બિરયાની ન ખવડાવી એટલે અમિતાભ થયા ફરાહ ખાનથી નારાજ, કેબીસીના સેટ પર કરી ફરિયાદ

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને દીપિકા પાદુકોણ અને ફરાહ ખાનને લઈને એમની નારાજગી વ્યક્ત કરી.વાત જાણે એમ છે કે કોન બનેગા કરોડપતિ 13માં બન્ને જ સ્પેશિયલ ગેસ્ટ તરીકે આવનાર વિકેન્ડ એપિસોડમાં દેખાવાના ચર. સોશિયલ મીડિયા પર એ દરમિયાન ઘણા પ્રોમોઝ રિલીઝ કરવામાં આવ્યા છે જેમાં અમિતાભ, દીપિકા અને ફરાહ ખાન સાથે વાત કરતા દેખાઈ રહ્યા છે. એક વિડીયોમાં અમિતાભ બચ્ચને બન્ને પ્રત્યે એમની નારાજગી વ્યક્ત કરી છે. એમને કહ્યું કે દીપિકા પાદુકોણ અને ફરાહ ખાન બન્નેમાંથી કોઈ એમનું ભોજન શેર નથી કરતું પણ બન્નેએ અમિતાભ બચ્ચનની આ વાત નકારી દીધી.

अमिताभ बच्चन
image source

અપકમિંગ એપિસોડના પ્રોમોના જોઈ શકાય છે કે અમિતાભ બચ્ચન જણાવે છે કે દીપિકા પાદુકોણ દર ત્રણ મિનિટે સ્નેક્સ ખાય છે પણ એ એમને ઓફર નથી કરી રહી. અમિતાભ કહે છે કે દર ત્રણ મીનિટે એમનો માણસ આવે છે એમના માટે કંઈક લઈને અને એ બસ ખાવાનું શરૂ કરી દે છે. ક્યારેય એવું ન થયું કે અમિત જી તમે કઈ લેશો? બિલકુલ નહિ.

image source

દીપિકા પાદુકોણ એક્ટરના આરોપો સાંભળીને શોકડ રહી જાય છે. કહે છે કે આ બધું ખોટું છે..એક્ટ્રેસનું કહેવું એ પણ હોય છે કે અમિતાભ એમના ટીફીનને શોધતા આવતા હોય છે અને દર વખતે ખાલી કરીને જાય છે. તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન સુજીત સરકારની ફિલ્મ પીકુમાં સાથે દેખાયા હતા. આ ફિલ્મમાં ઈરફાન ખાન પણ મુખ્ય રોલમાં હતા.

એના પર અમિતાભ બચ્ચન દીપિકાને કહે છે કે કેબીસીના મંચ પર ખોટું બોલવાની મનાઈ છે. જ્યારે ફરાહ ખાન એક્ટ્રેસને એમની ખાવા પીવાની આદતને લઈને ચીડવવાનું શરૂ કરે છે તી અમિતાભ કહે છે કે ફરાહ તમે મને તમારી ફેમસ બિરયાની કેમ નથી ખવડાવતા? ફરાહ કહે છે કે સર જુઓ તમે વેજિટેરિયન છો અને અમારા ઘરે વેજિટેરિયન જેવી કોઈ વસ્તુ બનતી જ નથી. અમિતાભ કહે છે કે જો તમે એ સમજો છો કે વેજિટેરિયન બિરયાની જેવી કોઈ વસ્તુ નથી હોતી તો એ ખોટું છે.એના પર ફરાહ ખાન કહે છે કે સર એને વેજીટેબલ પુલાવ કહેવાય બિરયાની નહિ. એ પછી થોડો મજકિયા ગુસ્સામાં આવીને અમિતાભ બચ્ચન કહે છે કે એય ગાડી મંગાવો મારે જવું છે અહીંયાંથી.

image source

એ પહેલાં પણ મેકર્સે એક પ્રોમો રજૂ કર્યો હતો, પ્રોમોમાં જોઈ શકાય છે કે શોના હોસ્ટ અમિતાભ બચ્ચન, ફરાહને એ વાતની ફરિયાદ કરી રહ્યા છે કે એમને બિગ બીને ક્યારેય એમની ફિલ્મમાં કાસ્ટ નથી કર્યા. અમિતાભ અહીંયા ફરાહને કહે છે કે તમને ક્યારેય એવું ન લાગ્યું કે હું તમને મારી ફિલ્મમાં કાસ્ટ કરવા માગું છું. એના પર ફરાહ જવાબ આપતા કહે છે કે સર તમે તો બધાનું ડ્રિમ છો. ચાલો એક સીન આપણે અહીંયા જ કરી લઈએ. એ પછી દીપિકા પાદુકોણ એમની ડેબ્યુ ફિલ્મ ઓન શાંતિ ઓમનો સુપરહિટ સીન એક ચૂંટકી સિંદૂરને રીક્રિએટ કરે છે

image source

સાથે જ દીપિકા પાદુકોણ પણ અમિતાભએ શીખવાડે છે કે કેવી રીતે એમને ડાયલોગ બોલવાના છે. એ પછી આ સીનના 2 3 રિટેક લેવામાં આવે છે. સોની ટીવીએ આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા કેપશનમાં લખ્યું છે કે ફરાહ લઈ રહી છે એબી સરનું ઓડિશન, કોસ્ટાર દીપિકા સાથે. શુ એ થશે આ ઓડિશનમાં પાસ? જોઈ લો આ ખાસ ઓડિશનની મજેદાર પળને કેબીસી 13ના શાનદાર શુક્રવાર સ્પેશિયલ એપિસોડમાં. 10 સપ્ટેમ્બર રાત્રે 9 વાગે.

Related Posts

0 Response to "બિરયાની ન ખવડાવી એટલે અમિતાભ થયા ફરાહ ખાનથી નારાજ, કેબીસીના સેટ પર કરી ફરિયાદ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel