નાની ઉમરે કેમ આવે છે હ્રદયના હુમલા…? એકવાર વાંચો આ લેખ અને જાણો તમે પણ…
દર વર્ષે સપ્ટેમ્બરની ૨૯ તારીખના રોજ “વર્લ્ડ હાર્ટ ડે” ઉજવવામાં આવે છે તેથી, લોકોના હૃદયની સાર-સંભાળ રાખવા માટે જાગૃત કરી શકાય. તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, આપણા દેશમા હૃદયની નિષ્ફળતાના કેસો નિરંતર વધી રહ્યા છે. આ બીમારી ખુબ જ ગંભીર રહે છે, જેમાં સમય જતાં હૃદયના સ્નાયુઓ કઠોર બની જાય છે અને હૃદય યોગ્ય રીતે લોહી પમ્પ કરી શકતું નથી.જેના કારણે શરીરના ઘણા મુખ્ય અંગો માટે ઉપલબ્ધ ઓક્સિજન અને પોષણની માત્રા મર્યાદિત છે.
યુવાનોમાં હૃદયની નિષ્ફળતાના કેસો વધવાના કારણો :

એક તજજ્ઞના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યોરના અભ્યાસ મુજબ આપણા દેશમા હાર્ટ ફેલ્યોરનો સામનો કરી રહેલા દર્દીઓની સરેરાશ ઉંમર ૫૯ વર્ષ છે, જે પશ્ચિમી દેશોની સરખામણીમાં ૧૦ વર્ષ ઓછી છે. તે જ સમયે બેઠાડી જીવનશૈલી, અતિશય તણાવ અને જંકફૂડનો વપરાશ સાથે પ્રદૂષણ પણ નાની ઉંમરે ભારતીય યુવાનોમાં હ્રદયનો હુમલો આવવાનુ મુખ્ય કારણ બની શકે છે.આ કારણોસર ઘણા ભારતીય યુવાનો હૃદયરોગનો શિકાર બની રહ્યા છે.
હાર્ટ ફેલ્યોરના લક્ષણો :

એક તજજ્ઞ મુજબ હાર્ટ ફેલ્યોરના મોટાભાગના કિસ્સાઓમા દર્દીને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ આ બીમારી વિશે ખબર પડે છે. જેનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે, આપણા દેશમાં હૃદયની નિષ્ફળતાના લક્ષણો વિશે દેશમાં ખુબ જ ઓછી જાગૃતિ છે. અમેરિકાની હાર્ટ ફેઇલર સોસાયટીએ FACES નામનું એક સાધન બનાવ્યું છે.જે દર્દીઓ અને ડોકટરોને એક નજરમાં જીવલેણ હૃદયની નિષ્ફળતાના લક્ષણો વિશે સંકેત આપી શકે છે.
દા.ત.
- F : થાક
- A : દૈનિક કામ કરવામાંમુશ્કેલી
- C : છાતીમાં બળતરા
- E : એડી અથવા પગની સોજો
- S : શ્વાસની તકલીફ
ટિપ્સ :
એક તજજ્ઞના જણાવ્યા મુજબ યુવાનો તેમના હૃદયને સ્વસ્થ રાખવા માટે આ ટિપ્સને અનુસરી શકે છે. હૃદયની નિષ્ફળતાને કારણે શરીરમાં પ્રવાહીના સંચયના જોખમને ઘટાડવા માટે મીઠાનું સેવન મર્યાદિત કરો. ધૂમ્રપાન અને આલ્કોહોલનુ સેવન ટાળો કારણકે, બંને વસ્તુઓ હૃદયને નુકસાન પહોંચાડે છે. આ સાથે જ આલ્કોહોલનું સેવન હાઈ બ્લડપ્રેશરની સમસ્યાને ગંભીર બનાવે છે.

દરરોજ યોગ્ય વ્યાયામ કરો કારણકે, દરરોજ ૨૦-૩૦ મિનિટ હળવી કસરત કરવાથી હૃદયના સ્નાયુઓ મજબૂત બને છે અને શરીર લોહીને સરળતાથી પમ્પ કરી શકે છે. આ સાથે જ કસરત કરવાથી શારીરિક વજન પણ નિયંત્રણમાં રહે છે. જો કે, હૃદયના દર્દીઓએ કોઈપણ કસરત કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. તંદુરસ્ત આહાર લો, જેથી હૃદયને પૂરતા પ્રમાણમાં પોષકતત્વો મળી શકે. તે જ સમયે હાનિકારક ખોરાકથી અંતર રાખો.
0 Response to "નાની ઉમરે કેમ આવે છે હ્રદયના હુમલા…? એકવાર વાંચો આ લેખ અને જાણો તમે પણ…"
ટિપ્પણી પોસ્ટ કરો