવાદમાં ગરબાની મોજમાં પડશે ભંગ! મોટી ક્લબોએ ગરબાનું આયોજન કર્યું રદ
દરેક ગુજરાતી નવરાત્રિની આતુરતાથી રાહ જોવે છે. નવરાત્રિ પર મનભરીને ગરબા રમવા સૌ કોઈ તલપાપડ હોય છે. પરંતુ કોરોનાના કારણે ગયા વર્ષે ગુજરાતીઓ ગરબા રમી શક્યા નહોત. જો કે વર્ષે પણ કોરોનાની ત્રીજી લહેરના ભયના કારણે ખેલૈયાઓ ગરબા રમી શકશે નહીં. નોંધનિય છે કે,

નવરાત્રિના એક મહિના પહેલેથી જ ખૈલયાઓ તેમજ સંચાલકો ગરબા આરતી, સહિતની તૈયારીઓમાં લાગી જતા હોય છે. હાલમાં ખેલૈયાઓ નવરાત્રિને મંજૂરી મળશે કે નહીં તેની ખુબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે તમામની ખુશીઓ પર ગ્રહણ લાગી શકે છે. ત્યારે હવે ગુજરાતમાં નવરાત્રિને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, સતત બીજા વર્ષે પણ ગુજરાતી ગરબે રમી શકશે નહીં. નોંધનિય છે કે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ મોટા આયોજકો ગરબાનું આયોજન કરી શકશે નહીં. નોંધનિય છે કે, હાલમાં દેશમાં કોરોનાનાની સંભવિત ત્રીજી લહેરને લઈને આ વર્ષે પણ ગરબામાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવનું શક્ય નહીં હોવાનું આયોજકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને ઓછી સંખ્યામા આયોજન સંચાલકોને પોસાય એમ નથી. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર રાજ્ય સરકાર આગામી પરિસ્થિતિને આધીન નિર્ણય લેશે. નવરાત્રિ પર લોકોની ધાર્મિક આસ્થા પ્રમાણે છૂટછાટ આપવામાં આવી શકે છે.

નોંધનિય છે કે, અમદાવાદની પ્રતિષ્ઠિત કલબોએ નવરાત્રીનું આયોજન રદ્દ કર્યું છે. જેમા રાજપથ, કર્ણાવતી સહિતને કલબોએ નવરાત્રીનું આયોજન રદ્દ કરી દીધું છે. કારણ કે, આ બધી મોટી ક્લબોમાં હજારો મેમ્બર છે અને સરકારે જાહેર કાર્યક્રમોમાં 400 લોકોની મંજૂરી આપી છે. ત્યારે આવી સરકારની ગાઇડલાઇન મુજબ આયોજન કરવું આયોજકો માટે અઘરો પ્રશ્ન છે. જેના કારણે અમદાવાદ શહેરની મોટી ક્લબોમાં ગરબાના આયોજન રદ કરવામાં આવ્યા છે.

તો બીજી તરફ મળી માહિતી પ્રમાણે નવરાત્રીમાં શેરી ગરબાને માટે છૂટછાટ મળી તેવા એંધાણ વર્તાય રહ્યા છે. આ ઉપરાંત નવરાત્રીમાં પ્રસાદ વિતરણ પર પ્રતિબંધ લાગી શકે છે. જો કે, પાર્ટી પ્લોટ, જાહેર મેદાન, કે ક્લબમાં ગરબાના આયોજન માટે પરવાનગી મળશે નહીં. આ અંગે આરોગ્ય વિભાગ દ્વારા SOP તૈયાર કરવામાં આવશે. જો કે કદાચ સરકાર મંજૂરી આપે તો પણ હવે મોટા આયોજન માટે સમય પણ નાં રહ્યો નથી. આ સંદર્ભે આયોજકોનું કહેવુ છે કે, માસ્ક સાથે ગરબા શક્ય નથી. આ ઉપરાંત મોટા મેદાનમાં ઓછા લોકો સાથેનું ગરબાનું આયોજન મોંઘુ પડે. આ ઉપરાંત હાલના દેશમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે ત્યારે આ ત્રીજી લહેરના આગમન પૂર્વે કોઈ પણ જોખમ લેવા સરકાર રાજી નથી.
0 Response to "અમદાવાદમાં ગરબાની મોજમાં પડશે ભંગ! મોટી ક્લબોએ ગરબાનું આયોજન કર્યું રદ"
ટિપ્પણી પોસ્ટ કરો