પાન સાથે જોડાયેલો છે આ રોચક ઇતિહાસ, આ માટે લગ્ન પહેલા દુલ્હાને ખવડાવવામાં આવે છે પાન, જાણો તમે પણ
શું તમને ખબર છે કે લગ્ન પહેલાં દુલ્હાને પાન કેમ ખવડાવવામાં આવે છે ?
પાન ભારતીય સંસ્કૃતિનો એક હિસ્સો છે. આજે જો કે પાનના ગલ્લા પર લોકો પાન ખાવા ઓછા અને મસાલા, બીડી માટે વધારે જાય છે. પાનનો ગલ્લો તમને દેશની ગલીએ ગલીએ અને નાકે નાકે જોવા મળશે. તે સમયે જ્યારે તૈયાર મસાલા, બીડી તેમજ સિગરેટ નહોતા આવ્યા તે વખતે લોકો પોતાના મનને એક્ટિવ રાખવા માટે પાનનો ઉપયોગ કરતા હતા.

તમે ઘણીવાર જોયું હશે કે લગ્ન સમયે દુલ્હાને ઘોડી પર ચડાવતા પહેલાં પાન ખવડાવવામાં છે તો વળી સુહાગરાત પહેલા પણ દુલ્હાને પાન ખવડાવવાની ઘણી જૂની પરંપરા છે પણ તેની પાછળ એક ખૂબ મોટું કારણ છે.

આજકાલના લોકો જમ્યા બાદ પાન ખાવાનું પસંદ કરે છે કારણ કે તે માઉથ ફ્રેશનર તરીકેનું કામ પણ કરે છે અને તે ખૂબ સ્વાદિષ્ટ પણ લાગે છે. પણ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે પાન તમારી સેક્સ લાઈફને સારી બનાવવામાં મદદ કરે છે. પાનમાં સોપારી હોય છે જે તમારી કામોત્તેજનાને વધારે છે માટે જુના જમાનાથી સુહાગરાત પહેલા પતિને પાન ખવડાવવામાં આવે છે.

પાન બનાવવામાં અંદર સોપારી, ચુનો, ગુલકંદ અને લવિંગ, કાળા મરી, ઇલાઈચી વિગેરે નાખવામાં આવે છે. જે શરીરમાં આશ્ચર્જનક રીતે તરંગો ઉત્પન્ન કરે છે જે તમારી સેક્સ ક્ષમતાને વધારી દે છે અને કામોત્તેજનાને વધારી દે છે માટે જુના સમયમાં લગ્ન બાદ સુહાગરાત પહેલા પાન ખવડાવવાવાની પરંપરા છે.
ચાલો સાથે સાથે પાનનો ઇતિહાસ પણ જાણી લઈએ

પાન ભારતના ઇતિહાસ તેમજ પરંપરાઓ સાથે જોડાયેલું છે. તેનું ઉદ્ભવસ્થાન મલાયા દ્વીપ માનવામાં આવે છે પાન વિવિધ ભારતીય ભાષાઓમાં અલગ અલગ નામોથી ઓળખાય છે. જેમ કે સંસ્કૃતમાં તેને તામ્બૂલ કહેવાય છે, તો તેલુગુમાં તેને પક્કુ કહેવાય છે, અને તમિલ તેમજ મલિયાલમમાં વેટિલાઈ અને મરાઠીમાં તેને નાગવેલ કહે છે તો ગુજરાતમાં તેને નાગરવેલ કહે છે. પાનનો ઉપયોગ માત્ર ખાવા માટે જ નથી થતો પણ તેનો ઉપયોગ હિન્દુ સંસ્કાર સાથે પણ જોડાયેલો છે. જેમ કે નામકરણ, યજ્ઞોપવીત વિગેરે. વેદોમાં પાનનું સેવન પવિત્ર ગણવામાં આવે છે.

હીન્દુ માન્યતા પ્રમાણે સૃષ્ટિના નિર્માણ વખતે તેની ઉત્પત્તિ થઈ હતી. શાસ્ત્રોમાં તેનું વર્ણન છે. અમૃત મંથનના સમયે આયુર્વેદજ્ઞ ધનવંતરિના કલશમાં જીવન આપનારી ઔષધિઓની સાથે પાનનું પણ આગમન થયું હતું. આ ભોજનને પાચન શક્તિ આપે છે. પાન માઉથફ્રેશનર તો છે જ સાથે સાથે તે એન્ટિ બાયોટિક પણ છે. નાગરવેલના પાનમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે. તેમાં ઉમેરવામાં આવતી સામગ્રી જેમકે કાથો, ચૂનો, વરિયાળી, લવિંગ, ગુલકંદ, મુલેટી, સોપારી, નાળિયેરનું છીણ, ઇલાઈચી, ધાણાના બીજ આ બધું જ તમારા પાચનને સ્વસ્થ રાખવાનો રામબાણ ઉપાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "પાન સાથે જોડાયેલો છે આ રોચક ઇતિહાસ, આ માટે લગ્ન પહેલા દુલ્હાને ખવડાવવામાં આવે છે પાન, જાણો તમે પણ"
ટિપ્પણી પોસ્ટ કરો